Covid 19 Positive : ક્રિકેટ પર કોરોનાનો કહેર, વેસ્ટ ઈન્ડિઝ બાદ હવે આ ટીમના 4 ખેલાડી અને કોચ કોરોના પોઝિટિવ

|

Dec 18, 2021 | 3:34 PM

વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ કોરોના પોઝિટિવ મળવાને કારણે પાકિસ્તાન સામેની વનડે સિરીઝ સ્થગિત રાખવી પડી હતી.

Covid 19 Positive : ક્રિકેટ પર કોરોનાનો કહેર, વેસ્ટ ઈન્ડિઝ બાદ હવે આ ટીમના 4 ખેલાડી અને કોચ કોરોના પોઝિટિવ
Ireland Cricket Team

Follow us on

Covid 19 Positive : કોરોના (Corona)એ ફરી એકવાર ક્રિકેટને પોતાની ઝપેટમાં લેવાનું શરૂ કરી દીધું છે. આ વખતે તેણે આયર્લેન્ડની ટીમ પર હુમલો કર્યો છે. આયર્લેન્ડના 4 ખેલાડી (Player)ઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ સિવાય સપોર્ટ સ્ટાફનો એક સભ્ય પણ કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું જાણવા મળ્યું છે. આયર્લેન્ડ ક્રિકેટ ટીમ (Ireland Cricket Team) સાથે આવું ત્યારે થયું જ્યારે તે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ (West Indies)ના પ્રવાસ પર મર્યાદિત ઓવરોની શ્રેણી માટે રવાના થવાની હતી. ખેલાડીઓના કોરોના પોઝિટિવ આવ્યા બાદ આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે (Ireland Cricket Board) લંકા પ્રીમિયર લીગ (Lanka Premier League)માં રમી રહેલા ફાસ્ટ બોલર જોશ લિટલને બોલાવી લીધો છે.

ક્રિકેટ આયર્લેન્ડ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, “બેરી મેકકાર્થી અને જ્યોર્જ ડોકરેલ કોરોના પોઝિટિવ ખેલાડીઓ છે. આ બંને ટીમ સાથે મિયામી પહોંચ્યા નથી. પરંતુ, આઈસોલેશન અને કોરોના નેગેટિવ આવ્યા પછી, આ બંને ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે. હેરી ટેક્ટર અને ગેરેથ ડિલાની ફ્લોરિડામાં હતા, જ્યાં તેઓ US T20 ઓપન ટુર્નામેન્ટ રમવા ગયા હતા. પરંતુ, તેઓ પરત ફરતા, તે બંને પણ પોઝિટિવ મળી આવ્યા હતા. બંનેને 10 દિવસ માટે આઈસોલેશનમાં પણ રાખવામાં આવ્યા છે.

આયર્લેન્ડ ક્રિકેટ પર કોરોનાનો કહેર

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ ખેલાડીઓ ઉપરાંત, આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડને પ્રવાસના એક દિવસ પહેલા ક્રેગ યંગના સંપર્કમાં આવવાની ખબર પડી હતી, જે કોરોના પોઝિટિવ હતો. આ કારણે, ક્રેગ યંગને પણ પ્રવાસ પર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને તેને 10 દિવસના ક્વોરેન્ટાઇનમાં પણ મોકલવામાં આવ્યો હતો. હવે તેઓ પણ પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ ટીમમાં સામેલ થઈ શકશે. આ ખેલાડીઓ સિવાય ટીમના સહાયક કોચ ગેરી વિલ્સન પણ ટીમના બાકીના ખેલાડીઓ સાથે પ્રવાસ પર જઈ શક્યા ન હતા.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ પર કોરોના એટેક

અગાઉ, ખેલાડીઓ સહિત વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાથે સંકળાયેલા લગભગ અડધો ડઝન લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. કોરોનાને કારણે પાકિસ્તાન સામેની T20 સિરીઝ પણ સ્થગિત કરવામાં આવી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પોતાના દેશ પરત ફરી છે. જ્યારે કેરેબિયન ખેલાડીઓ જે પોઝિટિવ હતા તેઓ હાલમાં પાકિસ્તાનમાં અલગ પડી ગયા છે.

 

આ પણ વાંચો : Amit Shah in Maharashtra : ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે મહારાષ્ટ્રના પ્રવાસે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી

Next Article