Shukra Gochar 17 July 2021: શુક્રનું સિંહ રાશિમાં પરિભ્રમણ, જાણો આપની રાશિ પર શું થશે અસર ? કોને થશે ધનવર્ષા ?

|

Jul 17, 2021 | 8:51 AM

શુક્ર ગ્રહ 17 જુલાઈએ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરીવર્તન સવારે 9 વાગેને 13 મિનિટ પર થશે. અને 11 ઓગષ્ટ સુધી શુક્ર આ જ સ્થિતિમાં રહેશે.

Shukra Gochar 17 July 2021: શુક્રનું સિંહ રાશિમાં પરિભ્રમણ, જાણો આપની રાશિ પર શું થશે અસર ? કોને થશે ધનવર્ષા ?
Shukra gochar 2021

Follow us on

Shukra Gochar 17 July 2021: જ્યોતિષ શાસ્ત્રમાં શુકરને ધન, ઐશ્વર્ય, અને સુંદરતાનો કારક માનવમાં આવ્યો છે. વૈવાહિક જીવનમાં સુખ પણ શુક્ર ગ્રહને કારણે હોય છે. મીન રહીને શુક્ર રાશિની ઉચ્ચ રાશિ માનવમાં આવે છે અને કન્યા રાશિમાં શુક્ર નીચનો પ્રભાવ આપે છે. શુક્રનું રાશિ પરીવર્તન 17 જુલાઇએ થવા જઈ રહ્યું છે. શુક્ર ગ્રહ 17 જુલાઈએ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરીવર્તન સવારે 9 વાગેને 13 મિનિટ પર થશે. અને 11 ઓગષ્ટ સુધી શુક્ર આ જ સ્થિતિમાં રહેશે.

જ્યોતિષ શસ્ત્ર મુજબ શુક્ર ગ્રહ રૂપ-સૌંદર્ય, વિવાહ, પ્રેમ અને કામુકતાનો કારક છે. ક્રિએટિવ વસ્તુઓ, મીડિયા, એક્ટિંગ ફિલ્ડ, ડાન્સ-સિંગિંગ જેવી પ્રવૃતિઓનો કારક પણ શુક્ર ગ્રહ છે. જો કે શુક્ર સિંહ રહીમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે જેની અસર દરેક રાશિઓમાં દેખાશે. ચાલો જ્યોતિષ શાસ્ત્રો દ્વારા જાણવાની કોશિશ કરીએ કે શુક્રનું સિંહ રાશિમાં પરિભ્રમણ અન્ય રાશિ પર શું અસર કરશે ? અને કઈ મુખ્ય ચાર રાશિઓ આર્થિક રીતે વધુ મજબૂત થઈ શકશે.

મેષ: શુક્રનું પરિભ્રમણ આ રાશિના જાતકો માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યું છે. સંતાન પક્ષ માટે થઈને આ સમય અત્યંત લાભકારી માનવામાં આવી રહ્યો છે. તમામ આર્થિક સમસ્યાઓનો અંત થવા જઈ રહ્યો છે. નોકરી-વેપારમાં પણ ઘણા લાભ જણાઈ રહ્યા છે. મેષ રાશિના જાતકો માટે આ સમય ઘણો જ લાભકારી માનવમાં આવી રહ્યો છે. સિંગિંગ ફિલ્ડથી જોડાયેલા લોકો માટે વિવાહનો યોગ બની રાયો છે. શુક્રવારના દિવસે લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવાથી લાભ થશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

વૃષભ: આ રાશિના જાતકો માટે જમીનથી જોડાયેલી દરેક સમસ્યાઓનો નિકાલ થઈ શકશે. આ સમયે દરેક કાર્યોમાં અચૂક સફળતા મળવાના સંકેતો છે. કોર્ટ માં ચાલતા કેસ વગેરેના મામલામાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. માતાના સ્વાસ્થયનું ધ્યાન રાખવું. નેત્ર સબંધી રોગમાં સાવચેત રહેવું અને ડાયાબિટીઝ થવાની સંભાવના છે. શુક્રવારના દિવસે ખાંડ અથવા ચોખાનું દાન કરો.

મિથુન: શુક્રનું ભ્રમણ આ રાશીના જાતકો માટે મિશ્ર પરિણામ લાવી રહ્યું છે. ધન ખર્ચના યોગ છે. રોકાણ કરવાથી ઘણા સારા પરિણામ મળી શકે છે. ભાઈ-બહેનો સાથે તમારા સબંધી ઘણા સારા રહેશે. વૈવાહિક જીવનમાં મધુરતા આવશે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. શુક્રવારના દિવસે માં લક્ષ્મીને 7 ક્રિસ્ટલ અથવા 7 ગોમતી ચક્ર અર્પણ કરવાથી લાભ જણાશે.

કર્ક: આ રાશિના જાતકો માટે સમય શુભ સાબિત થવા જઈ રહ્યો છે. વાણી પર નિયંત્રણ રાખવું તેમજ વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવું. ઘરના કામોમાં ઘન ખર્ચ જણાશે. જમીન મકાનના કામ-કાજમાં સફળતા મળશે. પરિવારનો સહયોગ મળશે. શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું.

સિંહ: શુક્ર ગ્રહનું પરિભ્રમણ આ રાશિમાં થવા જઈ રહ્યું છે. આ સમય સિંહ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી રહેવાનો છે. આ સમય દરમ્યાન તમે તમારા લૂક્સ, કપડાં અથવા ઘર સજાવટની વસ્તુઓમાં ખર્ચ કરી શકો છો. જો કે પૈસા ઉડાવવામાં આપે ખુબજ ધ્યાન રાખવું જોશે. સિંહ રાશિના જાતકોનું સ્વાસ્થય સારું રહેશે. આ સમય દરમ્યાન એકદમ તંદુરસ્ત અનુભવશો. પ્રેમ સબંધો પણ સારા રહેશે. અને મોટા ભાગનો સમય હરવા ફરવામાં રહેશે. શુક્રવારના દિવસે માં લક્ષ્મીને 11 ગુલાબના ફૂલ અર્પણ કરીને લક્ષ્મી ચાલીસાના પાઠ કરવા

કન્યા: આ રાશીના જાતકોને થોડું સંભાળીને રહેવું પડશે. આ સમય દરમ્યાન કોઈ પણ પ્રકારના રોકાણ કરવાથી બચવું જોઈએ અને વાણી પણ સંયમ રાખવો જોઈએ. નહિતર દાંપત્યજીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. શુક્રવારે માં લક્ષ્મીને પાન અર્પણ કરો.

તુલા: શુક્ર તુલા રાશિનો સ્વામી છે. શુક્રનું ભ્રમણ આ રાશિના જાતકો માટે ઘણું લાભકારી સાબિત થવાનું છે. આ સમય દરમ્યાન આપનું હરવા-ફરવાનું ચાલુ રહેશે. લાભ પ્રપતિના યોગ બની રહ્યા છે. ઘન-સંપતિથી જોડાયેલા લાભ થવાની સંભાવનાઓ છે. આર્થિક પક્ષ મજબૂત રહેશે. ઘર પરિવાર, પાર્ટનર સાથે સારો સમય પસાર કરી શકશો. શુક્રવારના દિવસે કન્યાઓને શરબત પીવડાવાથી લાભ થશે.

વૃશ્ચિક: આ રાશિના લોકોને લાભ પ્રાપ્તિનો યોગ છે. જમીન સંપતિથી જોડાયેલી બાબતોમાં લાભ થશે. રોકાણ કરવાથી પણ ફાયદો થશે. પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. શુક્રવારના દિવસે માં લક્ષ્મીને લા અથવા ગુલાબી વસ્ત્ર અર્પણ કરો.

ઘન: શુક્રનું રાશિ ભ્રમણ આ રાશિના જાતકો માટે જીવનમાં બદલાવ લઈને આવશે. ખર્ચાઓ પર કાપ મૂકો. કોઈને પૈસા ઉધાર આપવાથી બચવું. ટૂંકી યાત્રાનો યોગ બને છે. નિયમિત રૂપે લક્ષ્મી-નારાયણની પૂજા કરો

મકર: આ રાશિના જાતકો માટે સમય સારો રહેવાની સંભાવના છે. વાદ-વિવાદથી  બચવું જોઈએ, સ્વાસ્થય સાચવવાની સલાહ આપવામાં આવે છે. શુક્રવારે ચાંદીનું દાન કરવું. જો આ શક્ય ના બને તો ખાંડ અને પાણીનું દાન કરી શકો છો.

કુંભ: આ રાશિના જાતકો માટે સમય લાભકારી રહેવાની સંભાવનાઓ છે. ધન લાભ થશે. આર્થિક પક્ષ મજબૂત થશે. બિઝનેસ પાર્ટનરથી ધન લાભ થશે. વૈવાહિક જીવનમાં મધુરતા આવશે. શુક્રવારે કન્યાઓને મીઠાઈનું દાન કરવું.

મીન: આ રાશિના જાતકો માટે સમય સામાન્ય રહેશે. આ સમય દરમ્યાન આત્મા વિશ્વાસની કમી જણાશે. તંદુરસ્તીને ખાસ સાંભળવી પડે. કારણ વગરના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા કરો. તુલસી પત્ર, ગુલાબના ફૂલ અને પીળું ચંદન અર્પણ કરવું.

 

આ પણ વાંચો: Shanidev: તમે આજ પહેલાં ક્યારેય નહીં જાણ્યા હોય શનિદેવને પ્રસન્ન કરવાના આટલાં સરળ ઉપાય

Next Article