West Bengal Election 2021: મિથુન ચક્રવર્તીને મળ્યા આરએસએસ વડા મોહન ભાગવત, રાજકીય અટકળો તેજ

|

Feb 16, 2021 | 7:16 PM

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલ  વચ્ચે ફિલ્મ અભિનેતા Mithun Chakraborty ને મળ્યા હતા.  આ બંનેની મુલાકાત મુંબઈમાં થઈ  હતી આરએસએસના વડા મોહન ભાગવત ખુદ મુંબઈમાં મિથુન ચક્રવર્તીના નિવાસે  પહોંચ્યા હતા.

West Bengal Election 2021: મિથુન ચક્રવર્તીને મળ્યા આરએસએસ વડા મોહન ભાગવત, રાજકીય અટકળો તેજ

Follow us on

West Bengal Election 2021: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલ  વચ્ચે ફિલ્મ અભિનેતા Mithun Chakraborty ને મળ્યા હતા.  આ બંનેની મુલાકાત મુંબઈમાં થઈ  હતી આરએસએસના વડા મોહન ભાગવત ખુદ મુંબઈમાં મિથુન ચક્રવર્તીના નિવાસે  પહોંચ્યા હતા. આરએસએસ પ્રમુખની મિથુન ચક્રવર્તી સાથેની મુલાકાતે ચુંટણીના માહોલમાં અટકળોનું બજાર ગરમ કરી દીધું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મિથુન ચક્રવર્તીએ મીટિંગને રાજકીય રંગ ન આપવા જણાવ્યું છે. એક અહેવાલ મુજબ મિથુન ચક્રવર્તીએ જણાવ્યું છે કે તેમનો મોહન ભાગવત સાથે આધ્યાત્મિક સંબંધ છે. મિથુને કહ્યું છે કે તેઓ ભાગવતને લખનઉમાં મળ્યા અને તે જ સમયે તેમને તેમના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું.

મિથુન ચક્રવર્તીએ પણ ભાજપ સાથે રાજકીય ઇનિંગ ફરી શરૂ કરવાની અટકળોને ફગાવી દીધી છે. તેમણે કહ્યું, ‘હવે કાંઈ પણ અનુમાન ના લગાવો એવું કશું જ થયું નથી.તમને જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તી રાજ્યસભાના સભ્ય હતા અને લાંબા સમયથી બંગાળની શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. જો કે, સ્વાસ્થ્યના લીધે તેમણે વર્ષ 2016 માં રાજીનામું આપ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Next Article