AFG vs BAN : નકલી ઈજાના આરોપનો અફઘાન ખેલાડી ગુલબદિન નાયબે આપ્યો અદ્ભુત જવાબ

|

Jun 25, 2024 | 6:59 PM

અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપની સુપર 8 મેચમાં બાંગ્લાદેશને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. જોકે, આ જીત દરમિયાન અફઘાનિસ્તાનના ખેલાડી ગુલબદ્દીન નાયબ પર તેની ઈજાને લઈ ચીટિંગ કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેના પર તેણે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે.

AFG vs BAN : નકલી ઈજાના આરોપનો અફઘાન ખેલાડી ગુલબદિન નાયબે આપ્યો અદ્ભુત જવાબ
Gulbuddin Naib

Follow us on

T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાને ઈતિહાસ રચ્યો છે. અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને હરાવીને T20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને માત્ર 115 રન બનાવ્યા હતા અને વરસાદના કારણે મેચ 19 ઓવરની કરવામાં આવી હતી. બાંગ્લાદેશને 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને આ ટીમ માત્ર 105 રન બનાવી શકી હતી અને હારી ગઈ હતી.

ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો આરોપ

અફઘાનિસ્તાન પહેલીવાર કોઈ ICC ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પ્રવેશ્યું છે, જો કે આ ઐતિહાસિક જીત દરમિયાન તેનો ઓલરાઉન્ડર ગુલબદિન નાયબ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો. ગુલબદ્દીન નાયબ પર મેચ ધીમી કરવા માટે ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો આરોપ છે અને હવે તેણે તેનો જવાબ આપ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મેચ ધીમી કરવા ઈજાગ્રસ્ત થવાનું નાટક કર્યું?

ફિલ્ડિંગ કરતી વખતે ગુલબદ્દીન નાયબ અચાનક મેદાન પર પડી ગયો હતો. તે ન તો દોડી રહ્યો હતો કે ન બોલિંગ કરી રહ્યો હતો, તે સ્લિપમાં ઉભો હતો અને અચાનક તે પીડાથી કરગરવા લાગ્યો. તેના પર મેચ ધીમી કરવા માટે ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો આરોપ છે. ખરેખર, જ્યારે નાયબે આ કર્યું ત્યારે તે સમયે વરસાદ પડી રહ્યો હતો અને તેણે આ કર્યું ત્યારે મેચ રોકવી પડી હતી. જોકે, 5 થી 6 મિનિટ બાદ ફરી મેચ શરૂ થઈ અને અંતે બાંગ્લાદેશની હાર થઈ.

 

અશ્વિને રેડ કાર્ડ આપવાની વાત કરી

ઘણા દિગ્ગજ ખેલાડીએ ગુલબદ્દીન નાયબના આ પગલાને સહન કરી શક્યા ન હતા અને તેઓએ તેમના પર સવાલો ઉઠાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર ​​આર અશ્વિને તો ટ્વિટ કરીને તેને રેડ કાર્ડ આપવાની વાત કરી હતી. જોકે, અશ્વિનના ટ્વીટનો ગુલબદ્દીન નાયબે શાનદાર જવાબ આપ્યો હતો. ગુલબદીને ટ્વીટ કર્યું, ‘ક્યારેક સુખમાં તો ક્યારેક દુ:ખમાં હેમસ્ટ્રિંગ થાય છે’

હેમસ્ટ્રિંગના 5 મિનિટ બાદ દોડતો જોવા મળ્યો

આશ્ચર્યજનક વાત એ છે કે હેમસ્ટ્રિંગના 5 મિનિટ બાદ અફઘાનિસ્તાનની જીત થતા ગુલબદ્દીન સૌથી ઝડપી દોડી રહ્યો હતો. સામાન્ય રીતે, જ્યારે હેમસ્ટ્રિંગ ખેંચાય છે, ત્યારે કોઈપણ ખેલાડી માટે ઓછામાં ઓછા 10-12 કલાક બરાબર દોડવું લગભગ અશક્ય છે, પરંતુ ગુલબદિન નાયબ ઝડપથી દોડી રહ્યો હતો. આ જ કારણ છે કે તેના પર નકલી ઈજાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે અફઘાનિસ્તાનનો કેપ્ટન રાશિદ ખાન પોતાના ખેલાડીઓ સાથે ઉભો જોવા મળ્યો હતો. રાશિદે કહ્યું કે ગુલબદીનને દુખાવો થયો હતો. મને ખબર નથી કે તેની સાથે શું થયું અને સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી.

આ પણ વાંચો: AFG vs BAN: અફઘાનિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવા માટે ચીટિંગ કરી ? ઓસ્ટ્રેલિયન ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article