ફરી જોવા મળશે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચનો રોમાંચ, દુબઈમાં ટકરાશે બંને ટીમ

|

Feb 29, 2020 | 6:45 AM

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ મેચની રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. બંને દેશોની ટીમ દુબઈમાં સપ્ટેમ્બરમાં યોજાનારા એશિયા કપમાં જોવા મળશે. તેની જાણકારી BCCI અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ આપી. તેમને કહ્યું કે આગામી એશિયા કપ ટૂર્નામેન્ટનું આયોજન દુબઈમાં થશે અને તેમાં ભારત અને પાકિસ્તાન બંને દેશોને ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની તક મળશે. Web Stories […]

ફરી જોવા મળશે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચનો રોમાંચ, દુબઈમાં ટકરાશે બંને ટીમ
ફાઈલ ફોટો

Follow us on

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ મેચની રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. બંને દેશોની ટીમ દુબઈમાં સપ્ટેમ્બરમાં યોજાનારા એશિયા કપમાં જોવા મળશે. તેની જાણકારી BCCI અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ આપી. તેમને કહ્યું કે આગામી એશિયા કપ ટૂર્નામેન્ટનું આયોજન દુબઈમાં થશે અને તેમાં ભારત અને પાકિસ્તાન બંને દેશોને ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની તક મળશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સપ્ટેમ્બરમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનને મેજબાન દેશનો દરજ્જો મળ્યો હતો પણ BCCIએ સાફ કરી દીધું હતું કે સુરક્ષાના કારણોને લઈ ભારતીય ટીમ પોતાના પાડોશી દેશનો પ્રવાસ કરી શકતી નથી. ત્યારબાદ આ ટૂર્નામેન્ટને દુબઈમાં આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એશિયન ક્રિકેટ કાઉન્સિલની 3 માર્ચે યોજાનારી મીટિંગ માટે દુબઈ રવાના થયા પહેલા સૌરવ ગાંગૂલીએ કહ્યું કે એશિયા કપ દુબઈમાં થશે અને ભારત અને પાકિસ્તાનની ટીમ બંને તેમાં ભાગ લેશે. BCCIએ પણ સાફ કરી દીધું કે ટૂર્નામેન્ટની મેજબાની પાકિસ્તાન કરશે તેનાથી તેમને કોઈ પ્રશ્ન નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારત અને પાકિસ્તાને 2012-13 પછી કોઈ પણ દ્વિપક્ષીય સીરીઝ રમી નથી. ત્યારે પાકિસ્તાનની ટીમ સીમિત ઓવરની સીરીઝ રમવા માટે ભારત આવી હતી. બંને દેશોમાં રાજકીય તણાવના કારણે આ બંને દેશ ત્યારથી માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજાની સામે રમતા જોવા મળ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article