West Bengal: કોંગ્રેસ જ ભાજપને ટક્કર આપી શકે છે, દાર્જિલિંગમાં ચૂંટણી રેલીમાં સંબોધન કરતા બોલ્યા રાહુલ ગાંધી

|

Apr 14, 2021 | 11:39 PM

બંગાળમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈશારા-ઈશારમાં સાફ કરી દીધું છે કે કોંગ્રેસ જ ભાજપને ટક્કર આપી શકે છે. તેમને કહ્યું કે નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ માત્ર તે જ ઉભા થઈ શકે છે.

West Bengal: કોંગ્રેસ જ ભાજપને ટક્કર આપી શકે છે, દાર્જિલિંગમાં ચૂંટણી રેલીમાં સંબોધન કરતા બોલ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (File Image)

Follow us on

બંગાળમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈશારા-ઈશારમાં સાફ કરી દીધું છે કે કોંગ્રેસ જ ભાજપને ટક્કર આપી શકે છે. તેમને કહ્યું કે નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ માત્ર તે જ ઉભા થઈ શકે છે. ત્યારે બંગાળની ચૂંટણીમાં ઉતરેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે ભાજપ તેમને કંટ્રોલ નથી કરી શકતી, તે ભાજપની વિરૂદ્ધ ઉભા થઈ શકે છે, કારણ કે તેમને પોતાના જીવનમાં ક્યારેય પણ એક રૂપિયાની ચોરી નથી કરી. આ કારણ છે કે રાહુલ ગાંધી ડર વગર નરેન્દ્ર મોદીની સામે ઊભા થઈ શકે છે.

 

રાજકીય કોરિડોરમાં ત્રીજા મોરચા પર ચર્ચા ખૂબ જ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ મમતા બેનર્જી ત્રીજા મોરચાને એકઠો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. હાલમાં જ તેમને તમામ વિપક્ષી પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓ, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ છે, તેમને ચિઠ્ઠી પણ લખી હતી, જેમાં લખ્યું હતું કે લોકતંત્ર પર ભાજપની વિરૂદ્ધ એકજૂટ થવા અને પ્રભાવી સંઘર્ષનો સમય આવી ગયો છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

 

રાહુલ ગાંધીએ ઈશારાઓમાં કોંગ્રેસના વલણને સ્પષ્ટ કર્યું છે. બંગાળના દાર્જિલિંગ ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે યાદ રાખો TMCએ ભાજપની સાથે ગઠબંધન કર્યુ હતું. આ ફરક છે અમારામાં અને તેમનામાં, કંઈ પણ થઈ જાય અમારી વિચારધારાની લડાઈ છે, અમે તેની સાથે સમાધાન નહીં કરીએ. અમે તેમનો હાથ ક્યારેય નહીં પકડીએ. પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ સાફ કર્યુ કે વડાપ્રધાન મોદીની વિરૂદ્ધ માત્ર તે જ ઉભા છે.

 

 

પાંચમાં ચરણ માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા રાહુલ ગાંધીએ બંગાળમાં આજે દાર્જિલિંગ સિવાય ગોલપોખરમાં પણ જનસભા કરી. ગોલપોખરની રેલીમાં ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે કોંગ્રેસ માત્ર સંગઠન નથી પણ એક વિચારધારા પણ છે. RSS અને ભાજપ એક સંગઠન છે પણ તે એક વિચારધારા પણ છે. તેમની વિચારધારાએ આપણા સૌથી મોટા લીડરની હત્યા કરી છે. આપણા ગુરૂની હત્યા કરી છે- મહાત્મા ગાંધીજીની હત્યા કરી છે.

 

બંગાળને વહેંચવા માંગે છે ભાજપ

બંગાળની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ રેલી કરવા પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું કે જે વિચારધારા ભાજપ બંગાળમાં ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે, તે જ વિચારધારા અસમ દ્વારા તમિલનાડુમાં પણ ફેલાવી રહી છે. નફરત અને હિંસા તેમની પાસે આ સિવાય કંઈ છે જ નહીં, તે બંગાળને વહેંચવા માંગે છે, તોડવા ઈચ્છે છે.

 

લોકોને નથી મળી રહ્યો રોજગાર

બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર હુમલો કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે કામ શોધવા ત્યાંથી લાખો લોકો બહાર જાય છે, કામ ના તો મોદીજી આપે છે, ના તો મમતા બેનર્જી આપે છે. થોડું જે કામ મળે છે, તેના માટે તમારે પહેલા પૈસા આપવા પડે છે.

 

આ પણ વાંચો: Delhi Corona Update : દિલ્હીમાં કોરોનાના રેકોર્ડબ્રેક 17 હજારથી વધુ નવા કેસ, 15 એપ્રિલે કેજરીવાલની LG સાથે મહત્વની બેઠક

Next Article