ઈલેક્ટ્રિક કારનો વીમો ખર્ચાળ હોવાના કારણો
દેશભરમાં વધતી જતી ઈંધણની કિંમતો અને પર્યાવરણીય (Electric Car Insurance Policy) પ્રદૂષણ વિશે સામાન્ય જાગૃતિ સાથે ઈલેક્ટ્રિક કાર આપણી ડ્રાઈવિંગ જરૂરિયાતો માટે વધુ વ્યવહારુ અને લાંબા ગાળાના ઉકેલ તરીકે ઉભરીને સામે આવી છે.
દેશભરમાં વધતી જતી ઈંધણની કિંમતો અને પર્યાવરણીય (Electric Car Insurance Policy) પ્રદૂષણ વિશે સામાન્ય જાગૃતિ સાથે ઈલેક્ટ્રિક કાર આપણી ડ્રાઈવિંગ જરૂરિયાતો માટે વધુ વ્યવહારુ અને લાંબા ગાળાના ઉકેલ તરીકે ઉભરીને સામે આવી છે. આ શૂન્ય-ઉત્સર્જન વાહનોને બળતણની જરૂર નથી અને તે બેટરી પર ચાલે છે, જે જાળવવામાં ખૂબ સરળ છે. પરંતુ બળતણથી ચાલતી કારની જેમ તમે કાર વીમા વિના તમારી ઈલેક્ટ્રિક કારને ભારતીય રસ્તાઓ પર ચલાવી શકતા નથી.
ઈલેક્ટ્રિક કાર સામાન્ય રીતે મોંઘી હોય છે, પરંતુ તમારા વાહનનો અકસ્માત, ચોરાઈ જવા અથવા આવી કોઈ અન્ય દુર્ઘટના થાય છે તો કાર ઈન્સ્યોરન્સ પોલિસી તમને આર્થિક રીતે સુરક્ષિત રાખે છે. ઈલેક્ટ્રિક કાર મોંઘી હોય છે, તેથી તેની વાહન વીમા પોલિસીની કિંમત પણ સામાન્ય રીતે ઈંધણથી ચાલતી કાર કરતાં વધુ હોય છે. આ જાણવા માટે વાંચો ઈલેક્ટ્રિક કાર વીમો શા માટે મોંઘો છે અને તમે તેને કેવી રીતે ઘટાડી શકો છો.
ઈલેક્ટ્રિક વાહનો માટે કાર વીમા પોલિસીઓ મોંઘી હોવાના 3 કારણો
ઈલેક્ટ્રિક કારની વીમા કિંમત ઈંધણથી ચાલતી કાર કરતાં પ્રમાણમાં વધારે છે. અહીં તેના મુખ્ય કારણો છે:
- 1. ઈલેક્ટ્રિક કાર વધુ મોંઘી છે: ઈલેક્ટ્રિક કાર માટે કાર ઈન્સ્યોરન્સમાં વધુ ખર્ચ થવાનું પહેલું કારણ એ છે કે આ કાર તેમના ઈંધણ-સંચાલિત સમકક્ષોની તુલનામાં વધુ મોંઘી છે. ઈલેક્ટ્રિક કારો મુસાફરોને શૂન્ય-ઉત્સર્જન અને વધારે આરામ આપવા માટે અત્યાધુનિક રીતે ડિઝાઈન કરવામાં આવી છે. તેઓ મોંઘા અને નવીનતમ તકનીક પર ડિઝાઈન કરવામાં આવ્યા છે જેના કારણે તેમની કિંમત વધુ છે.
કારની ઊંચી કિંમતોના માટે ઉચ્ચ વીમાકૃત ઘોષિત મૂલ્ય (IDV)માં હોય છે, જે બદલામાં તેમના વીમા માટે વધુ પ્રીમિયમ હોય છે. ઈલેક્ટ્રિક કારની પ્રારંભિક ખરીદ કિંમત વધારે હોય છે, પરંતુ તે લાંબા ગાળે વધુ કાર્યક્ષમ અને ઓછી ખર્ચાળ સાબિત થાય છે.
- 2. વધુ રિપેરિંગ ખર્ચ: જો કે ઈલેક્ટ્રિક વાહનોને ઈંધણથી ચાલતા વાહનો કરતાં ઓછા સ્પેરપાર્ટ્સની જરૂર પડે છે, આ ભાગોના રિપેરિંગની કિંમત ઘણી વખત વધારે હોય છે
ઉદાહરણ તરીકે, આ કાર હાઈ-પાવર લિથિયમ-આર્યન બેટરી પર ચાલે છે. આ બેટરીઓને બદલવાની કિંમત કારની કુલ કિંમતના લગભગ અડધા જેટલી છે. સ્વાભાવિક રીતે, આ બેટરીઓનું સમારકામ અથવા બદલવું ખર્ચાળ છે.
આ સિવાય આ બેટરીઓ પૂર્વનિર્ધારિત સમાપ્તિ તારીખ સાથે આવે છે, જે પછી કાર માલિકે તેને બદલવાની જરૂર છે. આ કારણે વીમા કંપનીઓ ઈલેક્ટ્રિક કાર વીમા માટે વધુ પ્રીમિયમ વસૂલે છે.
- 3. વિશિષ્ટ ટેકનિશિયનોની મર્યાદિત સંખ્યા: તમે સમગ્ર દેશમાં પરંપરાગત કાર માટે મિકેનિક્સ અને નિષ્ણાતોને સરળતાથી શોધી શકો છો. પરંતુ ઈલેક્ટ્રિક કારને રિપેર કરવા માટે કુશળતા અને તકનીકી જ્ઞાનની આવશ્યકતા છે જે મેળવવી મુશ્કેલ છે.
આ સિવાય ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઈલેક્ટ્રિક કાર હજુ પણ નવી છે અને આ કાર માટે સમારકામની સુવિધાઓ મર્યાદિત છે.
ઈલેક્ટ્રિક કાર રિપેર માટે ઉપલબ્ધ કુશળ ટેકનિશિયન અને રિપેર સુવિધાઓ આ કારણોસર તેમની નિષ્ણાત સેવાઓ માટે વધુ પૈસા લે છે. તેથી વીમા કંપનીઓ ઈલેક્ટ્રિક કારનો વીમો લેવા માટે વધુ ચાર્જ લે છે.
ઈલેક્ટ્રિક ફોર વ્હીલર વીમા પ્રીમિયમ ઓછું કરવાની રીતો
ઈલેક્ટ્રિક કાર વીમા માટે પોલિસી પ્રીમિયમ માટે કેટલાક પરિબળો જવાબદાર છે જેમ કે, કવરેજની રકમ, વાહનની કિંમત, તમારો ડ્રાઈવિંગ અનુભવ, તમારું ડ્રાઈવિંગ.
પરંતુ આમાંના કેટલાક પરિબળો તમારા નિયંત્રણમાં નથી પણ તમારી ઈલેક્ટ્રિક કાર માટે વીમાની કિંમત ઘટાડવા માટે તમે એવા ઉપાય કરી શકો છો.
- 1. તમારા ઈલેક્ટ્રિક વાહનમાં સુરક્ષા સાધનો ઉમેરો: ઈલેક્ટ્રિક કારની રિપ્લેસમેન્ટ કિંમત વધુ હોય છે, તમે આવી ઘટનાઓનો અવકાશ ઘટાડવા માટે તમારા વાહનમાં એન્ટી-થેફ્ટ અને અન્ય સમાન સુરક્ષા સાધનો ઈન્સ્ટોલ કરી શકો છો.
વીમા કંપનીઓ વીમા પ્રીમિયમ ખર્ચની ગણતરી કરતી વખતે આ સુરક્ષા ઉપકરણોને ધ્યાનમાં લે છે. તેથી તમારી ઈલેક્ટ્રિક કારની સલામતીમાં વધારો તેના વીમા ખર્ચ ઘટાડવામાં ફાળો આપી શકે છે.
- 2. કારનો વીમો ઓનલાઈન ખરીદો: સૌથી વાજબી કિંમતે ઈલેક્ટ્રિક કાર ઈન્સ્યોરન્સ ખરીદવાની સૌથી સ્માર્ટ રીત તેને ઓનલાઈન ખરીદવો છે. તમે કેટલીક વીમા કંપનીઓની વેબસાઈટ પર તેમની ઈલેક્ટ્રિક કાર વીમા ઓફર્સની તુલના કરી શકો છો અને પોકેટ-ફ્રેંડલી કિંમતે મહત્તમ કવરેજ સાથે પોલિસી પસંદ કરી શકો છો.
આ સિવાય જ્યારે તમે ઓનલાઈન કાર ઈન્સ્યોરન્સ ખરીદો છો, ત્યારે તમે તે જાણવા માટે કાર ઈન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો કે ઈન્સ્યોરન્સ પોલિસી પ્રીમિયમ ઈચ્છિત કવરેજ રકમ માટે તમારા બજેટમાં ફિટ રહે છે કે નહીં. આ રીતે તમે તમારા બજેટની બહાર મોટર વીમા પોલિસી ખરીદશો નહીં.
- 3. નો-ક્લેઈમ બોનસનો ઉપયોગ કરો: દર વર્ષે જ્યારે તમે ઈન્સ્યોરન્સ ક્લેમ ફાઈલ કરતા નથી, ત્યારે તમારી ઈન્સ્યોરન્સ કંપની તમને નો-ક્લેઈમ બોનસ આપે છે. આ બોનસ તમને વીમાની રકમ ઓછી કરવામાં મદદ આવશે.જો તમે જવાબદારીપૂર્વક વાહન ચલાવો છો અને તમારા વાહનને સારી રીતે જાળવો છો તો તમે દરેક દાવા-મુક્ત વર્ષ માટે નો-ક્લેઈમ બોનસનો આનંદ માણી શકો છો. સમય જતાં આ સંચિત બોનસ તમારા વીમા પોલિસીનું પ્રીમિયમ ઘટાડશે.
- 4. નાના દાવાઓ ટાળો: જ્યારે તમે વાહનનો ઉપયોગ કરો છો, ત્યારે નાના નુકસાન અને સમારકામ સ્વાભાવિક છે. પરંતુ તમારા ઈલેક્ટ્રિક વાહન માટે જરૂરી દરેક નાના રિપેર કામ માટે વીમાનો દાવો કરવાનું ટાળો.આ રીતે, તમે દાવા-મુક્ત વર્ષ અને નો-ક્લેઈમ બોનસ મેળવવાની તમારી તકો વધારી શકો છો, જે બદલામાં પોલિસી પ્રીમિયમમાં ઘટાડો આવે છે. આથી, દર વખતે દાવો ક્લેમ કરવાને બદલે પોતાને નજીવા નુકસાન માટે ચૂકવણી કરવાની સલાહ આપવામાં આવે છે.
રેપિંગ અપ
ઈલેક્ટ્રિક કાર એ શૂન્ય-ઉત્સર્જન વાહન છે અને ઈંધણની વધતી કિંમતો અને પર્યાવરણીય ચિંતાઓનો વ્યવહારુ ઉકેલ છે. આ કારની પ્રારંભિક કિંમત ઊંચી હોવા છતાં તે લાંબા ગાળે ઓછી જાળવણી અને ખર્ચ-અસરકારક સાબિત થાય છે. ઈલેક્ટ્રિક કારની વીમા કિંમત ઈંધણથી ચાલતી કાર કરતા વધારે છે, પરંતુ તમે થોડા સરળ પગલાં લઈને તેમની પોલિસી પ્રીમિયમ ઘટાડી શકો છો.
ટાટા એઆઈજી જેવી પ્રતિષ્ઠિત વીમા કંપનીઓ તમને સતત 5 ક્લેમ-ફ્રી વર્ષ માટે તમારા કાર વીમા પ્રીમિયમ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે. વધુમાં, તેમની પાસે લગભગ 18 એડ-ઓન વિકલ્પ છે જે તમારા ખર્ચાળ ઈલેક્ટ્રિક કાર વીમા કવરેજને વધારે છે.