K.M. Chandy profile: કે.એમ.ચાંડીએ કેરળમાં સહકારી પ્રવૃતિની સ્થાપનામાં ભજવ્યો હતો મહત્વનો ભાગ

|

Jun 27, 2022 | 2:16 PM

K.M. Chandy Gujarat Governor Full Profile in Gujarati:તેમણે ગુજરાત, મધ્ય પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. ચાંડી મુખ્યત્વે કેરળમાં ઘણી મોટી સહકારી સંસ્થાઓની સ્થાપના અને વૃદ્ધિ માટે જવાબદાર હતા.

K.M. Chandy profile:  કે.એમ.ચાંડીએ કેરળમાં સહકારી પ્રવૃતિની સ્થાપનામાં ભજવ્યો હતો મહત્વનો ભાગ
K.M. Chandy Gujarat Governor Full Profile in Gujarati:

Follow us on

કિઝાક્કિલ મથાઈ ચાંડી(Kizhakkayil Mathai Chandy) (K.M. Chandy) તેમણે ગુજરાત, મધ્ય પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીના રાજ્યપાલ (Governor) તરીકે સેવા આપી હતી. ચાંડી મુખ્યત્વે કેરળમાં ઘણી મોટી સહકારી સંસ્થાઓની સ્થાપના અને વૃદ્ધિ માટે જવાબદાર હતા. તેમણે ગુજરાત, મધ્ય પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. ચાંડી મુખ્યત્વે કેરળમાં ઘણી મોટી સહકારી સંસ્થાઓની સ્થાપના અને વૃદ્ધિ માટે જવાબદાર હતા. તેમના દ્વારા વર્ષ 1953માં સૌપ્રથમ યુથ કોંગ્રેસ યુનિટની શરૂઆત કરવામાં આવી હતી. તેમણે મીનાચિલ કો-ઓપરેટિવ લેન્ડ મોર્ટગેજ બેંકની સ્થાપના કરી હતી. તેઓ પાલાઈ કો-ઓપરેટિવ માર્કેટિંગ સોસાયટીના સ્થાપક પણ હતા. કેરળ સ્ટેટ રબર માર્કેટિંગ ફેડરેશનની સ્થાપના તેમના દ્વારા 1971માં કરવામાં આવી હતી.

અંગત જીવન (Personal Life)

કિઝાક્કિલ મથાઈ ચાંડીનો જન્મ 6 ઓગસ્ટ 1921માં કોટ્ટાયમ જિલ્લાના પલાઈ ખાતે કિઝાક્કાઈલ મથાઈ અને મથાઈ મરિયમના પુત્ર તરીકે થયો હતો. તેમના પરિવારમાં 3 ભાઈઓ હતા. જેમાં પાલા કે.એમ. મેથ્યુ (ભૂતપૂર્વ સંસદ સભ્ય) છે અને તેમના એક બહેન હતા. કિઝાક્કિલ મથાઈ ચાંડીએ 1939માં 18 વર્ષની ઉંમરે મારિયાકુટ્ટી ચાંડી સાથે લગ્ન કર્યા હતા. તેમને આઠ પુત્રો અને બે પુત્રીઓ છે. ચાંડીનું  અવસાન  એર્નાકુલમમાં 7 સપ્ટેમ્બર 1998ના રોજ 77 વર્ષની વયે લિસી હોસ્પિટલમાં થયું હતું.

શિક્ષણ (Education)

કિઝાક્કિલ મથાઈ ચાંડીનું શાળાકીય શિક્ષણ તેમના હોમ ટાઉન પલાઈમાં અને કોલેજનું શિક્ષણ ચાંગનાચેરી અને ત્રિવેન્દ્રમમાં થયું હતું. તેમણે વર્ષ 1942માં અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં MA કર્યું હતું.

છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની ઈમોશનલ પોસ્ટ વાયરલ !
આજનું રાશિફળ તારીખ 05-01-2025
Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?

રાજકીય કારર્કિર્દી(Political Career)

તેમણે ગુજરાત, મધ્ય પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેઓ કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)ના ભૂતપૂર્વ પ્રમુખ અને રબર બોર્ડના અધ્યક્ષ પણ હતા. તેઓ 26 વર્ષની વયે સ્વતંત્રતા પછી રાજ્ય વિધાનસભામાં સર્વસંમતિથી ચૂંટાયા હતા અને તેઓ 1952 અને 1954માં ફરીથી ચૂંટાયા હતા. ચાંડી મુખ્યત્વે કેરળમાં ઘણી મોટી સહકારી સંસ્થાઓની સ્થાપના અને વૃદ્ધિ માટે જવાબદાર હતા. તેમના દ્વારા વર્ષ 1953માં સૌપ્રથમ યુથ કોંગ્રેસ યુનિટની શરૂઆત કરવામાં આવી હતી. તેમણે મીનાચિલ કો-ઓપરેટિવ લેન્ડ મોર્ટગેજ બેંકની સ્થાપના કરી હતી. તેઓ પાલાઈ કો-ઓપરેટિવ માર્કેટિંગ સોસાયટીના સ્થાપક પણ હતા. કેરળ સ્ટેટ રબર માર્કેટિંગ ફેડરેશનની સ્થાપના તેમના દ્વારા 1971માં કરવામાં આવી હતી. તેમણે 1966માં ભારતીય રબર ગ્રોવર્સ એસોસિએશનની સ્થાપના કરી હતી. હાલના બી. ટેક. કોચીન યુનિવર્સિટીમાં રબર ટેકનોલોજીનો કોર્સ તેમના મગજની જ ઉપજ છે. તેમના આગ્રહથી જ ભારત નેચરલ રબર પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ (ANRPC) ના સંગઠનમાં જોડાયું. તેમણે ઈન્ટરનેશનલ રબર સ્ટડી ગ્રૂપ, એસોસિએશન ઓફ નેચરલ રબર પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ (ANRPC), ઈન્ટરનેશનલ રબર રિસર્ચ ડેવલપમેન્ટ બોર્ડ લંડન, કુઆલાલંપુર, બેંગકોક, સિંગાપોર વગેરેની પરિષદોમાં ભારતમાંથી મોટી સંખ્યામાં પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

3 રાજ્યોમાં સંભાળ્યું હતું ગર્વનરનું પદ

5 મે, 1982ના રોજ તેઓ પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા. તેમને 6 ઓગસ્ટ 1983ના રોજ ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. આ પછી તેમણે 19 મે, 1984ના રોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

તેઓ તેમના આકસ્મિક મૃત્યુને કારણે તેમની આત્મકથા “જીવિતા વઝીયોરકઝચકલ” શીર્ષકથી પૂર્ણ કરી શક્યા ન હતા, પરંતુ  તેમના મૃત્યુ પછી 1999 માં લેબર (ઈન્ડિયા) પ્રકાશનો દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. તેમની આત્મકથા નો અનુવાદ “વારિકા વારિકા સહજરે” નામે થયો હતો.

 

Next Article