West Bengal Election Results 2021 : ડાબેરીઓના ગઢને ધ્વસ્ત કરી 100 બેઠક નજીક પહોંચ્યું ભાજપ, દીદી પર વરસી બંગાળની મમતા

|

May 02, 2021 | 2:17 PM

West Bengal Election Results 2021 : પશ્ચિમ બંગાળની ચૂંટણીની મતગણતરીના પ્રારંભિક વલણો અનુસાર 10 વર્ષથી સત્તામાં રહેલી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને બહુ નુકસાન થતું નજરે પડતું નથી. જો કે આજે ભાજપ વલણોના આધારે 100નો આંક પાર કરી દીધો છે

West Bengal Election Results 2021 : ડાબેરીઓના ગઢને ધ્વસ્ત કરી 100 બેઠક નજીક પહોંચ્યું ભાજપ, દીદી પર વરસી બંગાળની મમતા
PM Modi And Mamata Banarjee ( File Photo)

Follow us on

West Bengal Election Results 2021 : West Bengalની ચૂંટણીની મતગણતરીના પ્રારંભિક વલણો અનુસાર 10 વર્ષથી સત્તામાં રહેલી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને બહુ નુકસાન થતું નજરે પડતું નથી. પરંતુ આની સાથે ભાજપની સ્થિતિ પણ મજબૂત થઈ છે. જો આપણે વર્ષ ૨૦૧૧ ની વાત કરીએ તો ભાજપને અહીં એક પણ બેઠક મળી નથી અને વર્ષ 2016 મા ભાજપ પાસે માત્ર ત્રણ વિધાનસભા બેઠકો હતી. જો કે આજે ભાજપ વલણોના આધારે 100નો આંક પાર કરી દીધો છે.

2014 સુધી ભાજપ West Bengal ના રાજકારણમાં ક્યાંય નહોતું. વર્ષ ૨૦૧૧ ની વિધાનસભાની ચૂંટણીમાં પણ જ્યારે ટીએમસીએ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) ને ઉથલાવી દીધી હતી, ત્યારે ભાજપનો વોટિંગ શે માત્ર ૧ ટકા હતો. જો કે, આ વખતે વિધાનસભાની ચૂંટણી સીધા ટીએમસી અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી હતી.

West Bengal માં ભાજપના ઉદય પાછળ ડાબેરી મોરચોની નબળાઇ પણ એક મોટું કારણ હોવાનું માનવામાં આવે છે. 2014 ની લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાને 29 ટકા મતો મળ્યા હતા. જોકે, 2019 ની લોકસભાની ચૂંટણીમાં તે માત્ર 7.46 ટકા થઈ ગઈ હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

બીજી બાજુ, વર્ષ 2014 માં ભાજપની વોટબેંક માત્ર 17 ટકા હતી પરંતુ 2019 ની લોકસભાની ચૂંટણીમાં તે વધીને 40.25 ટકા થઈ ગઈ છે.વર્ષ 2016 થી 2019 ની વચ્ચે યોજાનારી રાજ્યની ચૂંટણીઓમાં ટીએમસીનો વોટ શેર પણ બે ટકાનો ઘટાડો થયો હતો. જો આપણે આંકડાઓમાં પર નજર કરીએ તો વર્ષ 2016 થી 2019 ની વચ્ચે લગભગ 1 કરોડ ડાબેરી મોરચાના મતદારો ભાજપ તરફ વળ્યા.

આ 2016 ના પરિણામો હતા
જો આપણે 2016 ની વિધાનસભાની ચૂંટણીઓ પર નજર કરીએ તો ડાબેરી-કોંગ્રેસ જોડાણને રાજ્યમાં 77 બેઠકો મળી હતી. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટીના હાથમાં માત્ર 3 બેઠકો હતી. તે સમયે ટીએમસીએ 210 બેઠકો જીતી હતી. તે જ સમયે અન્ય પાસે પણ 4 બેઠકો હતી.

Published On - 1:09 pm, Sun, 2 May 21

Next Article