આઠ વર્ષથી સતત કાયમ રહયો છે રોહિત શર્માનો આ રેકોર્ડ, જાણો કયો છે રેકોર્ડ

|

Dec 03, 2020 | 11:35 AM

રોહિત શર્મા હાલ ભલે ઓસ્ટ્રેલીયા પ્રવાસ થી દૂર અને ભારતમાં ફીટનેશ પર કાર્ય કરી રહ્યો હોય. પરંતુ એક વાત ચોક્કસ છે કે તેના રેકોર્ડ તેની મહત્વતાના પુરાવા રુપે જરુર બોલતા હોય છે. લાંબા સમય થી વન ડે થી દુર રહેવા છતાં પણ તેની રમતનો એક મહત્વનો રેકોર્ડ વર્ષ 2020માં પણ કાયમ રહ્યો છે. વર્ષ દરમ્યાન […]

આઠ વર્ષથી સતત કાયમ રહયો છે રોહિત શર્માનો આ રેકોર્ડ, જાણો કયો છે રેકોર્ડ

Follow us on

રોહિત શર્મા હાલ ભલે ઓસ્ટ્રેલીયા પ્રવાસ થી દૂર અને ભારતમાં ફીટનેશ પર કાર્ય કરી રહ્યો હોય. પરંતુ એક વાત ચોક્કસ છે કે તેના રેકોર્ડ તેની મહત્વતાના પુરાવા રુપે જરુર બોલતા હોય છે. લાંબા સમય થી વન ડે થી દુર રહેવા છતાં પણ તેની રમતનો એક મહત્વનો રેકોર્ડ વર્ષ 2020માં પણ કાયમ રહ્યો છે. વર્ષ દરમ્યાન સૌથી મોટી ઇનીંગ રમવાનો તેનો સતત આઠ વર્ષ થી રેકોર્ડ થતો રહ્યો છે. જે વર્ષ 2020માં પણ કાયમ રહી શક્યો છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં તેની ગેરહાજરી છતાં રેકોર્ડ અતૂટ રહી ગયો છે.

રોહિત શર્મા છેલ્લા આઠ વર્ષ થી વન ડેમાં સૌથી વધુ રન કરનારી ઇનીંગ રમતો આવ્યો છે. તેના આ રેકોર્ડને કોઇ બેટ્સમેન આઠ વર્ષ થી પાછળ છોડી શક્યુ નથી. કોરોના વાયરસ ને લઇને આ વર્ષે આમ તો ક્રિકેટ સીરીઝ પણ કંઇ ખાસ યોજાઇ શકાઇ નથી. જાન્યુઆરી 2020માં રોહિત શર્માએ ઓસ્ટ્રેલીયા સામે બેંગ્લોરમાં 119 રનની ઇનીંગ રહમી હતી. જે વર્ષ 2020 ની કોઇ પણ ભારતીય બેટ્સમેન ની સૌથી વધુ રન ધરાવતી ઇનીંગ છે. તેના થી આગળ કોઇ જ બેટ્સમેન સ્કોર કરી શક્યો નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વર્ષ 2013 થી અત્યાર સુધી રોહિત શર્મા આ પ્રકારે સર્વોચ્ચ સ્કોર ધરાવતી ઇનીંગ રમી રહ્યો છે. પ્રતિ વર્ષ મોટી ઇનીંગના મામલામાં રોહિત ઉપર જ રહ્યો છે, તેના સ્કોરને કોઇ ભારતીય બેટ્સમેન વટાવી શક્યો નથી. વર્ષ 2013 માં 209 રન કર્યા હતા. વર્ષ 2014માં તેનો ઓલ ટાઇમ હાઇ સ્કોર 264 રન રહ્યો હતો. જ્યારે વર્ષ 2015 માં 150 અને 2016માં અણનમ 171 રન કર્યા હતા. 2017માં 208. 2018માં 152 અને 2019માં 119 રન બનાવ્યા હતા. આ સ્કોર જોઇને જ જાણી શકાય છે કે તેનુ વન ડે ક્રિકેટમાં ભારતીય ટીમમાં કેટલુ મહત્વ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article