West Bengal: શુભેન્દુ અધિકારીએ પૂર્વ મેદનીપુરના એસપીને આપી ધમકી, કહ્યું- કાશ્મીર ટ્રાન્સફર કરાવી દઈશ

|

Jul 20, 2021 | 4:59 PM

શુભેન્દુ અધિકારીએ ( Suvendu Adhikari ) કહ્યુ કે, મારી પાસે એ બધા કોલની ડિટેઈલ અને રેકોર્ડીગ છે. જે તમારી ઓફિસમાં ભત્રીજા ( ટીએમસીના નેતા અભિષેક બેનર્જી ) દ્વારા કરવામાં આવી છે. જો તમારી પાસે રાજ્ય સરકારનું રક્ષણ છે તો મારી પાસે કેન્દ્ર સરકાર છે. એવુ ના માનશો કે ભાજપ બિચારુ બાપડુ છે.

West Bengal: શુભેન્દુ અધિકારીએ પૂર્વ મેદનીપુરના એસપીને આપી ધમકી, કહ્યું- કાશ્મીર ટ્રાન્સફર કરાવી દઈશ
શુભેન્દુ અધિકારીએ પૂર્વ મેદનીપુરના એસપીને આપી ધમકી, કહ્યું- કાશ્મીર ટ્રાન્સફર કરાવી દઈશ

Follow us on

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં (West Bengal Assembly) વિપક્ષી નેતા અને નંદીગ્રામના ભાજપના ધારાસભ્ય, શુભેન્દુ અધિકારી (Suvendu Adhikari) તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે સમાચારમાં ચમકી રહ્યા છે. તાજેતરમાં, તેમણે બંગાળમાં (Bengal) ભાજપના (BJP) પરાજય પાછળ કેટલાક નેતાઓ જવાબદાર ગણાવ્યા હતા. અને હવે પૂર્વ મેદિનીપુરના પોલીસ અધિક્ષક (SP) ને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તમે આવું કોઈ કામ ના કરો, જેના કારણે તમારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અથવા બારામુલ્લામાં ફરજ કરવા જવુ પડે.

ઘણા કેસમાં મમતા બેનર્જીની સરકાર તેમની વિરુદ્ધ તપાસ કરી રહી છે. વર્ષ 2018 માં સિક્યુરિટી ગાર્ડની હત્યાના કેસમાં સીઆઈડી તપાસ કરી રહી છે. આ મામલે પોલીસ અધિકારીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત કાંથી કો ઓપરેટીવ બેંકમાં કથિત ગેરરીતિની ફરિયાદ પર રાજ્ય સરકારે પણ કોલકાતા હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસમાં જોડાઈ છે. આ બેંકના અધ્યક્ષ શુભેન્દુ અધિકારી હતા.

શુભેન્દુએ કહ્યું કે મારી પાસે કોલની વિગતો છે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શુભેન્દુ અધિકારીએ કહ્યું, “મારી પાસે તે બધા કોલ્સની વિગતો અને રેકોર્ડિંગ્સ છે, જે તમારી ઓફિસમાં ભત્રીજા (ટીએમસી નેતા અભિષેક બેનર્જી ) દ્વારા કરવામાં આવ્યા છે. જો તમને રાજ્ય સરકારનો ટેકો છે, તો મારી પાસે કેન્દ્ર સરકાર છે. એવું ન માનો કે ભાજપ નબળું છે. 9 ઓગસ્ટે લગભગ 1 લાખ લોકોની ભીડ એસપી ઓફિસની બહાર એકત્ર થશે અને રાજ્ય સરકાર સામે વિરોધ કરશે. આ વિરોધ પ્રદર્શન યોજવાનો હેતુ રાજ્ય સરકાર ઉપર દબાણ લાવવાનો રહેશે.

પોલીસ કાર્યવાહીથી શુભેન્દુ ચોંકી ઉઠ્યા

શુભેન્દુ અધિકારી સામે પોલીસ અધિકારી સતત તપાસ કરી રહી છે. પોતાની સામે પોલીસ તપાસથી શુભેન્દુ રોષે ભરાયા છે. તેમને લાગે છે કે રાજ્ય સરકાર જાણી જોઈને ફસાવી રહી છે. શુભેન્દુ અધિકારીએ અનેક વખત નિવેદનો આપ્યા છે કે, નંદિગ્રામમાં હારથી ચોંકી ગયેલી મમતા બેનર્જી તેમને વિવિધ કેસોમાં ફસાવવા પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં તેમણે રાજ્યપાલ જગદીપ ધનઘરને તેમજ કેન્દ્રના ભાજપના નેતાઓ સમક્ષ પણ ફરિયાદ કરી હતી.

 

Next Article