
8 મે 2025ના રોજ ક્લોઝિંગ થયા પછી ભારતીય શેરબજાર દબાણમાં આવી ગયું છે. વાત કરીએ નિફ્ટી 50ની તો તે પણ ફરી એકવાર દબાણમાં જોવા મળ્યું છે.
ઇન્ડેક્સ 24,273.80 પર ક્લોઝ થયું જેમાં 140 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે, આ ઘટાડા પછી પણ રોકાણકારોને આશા છે કે માર્કેટ 9 મેના રોજ રાહતના સમાચાર આપશે. ટેકનિકલ ઇંડિકેટર, ઓપ્શન ચેઇન ડેટા અને જ્યોતિષીય સમય સૂચવે છે કે આવનારા દિવસોમાં બજારમાં કઇંક ખાસ હલચલ થશે. આ હલચલથી રોકાણકારો સારો એવો નફો મેળવી શકે છે.
નિફ્ટી 50ના 5-મિનિટના ચાર્ટ પર નજર કરીએ તો, RSI (14) 21.83 પર હતો, જે દર્શાવે છે કે તે “ઓવરસોલ્ડ” સ્થિતિમાં છે. તેવી જ રીતે, ટ્રુ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (TSI) પણ -0.36 પર હતો, જે નકારાત્મક વલણ દર્શાવે છે. બજારના આ સંકેતથી જાણી શકાય છે કે, ટૂંક સમયમાં શોર્ટ કવરિંગ અથવા બાઉન્સ-બેક પરિસ્થિતિ જોવા મળી શકે છે. Stochastic RSI અને સ્ટોક સંકેત બંને હજુ સુધી રિવર્સલની પુષ્ટિ કરી રહ્યા નથી પરંતુ તેજી થશે તેવી શક્યતા જોવા મળી રહી છે. બસ તેમાં એક સપોર્ટ સ્તર બનેલું હોવું જોઈએ.
ઓપ્શનચેઇન ડેટા અનુસાર, ATM સ્ટ્રાઈક 24,250 છે અને મેક્સ પેઈન 24,350 છે. બીજી બાજુ PCR 0.86 છે, જે Bearish Sentimentની પુષ્ટિ કરે છે. IV પર્સેન્ટાઈલ 93 પર છે, જેનો અર્થ એ છે કે વોલેટિલિટી ખૂબ ઊંચી છે. સરળ શબ્દોમાં કહીએ તો, ઝડપી મૂવમેન્ટ થઈ શકે છે. Call બાજુએ 24400 અને 24500 પર ભારે ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે, જે આ ઝોનને મજબૂત resistance બનાવે છે. Put બાજુએ, મહત્તમ રાઇટિંગ 24000 અને 24100 થયું છે, જે મહત્વપૂર્ણ સપોર્ટ સ્તર છે.
જો નિફ્ટી 24100 થી ઉપર ટકી રહે છે, તો સવારે 10:25 થી 11:30 વાગ્યાની વચ્ચે 24200 અથવા 24250 CE ખરીદવું વધુ સારું રહેશે, જ્યાં 80 થી 120 પોઈન્ટનો વધારો જોવા મળી શકે છે. બીજી બાજુ, જો 24000 સ્તરે તૂટે છે તો 24000 PE બપોરે 12:35 થી 1:40 વાગ્યાની વચ્ચે લેવો જોઈએ, જેનો સંભવિત લક્ષ્ય 23750 સુધી જઈ શકે છે. આ સમય દરમિયાન SL (સ્ટોપ લોસ)ને સ્ટ્રિક્ટ રાખો કારણ કે વોલેટિલિટી ખૂબ ઊંચી છે અને કોઈપણ દિશામાં ઝડપી મૂવમેન્ટ થઈ શકે છે.
9 મેના રોજ નિફ્ટી નીચા સ્તરે ટ્રેડ થશે તેવી ભાવના યથાવત છે પરંતુ બજાર ચોક્કસ સમયે રાહત આપશે અને તેમાં તેજી જોવા મળશે તેવી શક્યતા છે.
(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. આથી સ્ટોક માર્કેટમાં રોકાણ કરો તે પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:50 pm, Thu, 8 May 25