Asian Games Breaking News : ભારતીય પુરૂષ હોકી ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો, પેરિસ ઓલિમ્પિક માટે થયા ક્વોલિફાય

|

Oct 06, 2023 | 6:01 PM

Asian games Hockey Final, India vs Japan 2023 : ભારતે જાપાન પર શાનદાર જીત હાંસલ કરી છે. ભારતે તેનો પ્રથમ ગોલ બીજા ક્વાર્ટરમાં કર્યો હતો. ભારત તરફથી મનપ્રીત સિંહ (25મી મિનિટ), અમિત રોહિદાસ (36મી મિનિટ), કેપ્ટન હરમનપ્રીત સિંહ (32મી મિનિટ) અને અભિષેકે (48મી મિનિટ) ગોલ કર્યા હતા.

Asian Games Breaking News : ભારતીય પુરૂષ હોકી ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો, પેરિસ ઓલિમ્પિક માટે થયા ક્વોલિફાય
asian games breaking news

Follow us on

China : ભારતીય પુરુષ હોકી ટીમે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ઈતિહાસ રચ્યો છે. ફાઈનલ મેચમાં ભારતે 2018ના ગોલ્ડ મેડલ વિજેતા જાપાનને 4-0થી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ નવ વર્ષ બાદ આ ગેમ્સમાં હોકીમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. છેલ્લી વખત એશિયન ગેમ્સમાં ભારતે 2014ની ઇંચિયોન એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો.

2023 અને 2014 પહેલા ભારતીય પુરુષ હોકી ટીમે 1966 અને 1998 એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો. ચાર સુવર્ણ ઉપરાંત ટીમ ઈન્ડિયાએ 1958, 1962, 1970, 1974, 1978, 1982, 1990, 1994, 2002 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે 1986, 2010 અને 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આ પણ વાંચો : ICC World Cup 2023 PAK vs NED Live Score : પાકિસ્તાની ટીમ થઈ ઓલઆઉટ, નેધરલેન્ડને મળ્યો 287 રનનો ટાર્ગેટ

એશિયન ગેમ્સમાં ભારતીય હોકી ટીમની શાનદાર જીત

ભારતે પ્રથમ ગોલ બીજા ક્વાર્ટરમાં કર્યો હતો. આ પછી, ભારતે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં બે-બે ગોલ કર્યા. ભારત તરફથી મનપ્રીત સિંહ (25મી મિનિટ), અમિત રોહિદાસ (36મી મિનિટ), કેપ્ટન હરમનપ્રીત સિંહ (32મી મિનિટ) અને અભિષેકે (48મી મિનિટ) ગોલ કર્યા હતા. જાપાન તરફથી એકમાત્ર ગોલ તનાકા સીરેને કર્યો હતો.

 

આ પણ વાંચો : Sachin Tendulkar : માસ્ટર બ્લાસ્ટરનું જીવન બદલનાર સ્પાઈક કોણ છે જાણો

એશિયન ગેમ્સમાં ભારતની સફર

  • પ્રથમ મેચ: ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું.
  • બીજી મેચઃ સિંગાપોરને 16-1થી હરાવ્યું.
  • ત્રીજી મેચ: જાપાનને 4-2થી હરાવ્યું.
  • ચોથી મેચઃ પાકિસ્તાનને 10-2થી હરાવ્યું.
  • પાંચમી મેચઃ બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું.
  • સેમિફાઇનલ: દક્ષિણ કોરિયાને 5-3થી હરાવ્યું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:38 pm, Fri, 6 October 23

Next Article