West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં શનિવારે પ્રથમ તબક્કામાં 30 બેઠકો પર મતદાન, 191 ઉમેદવારો મેદાનમાં

|

Mar 26, 2021 | 5:23 PM

પશ્ચિમ બંગાળમાં શનિવારે( 27 માર્ચ) ના રોજ પ્રથમ તબક્કાનું  મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 30 બેઠકો માટે 191 ઉમેદવારો મેદાનમાં છે પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કામાં જ્યાં ટીએમસીની વિશ્વસનીયતા દાવ પર છે. તેમજ ભાજપ રાજ્યમાં સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું  છે.

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં શનિવારે પ્રથમ તબક્કામાં 30 બેઠકો પર મતદાન, 191 ઉમેદવારો મેદાનમાં
પશ્ચિમ બંગાળમાં શનિવારે પ્રથમ તબક્કામાં 30 બેઠકો પર મતદાન

Follow us on

West Bengal Election 2021:  પશ્ચિમ બંગાળમાં શનિવારે( 27 માર્ચ) ના રોજ પ્રથમ તબક્કાનું  મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 30 બેઠકો માટે 191 ઉમેદવારો મેદાનમાં છે પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કામાં જ્યાં ટીએમસીની વિશ્વસનીયતા દાવ પર છે. તેમજ ભાજપ રાજ્યમાં સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું  છે. જેના પગલે રાજકીય પક્ષોએ ચુંટણી પ્રચારના અંતિમ દિવસે સંપૂર્ણ જોર લગાવી દીધું હતું. પશ્ચિમ બંગાળમાં કુલ આઠ તબક્કામાં મતદાન યોજાવવાનું છે અને તેનું પરિણામ બીજી મેના રોજ જાહેર થશે.

પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાના 5 જિલ્લાઓની 30 બેઠકો પર ચૂંટણી

West Bengal ના પ્રથમ તબક્કામાં શનિવારે બાંકુરા, પુરૂલિયા, ઝારગ્રામ, પશ્ચિમ અને પૂર્વ મિદનાપુર જિલ્લાના પાંચ જિલ્લાઓની 30  બેઠકો પર મતદાન થશે. જંગલ મહેલ વિસ્તાર તરીકે ઓળખાતા આ વિસ્તારોમાં આદિજાતિ સમુદાયના મતો મહત્વના માનવામાં આવે છે. આ વિસ્તાર એક સમયે ડાબેરી પક્ષોનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો. પરંતુ ટીએમસી છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીઓથી અહીંથી જીતી મેળવે છે. જો કે 2019 ની લોકસભાની ચૂંટણીમાં ટીએમસીના ગઢમાં ભાજપ ગાબડું પાડવામાં સફળ રહ્યું હતું. આ સ્થિતિમાં આ 30 બેઠકોની ચૂંટણીઓ એકદમ રસપ્રદ બની છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ બેઠકો પર ટીએમસીએ વર્ષ 2016માં કલીન સ્વીપ મેળવી હતી  

West Bengal  માં પ્રથમ તબક્કામાં 30 બેઠકો પર મતદાન થવાનું છે. જયારે 2016 ની ચૂંટણીમાં ટીએમસીએ અહીં લગભગ ક્લીન સ્વીપ કર્યું હતું. 30 બેઠકોમાંથી ટીએમસીએ 27 બેઠકો જીતી હતી જ્યારે ભાજપ ખાતું ખોલાવી શક્યું ન હતું. તે જ સમયે કોંગ્રેસે બે બેઠકો પર કબજો કર્યો હતો જ્યારે એક બેઠક પર રેવોલ્યુશનરી સોશયલિસ્ટ પાર્ટીએ જીત મેળવી હતી.જ્યારે આ વખતના રાજકીય સમીકરણ થોડા અલગ છે. જ્યારે આ વખતે એક પણ બેઠક જીતી ન શકનાર ભાજપને આ વખતે મોટી આશા છે.

બંગાળના પ્રથમ તબક્કાની ચૂંટણીની વીઆઈપી બેઠક

બંગાળના પહેલા તબક્કામાં ભાજપે પુરૂલિયા બેઠક પર કોંગ્રેસ છોડીને આવનારાય સુદિપ મુખર્જીને મેદાનમાં ઉતાર્યા છે, જેની સામે કોંગ્રેસે પ્રીતમ બેનર્જી અને ટીએમસી પર સુજય બેનર્જી પર દાવ લગાવ્યો છે. બે વખત કોંગ્રેસના ધારાસભ્ય નેપાળ ચંદ્ર મહતો ફરી એકવાર બાંધમૂન્ડી બેઠક પર ટીએમસીમાંથી સુશાંત મહતોની સામે નસીબ અજમાવી રહ્યા છે. જ્યારે ભાજપ આ બેઠક તેના સાથી AJSU માટે છોડી દીધી છે, જે આશુતોષ મહતો પર આધાર રાખે છે.

ખડગપુર વિધાનસભા બેઠક ખૂબ જ હાઇ પ્રોફાઇલ

આ  ચૂંટણીમાંખડગપુર વિધાનસભા બેઠક ખૂબ જ હાઇ પ્રોફાઇલ માનવામાં આવે છે, જે ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષના સંસદીય ક્ષેત્રમાં આવે છે. અહીં ટીએમસીના દિનેન રોય અને ભાજપના તપન ભુયા વચ્ચે હરીફાઈ છે. મેદનીપુર બેઠક પર ભાજપના સામિત કુમાર દાસની વિરુદ્ધ, ટીએમસીએ તેના સીટીંગ ધારાસભ્ય મૃગિન્દ્રનાથ મૈઅતીની જગ્યાએ અભિનેતા જૂન મલિહાને મેદાનમાં ઉતાર્યા છે. ખેજરી બેઠક પર ભાજપના સાંતનુ પ્રમાણિક અને સીપીએમના હિમાંગ્સુ દાસ છે. જ્યારે ટીએમસીએ તેના ધારાસભ્ય રણજિત મંડળની જગ્યાએ પાર્થ પ્રીતમદાસને ટિકિટ આપી છે.

Published On - 5:14 pm, Fri, 26 March 21

Next Article