West Bengal Election 2021: મમતા બેનર્જીને મોટો આંચકો, ટિકિટ આપ્યા બાદ પણ સરલા મુર્મુએ છોડી ટીએમસી, હવે ભાજપ બનાવશે ઉમેદવાર

|

Mar 08, 2021 | 2:12 PM

West Bengal Election 2021 : ટીએમસીના સરલા મુર્મુએ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો આંચકો આપ્યો છે અને ટીએમસી છોડી દીધી છે. મોટી વાત એ છે કે મમતાએ તેમને હબીબપુર મત વિસ્તારમાંથી ટિકિટ પણ આપી હતી.

West Bengal Election 2021: મમતા બેનર્જીને મોટો આંચકો, ટિકિટ આપ્યા બાદ પણ સરલા મુર્મુએ છોડી ટીએમસી, હવે ભાજપ બનાવશે ઉમેદવાર
West Bengal Elections

Follow us on

West Bengal Election 2021 : રાજકારણમાં કોઇ કોઈનું સગું નથી. તેમજ રાજકારણમાં ક્યારે શું બનશે તેની કોઇને ખબર નથી. તેનું તાજું ઉદાહરણ West Bengal ના રાજકારણમાં જોવા મળે છે. જેમાં ટીએમસીના સરલા મુર્મુએ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીને મોટો આંચકો આપ્યો છે અને ટીએમસી છોડી દીધી છે. મોટી વાત એ છે કે મમતાએ તેમને હબીબપુર મત વિસ્તારમાંથી ટિકિટ પણ આપી હતી.

ટીએમસીમાં ટિકિટ મળવા છતાં પાર્ટી છોડવાનો પ્રથમ  કેસ

સરલા મુર્મુને ટીએમસીમાંથી હબીબપુર મત વિસ્તારથી ટિકિટ મળી હોવા છતાં ભાજપમાં જોડાશે. ટીએમસીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તે હબીબપુર વિધાનસભા બેઠક માટેના પોતાના ઉમેદવારને બદલી રહી છે. કારણ કે સરલા મુર્મુની તબિયત નબળી છે. ટીએમસી માટે આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ નેતાએ ટિકિટ મળવા છતાં પાર્ટી છોડી દીધી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ટીએમસીએ હવે પ્રદીપ બાસ્કીને નવા ઉમેદવાર બનાવ્યા છે

ટીએમસીએ હવે પ્રદીપ બાસ્કીને હબીબપુર બેઠક પરથી નવા ઉમેદવાર બનાવ્યા છે. માલદા જિલ્લામાં 26 અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં મતદાન થશે. માલદા જિલ્લામાં 12 વિધાનસભા બેઠકો છે. 2019ની ચૂંટણીમાં આ જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસનો માહોલ હતો અને ભાજપના ખાતામાં 2 બેઠકો હતી. કોંગ્રેસે મહત્તમ 8 બેઠકો જીતી હતી. બેઠકોની દ્રષ્ટિએ ભાજપ બીજા સ્થાને રહી હતી. સીપીઆઈ (એમ) અને અપક્ષોએ એક-એક બેઠક જીતી હતી.

294 માંથી 291 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત

આ ચૂંટણીમાં ટીએમસીએ ઉમેદવારોમાં અનેક હસ્તીઓ, મહિલાઓ અને યુવાનોને પ્રાધાન્ય આપ્યું છે. પાર્ટીએ 294 માંથી 291 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેમજ સાથી પક્ષોને ત્રણ બેઠકો આપી છે.

કેટલાં તબક્કામાં બંગાળની કેટલી બેઠકો પર ચૂંટણી?

West Bengal  માં પ્રથમ તબક્કામાં 27 માર્ચે પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાંથી 30 બેઠકો પર મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 1 એપ્રિલે 30 બેઠકો પર, ત્રીજા તબક્કામાં 31 એપ્રિલે 31 બેઠકો, 10 એપ્રિલના રોજ ચોથા તબક્કામાં 44 બેઠકો, 17 મી એપ્રિલના રોજ પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલના રોજ 43 બેઠકો પર, 26 મી એપ્રિલના રોજ સાતમા તબક્કામાં 36 બેઠકો પર અને 29 એપ્રિલના રોજ આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

Next Article