Closing Bell : બજાર ઘટાડા સાથે બંધ થયું , SENSEX 282 અને NIFTY 85 અંક તૂટ્યા,

|

Jun 23, 2021 | 4:09 PM

ભારતીય શેરબજાર(Stock Market)માં મજબૂત શરૂઆત છતાં ઉતાર - ચઢાવના અંતે બજાર ઘટાડો દર્જ કરી બંધ થયું (Closing Bell)હતું. બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટીની શરૂઆત લીલા નિશાનની ઉપર થઇ હતી પરંતુ વેચવાલીના પગલે મોટા ઘટાડા સાથે કારોબાર લાલ નિશાન નીચે બંધ થયો હતો.

Closing Bell : બજાર ઘટાડા સાથે બંધ થયું , SENSEX 282 અને NIFTY 85 અંક તૂટ્યા,
Stock Market

Follow us on

ભારતીય શેરબજાર(Stock Market)માં મજબૂત શરૂઆત છતાં ઉતાર – ચઢાવના અંતે બજાર ઘટાડો દર્જ કરી બંધ થયું (Closing Bell)હતું. બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટીની શરૂઆત લીલા નિશાનની ઉપર થઇ હતી પરંતુ વેચવાલીના પગલે મોટા ઘટાડા સાથે કારોબાર લાલ નિશાન નીચે બંધ થયો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 

બજાર          સૂચકઆંક                     ઘટાડો 

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

સેન્સેક્સ    52,306.08         −282.63 (0.54%)

નિફટી        15,686.95             −85.80 (0.54%)

આજના કારોબારી સત્રના અંતે બજાર નબળાઈ સાથે બંધ થયા છે. કારોબારના અંતે નિફ્ટી ૮૫ અંક તૂટીને 15,686.95 ના સ્તરે બંધ થયા છે. બીજી તરફ સેન્સેક્સએ 282 અંક ગગડીને 52306 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. કારોબારના અંતે બંને ઇન્ડેક્સમાં 0.54 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કારોબાર દરમ્યાન મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.29 ટકા સુધી લપસીને બંધ થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.23 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.58 ટકા ઘટીને બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.49 ટકાના ઘટાડાની સાથે 34,574 ના સ્તર પર બંધ થયા છે.

સવારે આજે નિફ્ટી 90 પોઇન્ટના ઉછાળા સાથે 15,862 પર ખુલ્યા છે. બીજી તરફ સેન્સેક્સે પણ જોરદાર શરૂઆત કરી હતી. તે 324 પોઇન્ટની મજબૂતી સાથે 52,912 પર ખુલ્યો હતો. પ્રારંભિક કારોબારમાં નિફ્ટીના મેટલ, આઈટી અને ઓટો ઇન્ડેક્સમાં લગભગ અડધા ટકાનો ઉછાળો નોંધાયો છે.

ગઈકાલે મંગળવારે બજાર નજીવા લાભ સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 14 અંક મુજબ 0.03% ની મજબૂતી સાથે 52,588 પર બંધ થયો હતો. નિફ્ટીએ 26 અંક અનુસાર 0.17% ની મજબૂતી સાથે 15,773 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

આજના કારોબારની હાઇલાઇટ્સ
SENSEX
Open 52,912.35
High 52,912.35
Low 52,264.12

NIFTY
Open 15,862.80
High 15,862.95
Low 15,673.95

Next Article