LIC IPO : આગામી સપ્તાહ સુધીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરવામાં આવશે, માર્ચ પહેલા IPO લાવવા તૈયારીઓને વેગ અપાયો

|

Feb 03, 2022 | 7:23 AM

સેક્રેટરી દીપમે કહ્યું કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની મંજૂરી મળ્યા બાદ એલઆઈસીનો આઈપીઓ(LIC IPO) માર્ચ સુધીમાં માર્કેટમાં આવી શકે છે.

LIC IPO  : આગામી સપ્તાહ સુધીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરવામાં આવશે, માર્ચ પહેલા IPO લાવવા તૈયારીઓને વેગ અપાયો
ટૂંક સમયમાં LICનો IPO લાવવા તૈયારી ચાલી રહી છે.

Follow us on

LIC IPO :  સરકાર આગામી સપ્તાહ સુધીમાં માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI) પાસે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)નો ડ્રાફ્ટ ફાઈલ કરી શકે છે. સેબીની મંજૂરી બાદ કંપનીનો આઈપીઓ માર્ચમાં આવી શકે છે. એક ટોચના અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે IPOનો એક હિસ્સો એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor Investors) માટે આરક્ષિત થઇ શકે છે. ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક પ્રોપર્ટી મેનેજમેન્ટ (DIPAM) વિભાગના સચિવ તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે વીમા નિયમનકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આ પછી શેર વેચાણના કદની વિગતો આપતા દસ્તાવેજોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે.

સેક્રેટરી દીપમે કહ્યું કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની મંજૂરી મળ્યા બાદ એલઆઈસીનો આઈપીઓ(LIC IPO) માર્ચ સુધીમાં માર્કેટમાં આવી શકે છે. દરમિયાન ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ પ્રમોશન (DPIIT) ટૂંક સમયમાં જ એલઆઈસી પાસેથી સરળતાથી ડિસઈન્વેસ્ટમેન્ટ માટે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ પોલિસી (FDI)માં ફેરફાર માટે કેન્દ્રીય કેબિનેટનો સંપર્ક કરશે. આ માહિતી આપતા DPIIT સેક્રેટરી અનુરાગ જૈને જણાવ્યું હતું કે આ મુદ્દે આંતર-મંત્રાલય પરામર્શ અંતિમ તબક્કામાં છે.

સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ ઘટાડ્યો

ચાલુ નાણાકીય વર્ષ માટે ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક ઘટાડીને રૂ. 78,000 કરોડ કરાયો છે. પરંતુ આ લક્ષ્ય હાંસલ કરવા માટે LICનું લિસ્ટિંગ પણ મહત્વનું છે. સરકારે અત્યાર સુધીમાં એર ઈન્ડિયાના ખાનગીકરણ અને અન્ય સરકારી ઉપક્રમોમાં તેનો હિસ્સો વેચીને આશરે રૂ. 12,000 કરોડ એકત્ર કર્યા છે. તેમણે કહ્યું કે LICના IPO માટે દસ્તાવેજોનો ડ્રાફ્ટ (DRHP) સાતથી દસ દિવસમાં ફાઇલ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અનૌપચારિક રીતે તેઓ સેબી સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. IPO ના કદની વિગતો DRHPમાં હશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

કેબિનેટે ગયા વર્ષે જુલાઈમાં LICની પ્રારંભિક જાહેર ઓફરને મંજૂરી આપી હતી. અને તે વર્તમાન ક્વાર્ટરમાં તેનો હિસ્સો વેચવાની યોજના ધરાવે છે. અધિકારીએ જણાવ્યું હતું કે શેર અથવા ESOPs જેવા નાના મુદ્દાઓ પર આધારિત કર્મચારી લાભ યોજનાઓની વ્યાખ્યા અન્ય કાયદાઓ સાથે વિરોધાભાસ ટાળવા માટે કંપનીઓ અનુસાર ગોઠવવામાં આવી છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એકવાર સરકાર સુધારા કરશે તેઓ જરૂરી મંજૂરીઓ મેળવવા માટે વીમા નિયમનકાર, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો સંપર્ક કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કંપની રેગ્યુલેટર પાસેથી મંજૂરી મેળવ્યા પછી જ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરશે.

આ પણ વાંચો : Share Market : બજેટ બાદ સતત બીજા દિવસે શેરબજારમાં તેજી, Sensex 695 અને Nifty 203 અંકના વધારા સાથે બંધ થયા

 

આ પણ વાંચો :Budget 2022: MSP પર ખરીદી ચાલી રહી છે અને DBTથી જ ખેડૂતોને પૈસા ચૂકવવામાં આવી રહ્યા છે, તો પછી બજેટમાં આ જાહેરાતનો અર્થ શું છે?

Next Article