પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણ એઈમ્સમાં દાખલ, જાણો કોણે પ્રસાદ ખવડાવ્યો હતો

|

Aug 23, 2019 | 5:32 PM

પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેમને ઋષિકેશ સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હાલ તેમની તબિયત સારી છે. બાબા રામદેવે તેમની તબિયત અંગે જણાવ્યું કે, કોઇ વ્યક્તિ જન્માષ્ટમીનો પ્રસાદ લઇને આચાર્ય બાલકૃષ્ણ પાસે આવ્યો હતો. આ પણ વાંચોઃ VIDEO: લતા મંગેશકરના ગીત જાણીતી રાનૂ નામની મહિલા […]

પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણ એઈમ્સમાં દાખલ, જાણો કોણે પ્રસાદ ખવડાવ્યો હતો

Follow us on

પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેમને ઋષિકેશ સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હાલ તેમની તબિયત સારી છે. બાબા રામદેવે તેમની તબિયત અંગે જણાવ્યું કે, કોઇ વ્યક્તિ જન્માષ્ટમીનો પ્રસાદ લઇને આચાર્ય બાલકૃષ્ણ પાસે આવ્યો હતો.

આ પણ વાંચોઃ VIDEO: લતા મંગેશકરના ગીત જાણીતી રાનૂ નામની મહિલા હિમેશ રેશમિયા સાથે SONG ગાશે

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે ખાધા બાદ તેમને ચક્કર આવવા લાગ્યા અને બેભાન થઇ ગયા હતા. જો કે તે બાદ તેમને એમ્સમાં લાવવામાં આવ્યા. જ્યાં તેમની સારવાર કરવામા આવી. તેમના બ્લડ, યુરિન, ઇસીજી સહિતના તમામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ ટેસ્ટ નોર્મલ આવ્યા હતા. તેમને માત્ર ફૂડ પોઇઝનીંગ થયું હોવાનું ડોક્ટર્સનું કહેવું છે. હાલ તેમની તબિયત સારી છે. જો કે 24 કલાક તેમને ડોક્ટર્સના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article