Ahmedabad: મોટેરા સ્ટેડિયમમાં 50% દર્શકોને એન્ટ્રી અપાશે, PM મોદી હાજર રહે તેવી શક્યતા

Ahmedabad: મોટેરા સ્ટેડિયમમાં 50% દર્શકોને એન્ટ્રી અપાશે, PM મોદી હાજર રહે તેવી શક્યતા
મોટેરા સ્ટેડિયમ ફોટો

Ahmedabad: દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ખાતે ત્રીજી ટેસ્ટમાં ઓછામાં ઓછા 50% દર્શકોને એન્ટ્રી મળશે તે નક્કી થઈ ગયું છે.

Utpal Patel

|

Feb 01, 2021 | 2:24 PM

Ahmedabad: ભારતમાં કોરોના બાદ ક્રિકેટની રમત વાપસી માટે તૈયાર છે. ઇંગ્લેન્ડ સામે 4 ટેસ્ટ શ્રેણીની પ્રથમ 2 ટેસ્ટ ચેન્નાઈના એમ. ચિદમ્બરમ્બ ખાતે રમાશે. પ્રથમ ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નથી. જ્યારે બીજી ટેસ્ટ અંગે સસ્પેન્સ યથાવત છે. ત્યારે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ખાતે ત્રીજી ટેસ્ટમાં ઓછામાં ઓછા 50% દર્શકોને એન્ટ્રી મળશે તે નક્કી થઈ ગયું છે. મોટેરા ખાતેની સર્વપ્રથમ ટેસ્ટ માટે PM નરેન્દ્ર મોદી પોતે પણ હાજર રહે તેવી શક્યતા છે.

100% ફેન્સને પણ એન્ટ્રી મળી શકે

27 ડિસેમ્બરના રોજ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી હતી. આ SOP અનુસાર 50% દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ માટે છૂટ મળશે. તેમાં ઉલ્લેખ કરાયો છે કે, “દરેક સ્પર્ધાનું ગૃહ મંત્રાલય (MHA)ની ગાઇડલાઇન્સ હેઠળ આયોજન થવું જરૂરી છે. જોકે, 2 દિવસ પહેલાં સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ અપડેટ કરેલી SOP અનુસાર 100% દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રીની મંજૂરી અપાઇ છે. ત્યારે એવું પણ કહેવાઇ રહ્યું છેકે મોટેરા સ્ટેડિયમ હાઉસફૂલ પણ થઈ શકે.

પિન્ક બોલથી રમાશે મોટેરા ખાતેની પ્રથમ મેચ અમદાવાદના નવનિર્મિત સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ ડે-નાઈટ ટેસ્ટમાં ઇન્ડિયા ટીમ ઇંગ્લેન્ડ સામે ટકરાશે. 18 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ અમદાવાદ આવશે. આ ડે-નાઈટ ટેસ્ટ પિન્ક બોલથી રમાશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati