અજીંક્ય રહાણે કે વિરાટ કોહલી? કેપ્ટનશીપને લઇને ચાલતી ચર્ચાઓ વચ્ચે રહાણે આપ્યો દમદાર જવાબ

|

Jan 25, 2021 | 10:21 AM

ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) દરમ્યાન ટેસ્ટ સિરીઝ જીતી લીધા બાદ ટીમ ઇન્ડીયા (Team India)ના કેપ્ટનને લઇને ચર્ચાઓ ચાલી છે. આમ તો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) છે.

અજીંક્ય રહાણે કે વિરાટ કોહલી? કેપ્ટનશીપને લઇને ચાલતી ચર્ચાઓ વચ્ચે રહાણે આપ્યો દમદાર જવાબ
Ajinkya Rahane & Virat Kohli

Follow us on

ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) દરમ્યાન ટેસ્ટ સિરીઝ જીતી લીધા બાદ ટીમ ઇન્ડીયા (Team India)ના કેપ્ટનને લઇને ચર્ચાઓ ચાલી છે. આમ તો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) છે. પરંતુ ઓસ્ટ્રેલીયાને 2-1 થી હરાવી દીધા બાદ અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ને નિયમિત કેપ્ટન બનાવવા માટે માંગ વર્તાવા લાગી હતી. અનેક પૂર્વ ક્રિકેટર અને એક્સપર્ટ રહાણેની તરફદારી પણ કરી ચુક્યા છે. તેમનુ કહેવુ છે કે, કોહલીએ બેટીંગમાં ધ્યાન આપવુ જોઇએ અને કેપ્ટનશીપ અજીંક્ય રહાણેએ સંભાળવી જોઇએ. ભારતના પૂર્વ કેપ્ટન બિશનસિંહ બેદી (Bishan Singh Bedi) પણ રહાણેના પક્ષમાં છે. હવે આ વખતે નિવેદન આવ્યુ છે રહાણે તરફથી. તેણે પણ સ્પષ્ટ કહી દીધુ છે કે ટીમના કેપ્ટન વિરાટ કોહલી જ છે.

સ્પોર્ટસ તક સાથે વાતચિત કરવા દરમ્યાન રહાણેને પૂછવામાં આવ્યુ હતુ કે, ટીમ ઇન્ડીયાની કેપ્ટનશીપને લઇને ખૂબ ચર્ચા થઇ રહી છે. તેની પર શુ વિચારો છો? અજીંક્ય રહાણેએ જવાબ આપતા કહ્યુ હતુ કે, જુઓ વિરાટ અને મારુ, અમારા બંનેનુ એક જ મકસદ છે. ટીમ ઇન્ડીયા માટે સારુ કરવુ અને જીત અપાવવી. અમારા બંને વચ્ચે કંઇ પણ નથી, આવનારી સિરીઝમાં તે કેપ્ટન છે અને હું વાઇસ કેપ્ટન છું. જેમ પહેલા જ શરુ થયુ હતુ એવુ જ હવે શરુ થશે. વિરાટ ઇન્ડીયા ચાલ્યા ગયા હતા, ત્યારે હું કેપ્ટન બન્યો હતો. જ્યારે તે કેપ્ટન હોય છે ત્યારે પણ તેમનો એજ ટાર્ગેટ હોય છે કે ટીમને જીતાડવી. આમ જ જ્યારે હું કેપ્ટન હોઉ ત્યારે મારો પણ એજ મકસદ હોય છે. સાથે જ મે પહેલા જ કહ્યુ હતુ કે, જીતની ક્રેડીટ ટીમને જાય છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

જ્યારે રહાણેને પુછવામા આવ્યુ હતુ કે, તેને અને ચેતેશ્વર પુજારાની રમત પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. બંને ટીમથી ડ્રોપ પણ કરવામાં આવ્યા હતા. શુ તમારા હ્ર્દયમાં તે આઘાત છે? જેની પર રહાણેએ જવાબ આપ્યો કે, બિલકુલ નહી. હંમેશા ટીમને મે પહેલા રાખી છે. તે સમયે કોઇને એમ લાગ્યુ કે તે ડિસીઝન લેવુ છે, તો મે તેનો સ્વિકાર કરી લીધો હતો. મારા માટે દેશ પહેલા આવે છે, અમારી ટીમ પહેલા આવે છે. તેના માટે મારાથી જે થઇ શકતુ હોય તેમાં 100 ટકા આપુ છુ. એટલા માટે જ પાસ્ટમાં શુ થયુ હતુ, તે બિલકુલ પણ દિમાગમાં નહોતુંં.

Next Article