કુંભ/મીન રાશિફળ, 6 જુલાઇ: નકામો પ્રેમ સબંધ બગાડી શકે છે કૌટુંબિક વાતાવરણ, મીન રાશિના જાતકો આજે આર્થિક રીતે મજબૂત

કુંભ/મીન રાશિફળ, 6 જુલાઇ: નકામો પ્રેમ સબંધ બગાડી શકે છે કૌટુંબિક વાતાવરણ, મીન રાશિના જાતકો આજે આર્થિક રીતે મજબૂત
Horoscope Today 6 July 2021

Aquarius and Pisces Aaj nu Rashifal Horoscope Today 6 July 2021: કુંભ રાશિ વાળાને સમાન વિચારો ધરાવનારા સાથે મુલાકાત થશે, મીન રાશિવાળા માટે આજે આર્થિક રીતે મજબુતાઈ જણાશે

TV9 GUJARATI

| Edited By: Rahul Vegda

Jul 06, 2021 | 7:14 AM

Horoscope Today 6 July 2021: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? કુંભ-મીન રાશિના જાતકોએ પોતાના દિવસ દરમ્યાન શું રાખવું પડશે ધ્યાન ? શું છે આજનો આપનો લકી નંબર, રંગ અને અક્ષર ? ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ: સમાન વિચારધારા વાળા લોકો સાથે મુલાકાત થશે. પોતાનું કોઈ ટેલેન્ટ બહાર કાઢવાનો મોકો મળશે. કોઈપણ અટકેલા મહત્વના કામ પણ સરળતાથી પૂરા કરી શકશો.

આર્થિક રીતે ફાયદો થતો જણાશે પરંતુ આવક થાય પહેલા જ ખર્ચ થતો જણાશે. કામકાજ વગર બહાર નિકળવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં સમયનો બગાડ થશે અને સામે કાઇજ પ્રાપ્ત થશે નહીં.

ધંધા રોજગારને લઈને તમે ઘણા ગંભીર જણાશો. અને તમને યોગ્ય પરિણામ પણ મળશે. નોકરીમાં કામના ભારણને લીધે ટેન્શન આવી શકે છે. તમારો વર્કલોડ અન્ય લોકો સાથે શેર કરવાનો પ્રયાસ કરો.

લવ ફોકસ- ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે. પરંતુ નકામા પ્રેમ સંબંધો તમારા પારિવારિક જીવનને નુકસાન કરી શકે છે.

સાવચેતીઓ- માથાનો દુખાવો, આધાશીશીની સમસ્યા પરેશાન કરી શકે છે. વધારે તણાવ ન લો અને સમસ્યાઓ શાંતિપૂર્ણ રીતે હલ કરો.

લકી રંગ- લાલ લકી અક્ષર – P ફ્રેંડલી નંબર – 9

મીન: નાણાકીય બાજુ થોડીક મજબૂત રહેશે. મિત્રો સાથે મુલાકાત અથવા વાતચીત સુખદ અને મનોરંજનથી ભરપૂર રહેશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતી વખતે ઘરના સભ્યોનો સહયોગ અને સલાહ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે.

કોઈપણ બાહ્ય વ્યક્તિને કૌટુંબિક બાબતમાં દખલ ન કરવા દો. આ સમયે યુવાનો પણ તેમના લક્ષ્યો પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે, જેના કારણે તેમની ભાવિ યોજનાઓ સફળ થવી મુશ્કેલ થઈ શકે છે.

મશીનરી અને ફેક્ટરીથી સંબંધિત ધંધામાં મોટો ઓર્ડર મળી શકે છે. સંપૂર્ણ મહેનત અને એકાગ્રતાથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. ઑફિસમાં એક મહત્વપૂર્ણ કામનું ભારણ પણ તમારા પર આવશે. જવાબદારીઓ વધશે.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે પરસ્પર નિકટતા રહેશે. પરંતુ વિરોધી લિંગના વ્યક્તિ સાથે કામ કરતી વખતે ધ્યાન રાખવું.

સાવચેતીઓ- વધુ પડતો વર્ક લોડ તમારા સ્વાસ્થય પર અસર કરશે. સમયાંતરે યોગ્ય આરામ કરવો અને પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે.

લકી રંગ – લીલો લકી અક્ષર – B ફ્રેંડલી નંબર – 5

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati