23 મેના રોજ કયા-કયા નેતા આપશે મોદીનો સાથ અને કોણ કરશે મોદીનો વિરોધ? જાણો 23 મેનું પૂરુ ગણિત

|

May 18, 2019 | 12:35 PM

23 તારીખે શું થવાનું છે કે શું નથી થવાનું તેનું અનુમાન ભારતના એક એક મોહલ્લામાં થઈ રહ્યું છે. રાજનીતિના માહોલની વાત કરીએ તો રાજનૈતિક પાર્ટીઓ ચાર ગ્રૂપમાં વહેચાયેલી છે. એક પાર્ટીનું ગ્રૂપ ભાજપના નેતૃત્વવાળી NDAમાં છે, બીજુ કોંગ્રેસના નેતૃત્વવાળી UPAમાં છે, ત્રીજી પાર્ટીનું ગ્રૂપ NDA કે UPAમાં નથી પરંતુ તે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે […]

23 મેના રોજ કયા-કયા નેતા આપશે મોદીનો સાથ અને કોણ કરશે મોદીનો વિરોધ? જાણો 23 મેનું પૂરુ ગણિત

Follow us on

23 તારીખે શું થવાનું છે કે શું નથી થવાનું તેનું અનુમાન ભારતના એક એક મોહલ્લામાં થઈ રહ્યું છે. રાજનીતિના માહોલની વાત કરીએ તો રાજનૈતિક પાર્ટીઓ ચાર ગ્રૂપમાં વહેચાયેલી છે. એક પાર્ટીનું ગ્રૂપ ભાજપના નેતૃત્વવાળી NDAમાં છે, બીજુ કોંગ્રેસના નેતૃત્વવાળી UPAમાં છે, ત્રીજી પાર્ટીનું ગ્રૂપ NDA કે UPAમાં નથી પરંતુ તે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે અને ચોથુ ગૃપ એવુ છે જે અત્યાર સુધીમાં કોઇ મોટી પાર્ટી સાથે જોડાયેલા નથી.

પહેલા NDAની વાત કરીએ તો ભાજપ ગઠબંધનમાં 40 નાની-મોટી પાર્ટીઓ સામેલ છે. જેમાં 9 પાર્ટીનું વર્ચસ્વ તમામ પરિબળો નક્કી કરી શકે છે. મોટી પાર્ટીઓમાં નીતિશ કુમારની પાર્ટી JDU, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને દક્ષિણ ભારતની પાર્ટીઓની વાત કરીએ તો AIADMK, PMK અને DMDK સાથે મળી ચૂંટણી લડી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો: PM બનવાના સપના જોનારા ચંદ્રબાબૂ નાયડૂ ચૂંટણી પરિણામો પહેલા કરી રહ્યા છે વિપક્ષ સાથે તોડ-જોડ, ઝડપી તૂફાનની જેમ નિકળ્યા છે દિગ્ગજ નેતાઓને મળવા

હવે વાત કરીએ UPAની તો તેમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJD,શરદ પવારની NCP, એચ.ડી. દેવગૌડાની JDS,ઉપેન્દ્ર કુશવાહાની RLSP, એમ.કે. સ્ટાલિનની DMK,બદરૂદ્દીન અજમલની AIUDF અને શિબૂ સોરેનની JMM મુખ્ય પાર્ટીઓ છે.

ત્રીજી પાર્ટીના ગ્રૂપની વાત કરીએ તો તે ભાજપના વિરોધમાં છે અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. જેમા માયાવતીની BSP, અખિલેશ યાદવની SP, મમતા બેનર્જીની TMC, સિતારામ યેચુરીની CPIM, અરવિંદ કેજરીવાલની AAP અને ચંદ્રબાબૂ નાયડૂની TDPનો સમાવેશ થાય છે.

TV9 Gujarati

 

ચોથી પાર્ટીના ગ્રૂપની વાત કરીએ તો તેમા ત્રણ મુખ્ય નેતાઓ સામેલ છે. જેમાં ઓડિસાના મુખ્યમંત્રી અને BJDના પ્રમુખ નવિન પટનાયક, તેલંગાણાના મુખ્યમંત્રી અને TRSના પ્રમુખ ચન્દ્રશેખર રાવ અને YSR કોંગ્રેસ પ્રમુખ જગનમોહન રેડ્ડીનો સમાવેશ થાય છે. NDA કે UPAને જો બહુમત નહિ મળે તો ઉપરોક્ત નેતાઓ કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article