WEST BENGAL ELECTION : PM MODIની પ્રસંશા સાથે સંકલ્પપત્રમાં મળ્યું સ્થાન, BJPને મળી ગયા CM ઉમેદવાર?

|

Mar 22, 2021 | 4:20 PM

WEST BENGAL ELECTION : પશ્ચિમ બંગાળમાં આ મોટા નેતાની PM MODIએ જાહેરમાં પ્રસંશા કરી અને ત્યારબાદ ભાજપના સંકલ્પપત્રમાં આ નેતાને સ્થાન આપવામાં આવ્યું.

WEST BENGAL ELECTION : PM MODIની પ્રસંશા સાથે સંકલ્પપત્રમાં મળ્યું સ્થાન, BJPને મળી ગયા CM ઉમેદવાર?
બંગાળમાં ભાજપનું સંકલ્પપત્ર લોંચ કરતાં સમયે અમિત શાહ

Follow us on

WEST BENGAL ELECTION : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માથા પર છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીપ્રચાર પૂરજોશમાં શરૂ છે. પશ્ચિમ બંગાળમાં આ વખતે મુખ્યપ્રધાન મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ (TMC)અને ભારતીય જનતા પાર્ટી  (BJP) વચ્ચે સીધી ટક્કર છે. TMCના CM ઉમેદવાર  મમતા બેનરજી નક્કી છે, પણ BJPના CM ઉમેદવાર કોણ આ પ્રશ્ન સૌ કોઈ કરી રહ્યાં છે. પણ હવે આ પ્રશ્નનો જવાબ ભારતીય જનતા પાર્ટીએ જ આડકતરી રીતે આપી દીધો છે. બંગાળ ભાજપના એક મોટા નેતા છે જેની પ્રસંશા PM MODI કરી અને હવે સંકલ્પપત્રમાં પણ સ્થાન મળ્યું છે. શું આ મોટા નેતા જ છે ભાજપના CM ઉમેદવાર ?

PM MODIએ કરી ભરપૂર પ્રસંશા 
પશ્ચિમ મિદનાપુરના ખડગપુરમાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ દિલીપ ઘોષ (DILIP GHOSH)નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘મને કેમ ખાતરી છે કે અમારી સરકાર બંગાળમાં આવશે. દિલીપ ઘોષ જેવા નેતાઓ છે તે અમારા માટે ગૌરવની વાત છે. બંગાળ આબાદ રહે તે માટે લગભગ 100  જેટલા ભાજપના કાર્યકરોએ પોતાના પ્રાણોનું  બલિદાન આપ્યું. દિલીપ ઘોષ સતત કામ કરતાં રહ્યાં છે અને ક્યારેય  દીદીની ધમકીઓથી ડર્યા નથી. તેમના ઉપર ઘણા હુમલા થયા અને ત્યાં સુધી કે તેમની હત્યા કરવાના પણ પ્રયાસ થયા. પરંતુ દિલીપ ઘોષ બંગાળના ઉજ્જવળ ભવિષ્યનું પ્રણ લઈને નીકળી પડ્યા છે અને બંગાળમાં નવા પ્રાણ ફૂંકી રહ્યા છે.

ભાજપના સંકલ્પપત્રમાં મળ્યું સ્થાન 
21 માર્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બંગાળમાં ભાજપનું ‘સોનાર બાંગ્લા’ સંકલ્પપત્ર જાહેર કર્યું. આ સંકલ્પપત્રની જાહેરાત વખતે અમિત શાહ સાથે દિલીપ ઘોષ પણ ઉપસ્થિત હતા. પણ ભાજપના આ સંકલ્પપત્રમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે સંકલ્પપત્રમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, જે. પી. નડ્ડા સાથે દિલીપ ઘોષને પણ  સ્થાન આપવામાં આવ્યું છે. પહેલા  PM MODI દ્વારા  પ્રસંશા થવી અને  સંકલ્પપત્રમાં મળવું, આ બંને બાબતો પરથી એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે બંગાળમાં  BJPને  દિલીપ ઘોષના રૂપમાં CM ઉમેદવાર મળી ગયા છે? 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

દિલીપ ઘોષ અંગેની સકારાત્મક વાતો 
બંગાળમાં CM ઉમેદવાર અંગે કલકત્તા  અને દિલ્હી ભાજપ વચ્ચે ઘણા નામોની ચર્ચા થઈ રહી  છે, જેમાં પશ્ચિમ બંગાળના ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પૂર્વ પ્રચારક દિલીપ ઘોષ સૌથી શક્તિશાળી દાવેદાર હોવાનું કહેવામાં આવે છે. દિલીપ ઘોષ તેની ગામઠી શૈલી માટે જાણીતા છે, જે હાલમાં રાજ્યમાં આંતરિક લડાઇઓ પણ લડી રહ્યા છે. તેઓ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં પાર્ટીનો આધાર મજબૂત કરવા માટે પણ જાણીતા છે. આ સાથે જ તેઓ TMC નેતાઓને આક્રમક રીતે જવાબ આપવાની છબી પણ ધરાવે છે.

Next Article