આજે બેંગલુરૂમાં સાઉથ આફ્રિકા સામે છેલ્લી ટી-20 મેચ, વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે રહેશે રસપ્રદ હરીફાઈ

|

Sep 22, 2019 | 8:30 AM

ભારતીય ટીમ રવિવારે બેંગલુરૂમાં સાઉથ આફ્રિકાની સામે ત્રીજી અને છેલ્લી ટી-20 મેચમાં મજબૂત પ્રયત્નો કરતી જોવા મળશે. ભારતીય ટીમ સીરીઝમાં 1-0થી આગળ છે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સીરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય ટીમના 2 ધુરંધરમાં પણ રસપ્રદ રેસ જોવા મળશે. કેપ્ટન વિરાટ કોહલી ટી-20 આંતરરાષ્ટ્રીય […]

આજે બેંગલુરૂમાં સાઉથ આફ્રિકા સામે છેલ્લી ટી-20 મેચ, વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે રહેશે રસપ્રદ હરીફાઈ

Follow us on

ભારતીય ટીમ રવિવારે બેંગલુરૂમાં સાઉથ આફ્રિકાની સામે ત્રીજી અને છેલ્લી ટી-20 મેચમાં મજબૂત પ્રયત્નો કરતી જોવા મળશે. ભારતીય ટીમ સીરીઝમાં 1-0થી આગળ છે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સીરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી.

આ મેચમાં ભારતીય ટીમના 2 ધુરંધરમાં પણ રસપ્રદ રેસ જોવા મળશે. કેપ્ટન વિરાટ કોહલી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધારે રન બનાવનારાની લિસ્ટમાં ટોપ પર છે. કેપ્ટન કોહલીએ મોહાલીમાં રમાયેલી છેલ્લી મેચમાં રોહિત શર્માને પાછળ છોડી દીધા હતા. વિરાટ કોહલીએ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 2,441 રન બનાવ્યા છે, જ્યારે રોહિત શર્મા 2,434 રનની સાથે બીજા નંબર પર છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોહિત શર્મા ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં હવે વિરાટ કોહલીથી માત્ર 7 રન દુર છે. બેંગલુરૂ ટી-20 મેચ દરમિયાન જોવાની વાત એ રહેશે કે વિરાટ કોહલી સૌથી વધારે રનની સાથે ટોપ પર રહી શકે છે કે રોહિત શર્મા આગળ આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વિરાટ કોહલીએ 71 મેચમાં 2,441 રન બનાવ્યા છે. જ્યારે રોહિત શર્માએ 97 મેચમાં 2,434 રન બનાવ્યા છે. ત્યારે ત્રીજા નંબર પર માર્ટિન ગુપ્ટિલે 78 મેચમાં 2283 રન બનાવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોહલીએ બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન રોહિત શર્માને પાછળ છોડી દીધા. જ્યારે તેમને અણનમ 72 રનની ઈનિંગ રમી. રોહિત શર્મા જ્યારે રવિવારે શિખર ધવનની સાથે ઈનિંગની શરૂઆત કરવા ઉતરશે તો તેમની પાસે એક વખત ફરી સૌથી વધુ રન બનાવવાના લિસ્ટમાં પ્રથમ સ્થાન મેળવવા માટેની તક રહેશે. રોહિત શર્મા છેલ્લી મેચમાં 12 રન જ બનાવી શકયા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:28 am, Sun, 22 September 19

Next Article