મારાડોનાની અધધ સંપત્તિ માટે 16 લોકોએ વારસદાર તરીકે કર્યો દાવો, અઢળક સંપત્તિનો મામલો હવે પહોચશે કોર્ટમાં

|

Dec 10, 2020 | 4:38 PM

આર્જેંટીનાના દિગ્ગજ ડિએગો મારાડોનાના મોત બાદ હવે તેની અધધ કહી શકાય તેવી, સાડા ત્રણ અરબ ની સંપત્તિ ચર્ચાનુ કારણ બની છે. સ્ટાર ફુટબોલરે પોતાના કેરીયરમાં ખૂબ પૈસા અને સંપત્તિ કમાઇ હતી. જોકે તેમણે પોતાની કોઇ જ વસિયત નહોતુ બનાવ્યુ. આ કારણ થી જ હવે તેમના મોત બાદ સંપત્તિ પર દાવેદારી ના હક વધી ચુક્યા છે. […]

મારાડોનાની અધધ સંપત્તિ માટે 16 લોકોએ વારસદાર તરીકે કર્યો દાવો, અઢળક સંપત્તિનો મામલો હવે પહોચશે કોર્ટમાં

Follow us on

આર્જેંટીનાના દિગ્ગજ ડિએગો મારાડોનાના મોત બાદ હવે તેની અધધ કહી શકાય તેવી, સાડા ત્રણ અરબ ની સંપત્તિ ચર્ચાનુ કારણ બની છે. સ્ટાર ફુટબોલરે પોતાના કેરીયરમાં ખૂબ પૈસા અને સંપત્તિ કમાઇ હતી. જોકે તેમણે પોતાની કોઇ જ વસિયત નહોતુ બનાવ્યુ. આ કારણ થી જ હવે તેમના મોત બાદ સંપત્તિ પર દાવેદારી ના હક વધી ચુક્યા છે.

મારાડોનાની સંપત્તિના વારસદાર બનવાની રેસમાં તેમની ચાર બહેનો, પત્નિ અને 11 બાળકો સામેલ છે. સમાચારોના મુજબ ડિએગો મારાડોનાને અનેક મહિલાઓ સાથે સંબંધ રહ્યા હતા. તે કારણ થી જ તેમણે અનેક ને સત્તાવાર રીતે પોતાની ઔલાદ હોવાનો દર્જો આપ્યો હતો. મારાડોનાએ લાંબા સમય સુધી પોતાની ગર્લફ્રેન્ડ રહેલી ક્લોડિયા વિલપેન સાથે 1984માં લગ્ન કર્યા હતા. જેમને ડાલમા અને જિયાના નામની બે પુત્રીઓ છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

1995માં ડિએગો જૂનિયર નામના એક શખ્શે ઇટાલીના કોર્ટે મારાડોનાનો પુત્ર માન્યો હતો. વર્ષ 2016માં મારાડોનાએ તેની પર સહમતિ આપી હતી. આ ઉપરાંત હાલમાં જ ડિએગો ફર્નાન્ડો અને ઝાના મારાડોનાને પણ પોતાના સંતાન હોવાનો દર્જો આપ્યો હતો. આ ઉપરાંત મગાલી ગીલ અને સંતિએગો લારા પણ મારાડોનાના સંતાન હોવાના દાવા કરી ચુક્યા છે. વસિયત નહી હોવાને લઇને નિર્ણય કાનૂની રાહે જ કરવામાં આવશે.

મારાડોનાએ વર્ષ 2012માં પોતાની વસિયત તૈયાર કરી હતી, પરંતુ ચાર વર્ષ પછી તેને 2016માં ખતમ કરી દીધી હતી. આર્જેટીનાના કાનૂન મુજબ શેયર ન હોવા પર તમામ બાળકોને પણ બરાબરીનો હક્ક મળી રહેશે, મારાડોનાના નામ પર અનેક પ્રોપર્ટી છે. અનેક મોટી એમએનસીમાં તેમના શેયર છે. લકઝરી કારો અને અને તે બધુ જ મળાવીને તેમની કુલ સંપત્તિ સાડા ત્રણ અરબ થી પણ વધારે છે. એવામાં મારાડોનાની સંપત્તિ પર હક દર્શાવવા વાળોઓની સંખ્યા ઘણી જ વધારે થઇ ચુકી છે. એવામા ંજલ્દી થી જ મામલો કોર્ટમાં પહોંચવાની શક્યતાઓ લાગી રહી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article