Asia Cup Hockey: ભારતનું ટાઈટલ બચાવવાનું સપનું ચકનાચૂર, સેમીફાઈનલમાં સાઉથ કોરિયાએ માત આપી

|

Jan 27, 2022 | 9:21 AM

ભારતીય ટીમે રાની રામપાલ(Rani Rampal)ની ગેરહાજરીમાં ગોલકીપર સવિતા પુનિયા (Savita Punia)ની કપ્તાનીમાં આ ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો હતો.

Asia Cup Hockey: ભારતનું ટાઈટલ બચાવવાનું સપનું ચકનાચૂર, સેમીફાઈનલમાં સાઉથ કોરિયાએ માત આપી
Asia Cup Hockey: India's dream of defending title shattered, South Korea defeated in semifinals

Follow us on

Asia Cup Hockey: એશિયા કપ (Asia Cup Hockey)માં ભારતીય મહિલા હોકી ટીમ (Indian women’s hockey team)ની સફર બુધવારે પૂરી થઈ. ગોલકીપર સવિતા પુનિયાની કપ્તાનીમાં પોતાનું ટાઇટલ બચાવવાના સપના સાથે ટુર્નામેન્ટમાં પ્રવેશેલી ટીમને સેમિફાઇનલ મેચમાં સાઉથ કોરિયા સામે 3-2થી પરાજય મળ્યો હતો. ભારતે સારી શરૂઆત કરી હતી અને 28મી મિનિટે વંદના કટારિયાના ગોલથી લીડ મેળવી હતી પરંતુ કોરિયાએ તે પછી શાનદાર વાપસી કરી હતી. કેપ્ટન એનુબી ચેઓન (31મો), સેઉંગ જૂ લી (45મો) અને હાયજિન ચો (47મો) ગોલ કર્યા હતા. ભારત હવે શુક્રવારે ત્રીજા અને ચોથા સ્થાનની પ્લેઓફ મેચમાં ચીન સામે ટકરાશે.

પ્રથમ બે ક્વાર્ટર ભારતના નામે રહ્યા હતા તો હાફ ટાઈમ બાદ કોરિયાએ પોતાનું વર્ચસ્વ બતાવ્યું હતું. પ્રથમ ક્વાર્ટરની શરૂઆતમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો પરંતુ ગુરજીતની ફ્લિક કોરિયન ગોલકીપરે (Goalkeeper)બચાવી લીધી હતી. થોડીવાર પછી શર્મિલા દેવીની રિવર્સ હિટ ગોલની ઉપર નીકળી ગઈ. લાલરેમસિયામીએ ભારતને પ્રારંભિક લીડ અપાવી હતી પરંતુ સર્કલની અંદર ફાઉલને કારણે ગોલ અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો.

ભારતે પ્રથમ ક્વાર્ટરમાં તક ગુમાવી

પ્રથમ ક્વાર્ટરના અંતના થોડા સમય પહેલા, નજીકની રેન્જમાંથી વંદનાનો રિવર્સ હિટ કોરિયન ગોલકીપરે અટકાવ્યો હતો. ભારત બે વખત સ્કોર કરવાની નજીક આવ્યું હતું પરંતુ તકોનો લાભ ઉઠાવી શક્યા ન હતા. જવાબી પ્રહારોમાં કોરિયા ખતરનાક દેખાતું હતું પરંતુ ભારતીય ડિફેન્ડરોએ પણ સંપૂર્ણ તૈયારી દર્શાવી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વંદના કટારિયાએ ભારતને એક લીડ અપાવી

બીજા ક્વાર્ટરમાં કોરિયાએ પેનલ્ટી કોર્નર મેળવ્યો હતો પરંતુ ભારતની કેપ્ટન ગોલકીપર સવિતાએ બે વખત બચાવ કર્યો હતો. હાફ ટાઈમની બે મિનિટ પહેલા ભારતને સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા અને વંદનાએ રિબાઉન્ડ પર ગોલ કરીને ટીમને લીડ અપાવી. થોડા સમય પછી કોરિયાની ટીમ સંપૂર્ણપણે બદલાયેલી દેખાતી હતી. ચેયોને 31મી મિનિટે પેનલ્ટી કોર્નરથી બરાબરીનો ગોલ કર્યો હતો.

ભારત પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવી શક્યું ન હતું

પેનલ્ટી કોર્નર પર ભારતનું પ્રદર્શન સારું રહ્યું ન હતું ત્રીજા ક્વાર્ટર પહેલા કોરિયાએ લીના ગોલથી લીડ મેળવીને ભારતીયોને સ્તબ્ધ કરી દીધા હતા. કોરિયાએ ચોથા અને અંતિમ ક્વાર્ટરની બીજી મિનિટે સવિતા પર હેજિયાંગ શિનના પાસ પર ગોલ ફટકારીને સ્કોર 3-1 કર્યો હતો.

Published On - 9:20 am, Thu, 27 January 22

Next Article