કોહલીમાં ભલે બદલાવ આવ્યો હોય, પરંતુ તેને ઉકસાવવો ઓસ્ટ્રેલીયાને ભારે પડી શકેઃ આરોન ફિંચ

Avnish Goswami

|

Updated on: Dec 15, 2020 | 12:44 PM

ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચે પોતાની ટીમને વિરાટ કોહલીથી સંભાળીને રહેવા માટે ની સલાહ આપી છે. ટેસ્ટ સીરીઝ પહેલા તેમણે સલાહ આપતા કહ્યુ છે કે, જો કેપ્ટન કોહલીને વધારે ઉકસાવ્યો તો તે બેરહેમ સાબિત થઇ શકે છે. એટલે વિરાટ કોહલીનો સામનો કરતી વખતે કાંગારુ ટીમે યોગ્ય સંતુલન જાળવવુ પડશે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ક્રિકેટના મેદાન પર […]

કોહલીમાં ભલે બદલાવ આવ્યો હોય, પરંતુ તેને ઉકસાવવો ઓસ્ટ્રેલીયાને ભારે પડી શકેઃ આરોન ફિંચ

Follow us on

ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચે પોતાની ટીમને વિરાટ કોહલીથી સંભાળીને રહેવા માટે ની સલાહ આપી છે. ટેસ્ટ સીરીઝ પહેલા તેમણે સલાહ આપતા કહ્યુ છે કે, જો કેપ્ટન કોહલીને વધારે ઉકસાવ્યો તો તે બેરહેમ સાબિત થઇ શકે છે. એટલે વિરાટ કોહલીનો સામનો કરતી વખતે કાંગારુ ટીમે યોગ્ય સંતુલન જાળવવુ પડશે.

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ક્રિકેટના મેદાન પર ની પરિસ્થતીઓ જગજાહેર છે. બંને ટીમો વચ્ચે વાકયુદ્ધ અને વિવાદ ચાલતા જ રહે છે. પાછળના પ્રવાસ વેળા પણ બંને કેપ્ટન ટિમ પેન અને વિરાટ કોહલી વચ્ચે માહોલ ગરમાગરમ બની ગયો હતો. જોકે આ વખતના પ્રવાસ વેળા વિરાટ ફક્ત પહેલી જ ટેસ્ટ માટે ટીમ સાથે હાજર રહેશે. 34 વર્ષીય ફીંચે સિડની મોર્નિંગ હેરાલ્ડ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, કેટલીક વાર મોકા આવશે તણાવ પેદા થવાના. જે વખતે સંતુલન જાળવવાની જરુર છે. કોહલીને ઉકસાવવાની જરુરત નથી, કારણ કે એમ કરવા થી વિરોધી ટીમ માટે બેરહેમ સાબિત થઇ શકે છે.

ફિંચે કહ્યુ કે, ભારતીય કેપ્ટન કોહલી હવે પહેલાના પ્રમાણમાં ઘણો જ શાંતચિત્ત થઇ ગયા છે. તેમણે કહ્યુ કે હવે તે ઘણો બદલાઇ ગયો છે. મેદાન પર ઘણો જ શાંત રહે છે અને ખેલના પ્રવાહને તે સમજે છે. ફિંચ આઇપીએલમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમે છે. વિરાટની તારીફ કરતા કહ્યુ હતુ કે, હું સૌથી વધારે હેરાન એ વાત થી હતો કે તે પોતે કેટલી તૈયારી કરે છે. જોકે તે પોતાની ટીમ થી વધારે વિરોધી પર પણ ફોકસ નથી કરતો.

Latest News Updates

Click on your DTH Provider to Add TV9 Gujarati