Afghan Players : અફઘાનિસ્તાનના બે ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 માં ભાગ લેવા પહોંચ્યા

|

Aug 29, 2021 | 12:10 PM

અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ બે પેરાલિમ્પિક્સ ખેલાડીને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

Afghan Players : અફઘાનિસ્તાનના બે ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 માં ભાગ લેવા પહોંચ્યા
Afghan players arrives in Tokyo Paralympics

Follow us on

Afghan Players : ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 (Tokyo Paralympics-2020) માં ભાગ લેવા માટે અફઘાનિસ્તાનના બે ખેલાડીઓ ઝાકિયા ખુદાદી (Zakia Khudadadi) અને હુસેન રસૌલી (Hossain Rasouli) શનિવારે જાપાનની રાજધાની પહોંચ્યા છે. આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ (IPC) એ બે દિવસ પહેલા કહ્યું હતું કે, અફધાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ બે પેરાલિમ્પિક ખેલાડીઓને અફઘાનિસ્તાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

તે બંને ફ્રાન્સની રાજધાની પેરિસ (Paris)માં હતા. આ અઠવાડિયે આ બંને ખેલાડીઓ પેરિસમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ એક્સપર્ટિઝમાં તાલીમ લઈ રહ્યા હતા. બંને ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics) ગેમ્સમાં ભાગ લેવા માંગતા હતા અને હવે તેઓ આ માટે જાપાન પહોંચી ગયા છે.

નિયમો અનુસાર, ઝાકિયા અને હુસૈનને બહાર કાઢતા પહેલા 96 અને 72 કલાકની અંદર બે પીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ આપવાના હતા. હનેડા એરપોર્ટ પર પહોંચ્યા બાદ બંનેને ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આઇપીસી પ્રમુખ એન્ડ્રુ પાર્સન્સ અને આઇપીસી એથ્લેટ્સ કાઉન્સિલના ચેરપર્સન ચેલ્સિયા ગોટેલે ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics) વિલેજમાં તેમનું સ્વાગત કર્યું હતું.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સમગ્ર વિશ્વએ ટેકો આપ્યો

Olympics.comના અહેવાલ મુજબ, આઈપીસીના પ્રમુખ એન્ડ્રુએ જણાવ્યું હતું કે, “12 દિવસ પહેલા અમને જાણવા મળ્યું કે અફઘાનિસ્તાન પેરાલિમ્પિક ટીમ ટોક્યો આવી શકશે નહીં. દરેક આનાથી પરેશાન હતા અને બંને ખેલાડી (Player)ઓ આનાથી નિરાશ થયા હતા. આ જાહેરાતથી વૈશ્વિક સ્તરે એક આંદોલન શરૂ થયું જેથી તે બંને અફઘાનિસ્તાનથી જાપાન સુરક્ષિત રીતે આવી શકે.

અમે હંમેશા જાણતા હતા કે, તે બંને ટોક્યો ગેમ્સમાં ભાગ લે તેવી શક્યતા છે અને તેથી જ મંગળવારે ઉદ્ઘાટન સમારોહમાં પરેડમાં અફઘાન ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ટોક્યો 2020 ના બાકીના ખેલાડીઓની જેમ, અમે પણ આશા છોડી નથી અને હવે ઝાકિયા, હુસેન 4,403 પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે વિલેજમાં છે.

એથેન્સ 2004 પછી પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનાર અફઘાનિસ્તાન (Afghanistan)થી ઝાકિયા પ્રથમ ખેલાડી હશે. ઝાકિયા તાઈકવોન્ડોમાં k44-49 કિલો વજન વર્ગમાં રમશે. તે 2 સપ્ટેમ્બરે સ્પર્ધા કરશે. હુસૈન પુરુષોની 100 મીટર T47 રેસમાં ભાગ લેવાનો હતો, પરંતુ હવે તે પુરુષોની T47 400 મીટર હીટમાં સ્પર્ધા કરશે. તે 3 સપ્ટેમ્બરે સ્પર્ધા કરશે.

આજે ભાવિનાએ મેળવેલ સિદ્ધિએ મહેસાણા સહિત ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. ભાવિના પટેલ (Bhavina Patel))ની આ પ્રથમ પેરાલિમ્પિક્સ (Paralympics) છે અને તેના પ્રથમ પ્રયાસમાં જ તેણે રમતના સૌથી મોટા મંચ પર શાનદાર કામ કર્યું છે. ભાવિના પટેલ પહેલા કોઈ પણ ભારતીય ખેલાડી પેરાલિમ્પિક ગેમ્સમાં ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યા નથી.

 

આ પણ વાંચો : Tokyo Paralympics:ગુજરાતની ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો,

આ પણ વાંચો : National Sports Day : પીએમ મોદીએ ભાવિના પટેલ સાથે ફોન પર વાત કરી, કહ્યું- ‘તમે ઇતિહાસ રચ્યો છે’

Next Article