Gujarati NewsPoliticsWestbengal vehicles parked near amit shahs rally venue in east midnapore vandalized amit shahni bangal rallyma vahnone aag lgavine todfod karai
બંગાળમાં મિદનાપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે રેલી કરી હતી. તે દરમિયાન રેલીની બહાર ઉભા રાખેલાં વાહનોમાં આગ લગાડી દેવામાં આવી હતી. કેટલાંક વાહનોના કાંચ તોડી દેવાયા હતાં. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ જ્યારે બંગાળના ઈસ્ટ મિદનાપુર ખાતે રેલી યોજી રહ્યાં હતાં ત્યારે બહાર ઉભા રાખેલાં વાહનોમાં અજાણ્યા શખ્સો દ્વારા આગ લગાવી […]
બંગાળમાં મિદનાપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે રેલી કરી હતી. તે દરમિયાન રેલીની બહાર ઉભા રાખેલાં વાહનોમાં આગ લગાડી દેવામાં આવી હતી. કેટલાંક વાહનોના કાંચ તોડી દેવાયા હતાં.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ જ્યારે બંગાળના ઈસ્ટ મિદનાપુર ખાતે રેલી યોજી રહ્યાં હતાં ત્યારે બહાર ઉભા રાખેલાં વાહનોમાં અજાણ્યા શખ્સો દ્વારા આગ લગાવી દેવામાં આવી હતી. અન્ય વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘણાં બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો કે આ તોડફોડ પોલીસની હાજરીમાં કરવામાં આવી હતી અને તે સમયે પોલીસ મૂકદર્શક બનીને તમાશો જોઈ રહી હતી.
#WestBengal : Vehicles parked near Amit Shah's rally venue in East Midnapore, vandalized. BJP's Rahul Sinha has alleged that TMC is behind the attack.#TV9Newspic.twitter.com/NAg2DYxn3t
ભારતીય જનતા પાર્ટીના નેતા રાહુલ સિન્હાએ આ બાબતે કહ્યું કે અમારી શક્તિ જોઈને ટીએમસી ડરી ગઈ છે અને આ બધી ઘટના પોલીસની હાજરીમાં જ થઈ છે. રાહુલ સિન્હાએ આરોપ લગાવ્યો કે આ તોડફોડમાં મહિલાઓને પણ છોડવામાં આવી નથી અને જોવામાં આવી રહ્યું છે કે બસના કાંચ તોડી દેવામાં આવ્યાં છે. કેટલાંક મોટર સાઈકલમાં પણ આગ ચાંપી દેવાય છે.