West Bengal Violence : નંદીગ્રામના રિટર્નિંગ ઓફિસરને મળી સુરક્ષા, મહિલા આયોગની ટીમ બંગાળની મુલાકાત લેશે

|

May 04, 2021 | 7:43 PM

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પરિણામો બાદ ચાલુ રહેલી હિંસા પર રાષ્ટ્રીય મહિલા પંચે કાર્યવાહી કરી છે. એટલું જ નહીં મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માની આગેવાની હેઠળની ટીમ બંગાળ પ્રવાસ કરશે. આ ઉપરાંત નંદિગ્રામમાં જે અધિકારી રીટર્નિંગ ઓફિસર છે તેમને રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. સરકારે આ માહિતી ચૂંટણી પંચને આપી છે. આયોગે રાજ્યની મમતા બેનર્જી સરકારને નંદિગ્રામના રીટર્નિંગ અધિકારીને પૂરતી સુરક્ષ પૂરી પાડવા જણાવ્યું હતું.

West Bengal Violence : નંદીગ્રામના રિટર્નિંગ ઓફિસરને મળી સુરક્ષા, મહિલા આયોગની ટીમ બંગાળની મુલાકાત લેશે
મહિલા આયોગની ટીમ બંગાળની મુલાકાત લેશે

Follow us on

West Bengal Violence :  West Bengal માં વિધાનસભાની ચૂંટણી પરિણામો બાદ ચાલુ રહેલી હિંસા પર રાષ્ટ્રીય મહિલા પંચે કાર્યવાહી કરી છે. એટલું જ નહીં મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માની આગેવાની હેઠળની ટીમ બંગાળ પ્રવાસ કરશે. મહિલા આયોગ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાઓ વિરુદ્ધ થતી હિંસક ઘટનાઓની તપાસ માટે ટીમ મુલાકાત લેશે. મહિલા આયોગે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, નંદીગ્રામમાં મહિલાઓ પર થતી હિંસા અંગે જાતે નોંધ લેતા પંચે તપાસની માંગ કરી છે. ડીજીપીને લખેલા પત્રમાં આયોગના વડા રેખા શર્માએ મહિલાઓ વિરુદ્ધ હિંસાના આરોપીઓ સામે તાકીદે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મહિલા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ટ્વિટર પર કમિશને આવી ઘણી પોસ્ટ્સ જોઇ છે જેમાં મહિલાઓ સાથે  નંદીગ્રામમાં હિંસા થઈ રહી છે. મહિલા કમિશનને આવી તસવીરોથી દુખ થયું છે. આનાથી રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અંગે પણ સવાલ ઉભા થયા છે. પંચના વડા રેખા શર્માએ West Bengal  ના ડીજીપીને એક પત્ર લખીને મહિલાઓ વિરુદ્ધ હિંસાના આરોપીઓ સામે તાકીદે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેઓએ આ ઘટનાઓની તપાસ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની પણ માંગ કરી છે. આ ઉપરાંત પ્રમુખ રેખા શર્માના નેતૃત્વ હેઠળની એક ટીમ પણ આ મામલાની તપાસ માટે બંગાળની મુલાકાતે જઇ રહી છે.

આટલું જ નહીં, નંદિગ્રામમાં જે અધિકારી રીટર્નિંગ ઓફિસર છે તેમને રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. સરકારે આ માહિતી ચૂંટણી પંચને આપી છે. આયોગે રાજ્યની મમતા બેનર્જી સરકારને નંદિગ્રામના રીટર્નિંગ અધિકારીને પૂરતી સુરક્ષ પૂરી પાડવા જણાવ્યું હતું. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બંગાળ પહોંચ્યા છે. રાજ્યમાં પહોંચતાની સાથે જ તેઓ ભાજપના કાર્યકરોના ઘરે હિંસા પીડિતોને મળ્યા છે. એટલું જ નહીં, તે હિંસામાં માર્યા ગયેલા ભાજપના કાર્યકરોના સંબંધીઓને પણ મળવા જઈ રહ્યા છે. કોલકાતા એરપોર્ટ પહોંચતાં નડ્ડાએ કહ્યું કે રાજ્યમાં હિંસા અને આતંકનું વાતાવરણ છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

તેમણે કહ્યું કે બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ જે ઘટનાઓ બની છે તેનાથી આપણે ચિંતિત અને આશ્ચર્ય પામીએ છીએ. મેં ભારતના ભાગલા વખતે જ આવી ઘટનાઓ સાંભળી હતી. સ્વતંત્ર ભારતમાં ચૂંટણીના પરિણામો પછી આવી હિંસા આપણે કદી જોઇ ન હતી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે ફોન પર વાત કરીને ચિંતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, ભાજપે હિંસાની સીબીઆઈ તપાસની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે.

Published On - 7:33 pm, Tue, 4 May 21

Next Article