પશ્ચિમ બંગાળ ચૂંટણીની તારીખો જાહેર, હિંસાની ઘટનાઓ શરુ : ભાજપના પરિવર્તન રથમાં તોડફોડ

|

Feb 27, 2021 | 12:41 PM

પશ્ચિમ બંગાળમાં (West Bengal) ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હિંસાની ઘટનાઓ સામે આવી છે. શુક્રવારે ભાજપના પરિવર્તન રથ પર હુમલો થયો હતો. જેમાંથી લેપટોપ અને મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ છે.

પશ્ચિમ બંગાળ ચૂંટણીની તારીખો જાહેર, હિંસાની ઘટનાઓ શરુ : ભાજપના પરિવર્તન રથમાં તોડફોડ
ભાજપના પરિવર્તન રથ પર હુમલો

Follow us on

પશ્ચિમ બંગાળની (West Bengal) ચૂંટણીની તારીખોની ઘોષણા સાથે બંગાળમાં હિંસાની ઘટનાઓ શરુ થઇ ગઈ છે. ભાજપની પરિવર્તન યાત્રામાં હિંસા જોવા મળી. ભાજપના પરિવર્તન રથમાં તોડફોડ કરવામાં આવી અને ડ્રાઇવરો તેમજ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. શુક્રવારે રાત્રે મનિકતલાના કાંદાપાડા વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. ભાજપના નેતાઓ સબ્યસાચી દત્તા અને શમિક ભટ્ટાચાર્ય ઘટના સ્થળે ગયા હતા અને ફુલબાગન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ચૂંટણી પહેલા રાજકીય હિંસા વધી રહી છે. આવી જ તસવીર કોલકાતાની સાથે સાથે જિલ્લામાં પણ જોવા મળી રહી છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમનો પરિવર્તન યાત્રા કાર્યક્રમ માટે કાંદાપાડામાં એસ ધનનીયા ગોડાઉનમાં પરિવર્તન રથ સજાવવામાં આવ્યો હતો. જેમાં એલઇડી સ્ક્રીન, મોબાઇલ ફોન અને લેપટોપ હતા. ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ટીએમસીના બદમાશોના જૂથે રાત્રે ગોડાઉન પર હુમલો કર્યો હતો.

મોબાઇલ ફોન, લેપટોપ પરિવર્તન રથમાંથી ગાયબ

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

રથનો કાચ તોડવા માટે ઇંટો ફેંકવામાં આવી હતી. રથમાં રાખેલ મોબાઇલ ફોન અને લેપટોપ ગાયબ થઈ ગયા છે. આરોપ છે કે એલઇડી સ્ક્રીનો, મોબાઈલ અને લેપટોપ ચોરાઈ ગયા છે. આ બનાવ અંગે શુક્રવારે રાત્રથી વિસ્તારમાં તનાવ છે. શામિક ભટ્ટાચાર્યએ કહ્યું કે આ રથ બંગાળના વિવિધ વિસ્તારોમાં જશે, પરંતુ તે પહેલા ટીએમસીના ગુંડાઓએ તેને તોડી નાખ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે બંગાળના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શું છે.

Next Article