
બંને સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બંધ રહેશે. આ સિવાય આવતીકાલે સ્ટોક્સ, ડેરિવેટિવ્ઝ અથવા સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઇંગ (SLB) સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ અથવા સેટલમેન્ટ કરવામાં આવશે નહી.

ગુરુવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) બંધ રહેશે. જો કે, ત્યારબાદ ટ્રેડિંગ સાંજે 5 વાગ્યાથી રાત્રે 11:55 વાગ્યા સુધી શરૂ રહેશે.

ડોમેસ્ટિક (સ્થાનિક) ઇક્વિટીમાં શુક્રવારે 2 મે 2025ના રોજથી ટ્રેડિંગ કામગીરી ફરી શરૂ થઈ જશે. 2025માં શેરબજારની આગામી રજાઓમાં 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસનો અને 27 ઓગસ્ટે ગણેશ ચતુર્થીનો સમાવેશ થાય છે.