લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનાર દીપ સિદ્ધુ ‘રહ્યો ના ઘરનો ના ઘાટનો’

કિસાન ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર ચડીને કેસરિયો ધ્વજ લહેરાવનાર ખેડૂત દીપ સિદ્ધુ ઘણા સમયથી ખેડૂતોના સમર્થનમાં હતો. પણ તેનો અસલી ચહેરો સામે આવતા જ અનેક લોકોએ તેનાથી અંતર બનાવવાનુ શરૂ કરી દીધુ છે.

લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનાર દીપ સિદ્ધુ 'રહ્યો ના ઘરનો ના ઘાટનો'
દીપ સિદ્ધુ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 27, 2021 | 10:44 AM

26 જાન્યુઆરીએ કિસાન ટ્રેક્ટર રેલી દરમિયાન દીપ સિદ્ધુએ લાલ કિલ્લા પરથી કેસરિયો ધ્વજ ફરકાવ્યો હતો. આ બાદ સોશીયલ મીડિયા અને રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ લોકો સની દેઓલ સાથે તેની તસ્વીર વાયરલ કરે છે. ત્યારે સની દેઓલે પણ સોશિયલ મીડિયામાં દીપને લઈને કેટલીક સ્પષ્ટતા કરી છે. બીજી બાજુ કિસાન નેતા પણ દીપ સિદ્ધુથી પોતાના છેડા ફાડતા જોવા મળી રહ્યા છે. કિસાન નેતાએ કહ્યું છે કે પંજાબી અભિનેતા દીપ સિદ્ધુએ આંદોલનકારીઓને ઉશ્કેર્યા અને એમને લાલ કિલ્લા પર લઈ ગયો.

કિસાન નેતાનો આરોપ

ભારતીય કિસાન સંઘના નેતા ગુરનમસિંહ ચઢુનીએ આરોપ લગાવ્યો છે કે ખેડૂત સંગઠનનો લાલ કિલ્લા જવાનો કોઈ કાર્યક્રમ નહોતો. દીપ સિદ્ધુએ ખેડૂતોને ઉશ્કેર્યા અને આઉટર રિંગરોડથી લાલ કિલ્લા લઇ ગયો. ખેડુતો શાંતિપૂર્ણ આંદોલન કરશે. આ આંદોલન કોઈ ધાર્મિક આંદોલન નથી.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

કીર્તિ કિસાન યુનિયનના ઉપપ્રમુખ રાજીન્દર સિંહ દીપસિંહ વાલાએ કહ્યું કે શરૂઆતથી કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલનને કોમી રંગ આપવા માંગતી હતી. દીપ સિદ્ધુએ તેમની સારી સેવા કરી છે.

સની દેઓલની સ્પષ્ટતા મારો કોઈ સંબંધ નથી દીપ સિદ્ધુએ 2019ની લોકસભાની ચૂંટણીમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ભાજપના સાંસદ અને અભિનેતા સન્ની દેઓલની સાથે તસવીર પણ જોવા મળી હતી. અને હવે આ તસ્વીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. જોકે વિવાદોના કારણે સની દેઓલે દીપ સિદ્ધુથી દુરી બનાવી લીધી છે. સની દેઓલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “લાલ કિલ્લા પર આજે જે બન્યું તે જોઈને મારું હૃદય ખૂબ જ દ્રવી ઉઠ્યું છે. 6 ડિસેમ્બરે મેં પહેલેથી જ ટ્વિટર પર સ્પષ્ટ કરી દીધું હતું કે મારા અને મારા પરિવારનો દીપ સિદ્ધુ સાથે કોઈ સંબંધ નથી. જય હિન્દ.”

Who is Deep Sidhu waving the flag across the Red Fort

કિસાનનેતા અને રાજનેતાઓએ ફાડ્યો છેડો

શરૂઆતથી જ આંદોલન સાથે જોડાયેલો છે દીપ 25 સપ્ટેમ્બરે લોકડાઉન દરમિયાન શંભુ બોર્ડર ઘણા કલાકારો સાથે દીપે ધરણા પ્રદર્શન શરૂ કર્યુ. ત્યારે તે લાઇમલાઇટમાં આવ્યો હતો. આ બાદ દીપ સિદ્ધુ ત્યાં પરમેનેન્ટ વિરોધ પર બેઠો હતો. ત્યાર બાદ તેણે એક પ્લેટફોર્મ શરૂ કર્યું અને મોટા નેતાઓને એકઠા થઈને પંજાબ માટે લડવાનું આમંત્રણ આપ્યું.

દિલ્હી ચાલો અભિયાનમાં આપ્યું હતું સમર્થન દિલ્હી ચલો અભિયાન દરમિયાન જ્યારે હરિયાણામાં બેરિકેડ તોડવાની વાત આવી ત્યારે સિદ્ધુએ ભારતીય કિસાન સંઘને સમર્થન આપ્યું હતું. વિરોધ દરમિયાન એક સુરક્ષા કર્મચારી સાથે દલીલ કરતો એક વીડિયો પણ વાયરલ થયો હતો.

RSS-BJPનો એજન્ડા ચલાવાનો આરોપ અગાઉ પણ દીપ સિદ્ધુ પર ભાજપ અને આરએસએસ સાથે એજન્ડા ચલાવવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો. સની દેઓલ અને પીએમ મોદી સાથેની તેમની તસવીરો પણ વાયરલ કરીને દીપ પર આરોપ મુકવામાં આવી રહ્યા હતા. પરંતુ દીપે આ વાતનો હંમેશા ઇનકાર કર્યો હતો. સિદ્ધુએ ઘણી વાર કહ્યું કે તેઓ માત્ર MSP માટે લડતા નથી. તેઓ આ મુદ્દાને મોટા કેનવાસ પર જોઈ રહ્યા છે.

મોકલવામાં આવ્યું સમન્સ 26 જાન્યુઆરીએ કિસાન ટ્રેક્ટર રેલી દરમિયાન દીપ સિદ્ધુએ લાલ કિલ્લા પરથી કેસરિયો ધ્વજ ફરકાવ્યો હતો. આ પછી તેને એનઆઈએ દ્વારા તેને સમન્સ આપવામાં આવ્યું છે. શિખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) કેસમાં આ નોટિસ મોકલવામાં આવી છે. સિદ્ધુએ લાલ કિલ્લાની બાજુથી ફેસબુક લાઇવ પણ કર્યું હતું. વીડિયોમાં સિદ્ધુએ પંજાબીમાં કહ્યું હતું કે ‘અમે લાલ કિલ્લા પર નિશાન સાહેબનો ધ્વજ લહેરાવ્યો છે. અમે વિરોધ કરવા માટે લોકશાહી અધિકારનો ઉપયોગ કરી રહ્યા છીએ.’

કોણ છે દીપ સિદ્ધુ કિસાન ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર ચડીને કેસરિયો ધ્વજ લહેરાવનાર માણસ પંજાબી ફિલ્મોનો સુપરસ્ટાર છે. દીપ સિદ્ધુ ઘણા સમયથી ખેડૂતોના સમર્થનમાં હતો પરંતુ અચાનક તે બધે ચર્ચામાં આવી ગયો છે. દીપ સિદ્ધુ એક પંજાબી અભિનેતા છે. 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સાંસદ અને અભિનેતા સન્ની દેઓલ સાથે જોવા મળ્યો હતો.

દીપ સિદ્ધુનો જન્મ 1984માં પંજાબના મુકતસર જિલ્લામાં થયો હતો. તેણે કાયદાનું અધ્યયન કર્યું છે. દીપ સિદ્ધુએ બાદમાં કિંગફિશર મોડેલ હન્ટ એવોર્ડ જીત્યો. અને વર્ષ 2015માં ‘રમતા જોગી’થી પંજાબી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ તો સારી ચાલી હતી પણ દીપ સિદ્ધુ લોકપ્રિયતા ફિલ્મ જોરા દાસ નમ્બરિયાથી 2018 માં મળી. દીપે આ ફિલ્મમાં ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">