Pensioners માટે ખુશખબર : સરકારે તમારા માટે નવું પોર્ટલ શરૂ કર્યું જ્યાં હલ થશે પેન્શન અંગેની તમામ ફરિયાદ

જિતેન્દ્ર સિંહ પેન્શન વિભાગના મંત્રી છે. તેમણે એક બેઠકમાં કહ્યું કે સિંગલ વિન્ડો પોર્ટલ શરૂ કરવાનો હેતુ એ છે કે પેન્શનરોને તમામ માહિતી એક જ જગ્યાએ મળી રહે. જો કોઈ ફરિયાદ હોય તો તેનું નિરાકરણ પણ એ જ વિન્ડો પર કરવું જોઈએ.

Pensioners માટે ખુશખબર : સરકારે તમારા માટે નવું પોર્ટલ શરૂ કર્યું જ્યાં હલ થશે પેન્શન અંગેની તમામ ફરિયાદ
Pensioner (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 7:40 AM

પેન્શનધારકો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે સિંગલ વિન્ડો પોર્ટલ (Single window portal)શરૂ કરવાની જાહેરાત કરી હતી જ્યાં પેન્શનરો(Pensioners) અને નિવૃત્ત વરિષ્ઠ નાગરિકોને એક સાથે તમામ સુવિધાઓ મળશે. આ પોર્ટલ પર દેશભરના પેન્શનરો એકસાથે જોડાઈ શકશે. સમગ્ર દેશના પેન્શન એસોસિએશનો સંપર્કમાં રહેશે. પોર્ટલ પર પેન્શનરો તેમની માહિતી આપી શકશે. તેઓ સૂચનો પણ મૂકી શકશે અને જો કોઈ ફરિયાદ હશે તો તેઓ તેની નોંધણી પણ કરી શકશે. આ ફરિયાદ નિવારણ(Pension grievances)ને સરળ બનાવશે. ફરિયાદોના નિવારણ માટે બેંક અથવા કોઈપણ સરકારી એજન્સીમાં જવાની જરૂર રહેશે નહીં.

જિતેન્દ્ર સિંહ પેન્શન વિભાગના મંત્રી છે. તેમણે એક બેઠકમાં કહ્યું કે સિંગલ વિન્ડો પોર્ટલ શરૂ કરવાનો હેતુ એ છે કે પેન્શનરોને તમામ માહિતી એક જ જગ્યાએ મળી રહે. જો કોઈ ફરિયાદ હોય તો તેનું નિરાકરણ પણ એ જ વિન્ડો પર કરવું જોઈએ. આ વિન્ડો શરૂ થવાથી પેન્શનધારકોને અલગ-અલગ વિભાગો અને અધિકારીઓ સામે અરજી કરવાની જરૂર નહીં રહે. તમામ મંત્રાલયોના પેન્શન વિભાગોને આ પોર્ટલ સાથે જોડવામાં આવ્યા છે. જો કોઈ પેન્શનધારકને કોઈ ફરિયાદ હોય તો તે આ પોર્ટલ પર પોતાની રજુઆત મૂકશે. તેની ફરિયાદ આ પોર્ટલ દ્વારા સંબંધિત વિભાગને મોકલવામાં આવશે. પેન્શનરો અને નોડલ ઓફિસર ફરિયાદની સ્થિતિ ચકાસી શકશે. અને આ તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવશે.

પેન્શનરો માટે ડોરસ્ટેપ સર્વિસ

જિતેન્દ્ર સિંહે પેન્શનધારકોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ડોરસ્ટેપ સર્વિસ વિશે પણ વાત કરી હતી. ડોરસ્ટેપ સર્વિસની શરૂઆત સાથે, પેન્શનર માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવવાનું ખૂબ જ સરળ બની ગયું છે. નવેમ્બર 2020 માં સેવા શરૂ થઈ ત્યારથી પોસ્ટમેન દ્વારા 3,08,625 જીવન પ્રમાણપત્રો વિતરિત કરવામાં આવ્યા છે. આ તમામ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) દ્વારા જારી કરવામાં આવ્યા છે. વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈફ સર્ટિફિકેટ ઓનલાઈન સબમિટ કરવાની સુવિધા શરૂ કરી હતી. પેન્શનરોને જીવન પ્રમાણ પોર્ટલ પરથી જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધા મળી.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ઑનલાઇન DLC સબમિટ કરો

સરકારી ડેટા અનુસાર, 100 શહેરોમાં જીવન પ્રમાણપત્રો બનાવવા માટે સરકારી બેંકો દ્વારા ડોરસ્ટેપ બેંકિંગની શરૂઆત કરવામાં આવી છે અને બેંકિંગ એજન્ટો દ્વારા કરવામાં આવેલા જીવન પ્રમાણપત્રોની સંખ્યા 4,253 છે. જીવન પ્રમાણપત્રો જારી કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેકનિક લોન્ચ કરવામાં આવી છે. 29 નવેમ્બર 2021 ના ​​રોજ આ સેવા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 20,500 જીવન પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે. 2014 થી કેન્દ્ર સરકારના પેન્શનરો દ્વારા 1 કરોડથી વધુ DLC જમા કરવામાં આવ્યા છે. 2021 માં કુલ 19,80,977 DLC સબમિટ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે, જાણો નબળા રૂપિયાની તમારા પર શું થશે અસર

આ પણ વાંચો : Petrol Diesel Price Today : તમારા વાહનનાં ઇંધણની કિંમતમાં આજે વધારો થયો કે ઘટાડો? જાણો અહેવાલ દ્વારા

g clip-path="url(#clip0_868_265)">