કોંગ્રેસ નેતા અને મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પર જાહેરમાં ફેંકાયું ચંપલ, લોકોએ લગાવ્યા ‘મોદી-મોદી’ના નારા

|

May 09, 2019 | 2:57 PM

કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુ પર જાહેરમાં ચંપલ ફેંકવામાં આવ્યું છે. હરિયાણાના રોહતકમાં આ ઘટના બની છે. એક રેલીમાં સિદ્ધુનો દાવ ઉલટો પડી ગયો અને લોકોએ મોદી-મોદીના નારા પણ લગાવ્યા હતા. કોંગ્રેસ નેતા નવોજતસિંહ સિદ્ધુ પોતાની રેલીમાં વારંવાર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર પ્રહારો કરે છે. પરંતુ હરિયાણાનાં રોહતકની રેલીમાં એમનો આ દાવ ઉલટો પડી ગયો હતો. […]

કોંગ્રેસ નેતા અને મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પર જાહેરમાં ફેંકાયું ચંપલ, લોકોએ લગાવ્યા મોદી-મોદીના નારા

Follow us on

કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુ પર જાહેરમાં ચંપલ ફેંકવામાં આવ્યું છે. હરિયાણાના રોહતકમાં આ ઘટના બની છે. એક રેલીમાં સિદ્ધુનો દાવ ઉલટો પડી ગયો અને લોકોએ મોદી-મોદીના નારા પણ લગાવ્યા હતા.

કોંગ્રેસ નેતા નવોજતસિંહ સિદ્ધુ પોતાની રેલીમાં વારંવાર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર પ્રહારો કરે છે. પરંતુ હરિયાણાનાં રોહતકની રેલીમાં એમનો આ દાવ ઉલટો પડી ગયો હતો. સિદ્ધુ જ્યારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા. સિદ્ધુ કોંગ્રેસના ઉમેદવાર દીપેંદ્ર હુડ્ડાનો પ્રચાર કરવા માટે ગયા હતા. આ દરમિયાન જ એક મહિલાએ એમની તરફ ચંપલ પણ ફેક્યુ હતુ જે મંચ પાસે આવીને પડ્યુ હતું. ત્યારબાદ પોલીસે મહિલાને પકડીને પૂછપરછ કરી હતી.

TV9 Gujarati

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મહિલાનું નામ જીતેંદ્ર કૌર જાણવા મળી રહ્યું છે. પોલીસના કહ્યા પ્રમાણે મહિલાની સિદ્ધુ પ્રત્યેની નારાજગીને ચંપલ ફેકવા પાછળનુ કારણ માનવામાં આવી રહ્યું છે. મહિલાના કહેવા પ્રમાણે ” સિદ્ધુનો BJPમાં મેળ ન પડ્યોં તો કોંગ્રેસમાં આવી ગયા. પહેલા એ સોનીયા અને મનમોહનસિંહનો વિરોધ કરતા હતા જ્યારે હવે નરેંદ્ર મોદીનો કરવા લાગ્યા છે “. ત્યારબાદ જ્યારે સિદ્ધુ કાર્યક્રમમાંથી પાછા જઈ રહ્યા હતા તે વખતે અમુક લોકોએ તેમને કાળા ઝંડા બતાવીને મોદી-મોદીનાં નારા લગાવ્યા હતા. આ જોઈને કોંગ્રેસ કાર્યકર્તા અને નારા લગાવનાર લોકો આમને સામને આવી ગયા હતા. ટકરાવની પરિસ્થિતી સર્જાઈ હતી તે જોઈને પોલીસે પરિસ્થિતી કાબુમાં લીધી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article