ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કેમ આપ્યું રાજીનામું ? રાજીનામાનું કારણ શું ?

|

Jan 16, 2021 | 2:25 PM

દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર પાછલી પાંચ ટર્મથી સાંસદ પદે ચૂંટાતા વરિષ્ઠ નેતા મનસુખ વસાવાએ રાજીનામુ ધરી દીધું. મનસુખ વસાવાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો. જેમાં સંસદના આગામી બજેટ સત્રમાં રાજીનામું આપવાની વાત કરી. મનસુખ વસાવાએ પત્રમાં લખ્યું કે લાંબા સમયથી વફાદારીપૂર્વક કામ કર્યું છતાં કેટલીક ભૂલ થઈ છે. જેથી પક્ષને નુકસાન […]

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કેમ આપ્યું રાજીનામું ? રાજીનામાનું કારણ શું ?

Follow us on

દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર પાછલી પાંચ ટર્મથી સાંસદ પદે ચૂંટાતા વરિષ્ઠ નેતા મનસુખ વસાવાએ રાજીનામુ ધરી દીધું. મનસુખ વસાવાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો. જેમાં સંસદના આગામી બજેટ સત્રમાં રાજીનામું આપવાની વાત કરી. મનસુખ વસાવાએ પત્રમાં લખ્યું કે લાંબા સમયથી વફાદારીપૂર્વક કામ કર્યું છતાં કેટલીક ભૂલ થઈ છે. જેથી પક્ષને નુકસાન ન પહોંચે તે માટે રાજીનામું સોંપુ છે. મનસુખ વસાવાએ નાદુરસ્ત તબિયતને લઈ રાજીનામા પર મક્કમ હોવાનું નિવેદન આપ્યું. આ સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પક્ષ અને વિચારધારા માટે કામ કરતા રહેવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મનસુખ વસાવાના રાજીનામા મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સ્પષ્ટતા કરી. સી.આર. પાટીલે ક્હ્યું કે વરિષ્ઠ નેતા મનસુખ વસાવા રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પ્રધાન રહી ચુક્યા છે. વરિષ્ઠ નેતા મનસુખ વસાવા ઈકો સેન્સેટિવ ઝોનની કેટલીક જમીનોની એન્ટ્રી મુદ્દે નારાજ હતા. જો કે સમસ્યાનું નિરાકરણ ટૂંક જ સમયમાં આવી જવાનો સી.આર.પાટીલે આશાવાદ વ્યક્ત કર્યો.

Published On - 6:25 pm, Tue, 29 December 20

Next Article