AFI: એથલેટિક્સ કોચ નિકોલઇ સ્નેસારેવ પટિયાલા રાષ્ટ્રીય ખેલ સંસ્થામાંથી મૃત મળી, તપાસ શરૂ

|

Mar 06, 2021 | 9:42 AM

ભારતના મધ્યમ અને લાંબી દોડના કોચ નિકોલઇ સ્નેસારેવ (Nikolai Snesarev) પટીયાલા સ્થિત રાષ્ટ્રીય ખેલ સંસ્થા (NIS)માં પોતાના રુમમાં થી મૃતહાલતમાં મળી આવ્યા હતા. ભારતીય એથલીટ મહાસંઘ (AFI) એ આ અંગેની જાણકારી આપી હતી.

AFI: એથલેટિક્સ કોચ નિકોલઇ સ્નેસારેવ પટિયાલા રાષ્ટ્રીય ખેલ સંસ્થામાંથી મૃત મળી, તપાસ શરૂ
Nikolai Snesarev

Follow us on

ભારતના મધ્યમ અને લાંબી દોડના કોચ નિકોલઇ સ્નેસારેવ (Nikolai Snesarev) પટીયાલા સ્થિત રાષ્ટ્રીય ખેલ સંસ્થા (NIS)માં પોતાના રુમમાં થી મૃતહાલતમાં મળી આવ્યા હતા. ભારતીય એથલીટ મહાસંઘ (AFI) એ આ અંગેની જાણકારી આપી હતી. બેલારુસ (Belarus) ના 72 વર્ષીય સ્નેસારેવ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિય સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. તેઓ બે વર્ષના અંતરાલ બાદ સપ્ટેમ્બર ના અંત સુધી માટે તેઓ કોચ પદ માટે ભારત આવ્યા હતા.

AFI ના અધ્યક્ષ આદિલે સુમરિવાલાએ કહ્યુ હતુ કે, તે ઇન્ડીયન ગ્રાન્ડ પ્રી 3 માટે બેંગ્લુરુ થી એનઆઇએસ આવ્યા હતા. પરંતુ ત્યારે તે ટુર્નામેન્ટ માટે પહોંચ્યા નહોતા. જેને લઇને લઇને સાંજે એક બીજા કોચ એ તેમના વિશે પૂછ્યુ હતુ. ત્યાર બાદ તેમના રુમને તપાસ કરતા તે અંદર થી બંધ મળી આવ્યો હતો. જ્યારે દરવાજો લાંબો સમય સુધી નહી ખુલતા કે અંદર થી કોઇ પ્રતિક્રિયા નહી મળતા તેને તોડી નાંખ્યો હતો. રુમમાં જોતા તે પોતાના બેડ પર જ સુતેલી હાલમાં મૃત મળી આવી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સુમરિવાલાએ કહ્યુ હતુ કે, અમે તેમના મોતનુ કારણ જાણતા નથી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ તે અંગેની જાણકારી મળી શકશે. સ્નેસારેવ 3000 મીટર સ્ટીપલચેઝ એથલીટ અવિનાશ સાબલે કે જે ઓલંપિક માટે ક્વોલીફાઇ થઇ ચુક્યો છે. તેમજ અન્ય મધ્યમ અને લાંબી દોડના ખેલાડીઓને ટોક્યો ઓલંપિક ના માટે ક્વોલિફાઇ કરવા માટે ના અભિયાન હેઠળ કોચિંગ આપી રહ્યા હતા.

Next Article