West Bengal Election 2021 : કેશપુરમાં ભાજપના ઉમેદવાર સહિત 7 લોકો પર હુમલો,મુસ્લિમ મહિલાએ બચાવ્યો જીવ

|

Apr 01, 2021 | 5:52 PM

પશ્ચિમ બંગાળના કેશપુર વિધાનસભા મત વિસ્તારમાં ગુરુવારે ભાજપના ઉમેદવાર પ્રિતિશ રંજનના વાહન પર હુમલો થયો હતો. કારમાં પ્રિતિશ ઉપરાંત ભાજપ નેતા તન્મય ઘોષ સહિત સાત લોકો સવાર હતા. ભાજપનો આક્ષેપ છે કે આ હુમલો ટીએમસી કાર્યકરો  દ્વારા કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.

West Bengal Election 2021 : કેશપુરમાં ભાજપના ઉમેદવાર સહિત 7 લોકો પર હુમલો,મુસ્લિમ મહિલાએ બચાવ્યો જીવ
કેશપુરમાં ભાજપના ઉમેદવાર સહિત 7 લોકો પર હુમલો

Follow us on

West Bengal Election 2021 :  West Bengal ના કેશપુર વિધાનસભા મત વિસ્તારમાં ગુરુવારે ભાજપના ઉમેદવાર પ્રિતિશ રંજનના વાહન પર હુમલો થયો હતો. કારમાં પ્રિતિશ ઉપરાંત ભાજપ નેતા તન્મય ઘોષ સહિત સાત લોકો સવાર હતા. ભાજપનો આક્ષેપ છે કે આ હુમલો ટીએમસી કાર્યકરો  દ્વારા કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. દરમિયાન, પ્રીતિશ રંજનએ જણાવ્યું છે કે કેવી રીતે મુસ્લિમ મહિલાએ ઘરમાં છુપાવીને તેમનો જીવ બચાવ્યો.

પ્રિતિશ રંજને વાત કરતા કહ્યું કે, હું બૂથ પર જતા હતા. અમારી પાસે પોલીસની કયુઆરટી હતી અને સ્થાનિક મીડિયા પણ હતું. જયારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાં તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ હાજર હતાં.

અમારી ગાડીની આગળ પોલીસ ક્યુઆરટી હતી અને પાછળ સ્થાનિક મીડિયા હતું. જ્યારે અમે ત્યાં પહોંચ્યા, ત્યાં તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ હતા. મારા સુરક્ષા કર્મીઓ અને મને કાર પર લઈ ગયા, જ્યાં ગુંડાઓએ ઇંટો અને લાકડીઓ વડે હુમલો કર્યો. “તેઓએ પણ કહ્યું કે તેમના માટે પોતાનો જીવ બચાવવો મુશ્કેલ હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ હુમલાને ભયજનક ગણાવતા પ્રિતિશે કહ્યું કે, અમારી ગાડીમાં સાત લોકો હતા અને બધા પર હુમલો થયો હતો. સુરક્ષા કર્મીઓ હાજર હતા, પરંતુ તેઓ લાચાર હતા. અમે જીવ બચાવવા રડ્યા હતા. અમે ત્યાંથી ભાગ્યા અને એક મુસ્લિમ મહિલાના ઘરે પ્રવેશ કર્યો જેણે અમને બચાવ્યા અને અમારી સંભાળ રાખી.

West Bengal ના કેશપુરના બૂથ નં173 પર ભાજપના મહિલા મતદાન એજન્ટને આજે ટીએમસી કાર્યકરોએ કથિત રીતે માર માર્યો હતો. ભાજપના સ્થાનિક નેતા તન્મય ઘોષની કારમાં તોડફોડ કરવામાં આવી હતી.

અહીં ટીએમસી દ્વારા હિંસા ફેલાવતાં નિષ્પક્ષ મતદાન નથી યોજાયું.

પોલીસે જણાવ્યું કે આ ઘટના સંદર્ભે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે અજાણ્યા લોકોના જૂથે ઇંટો અને લાકડીઓ વડે વાહનો ઉપર હુમલો કર્યો હતો અને મીડિયાની કારમાં તોડફોડ પણ કરી હતી. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રિય દળની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ઇસીએ વહીવટી તંત્ર પાસેથી આ અંગે રિપોર્ટ પણ માંગ્યો છે. ગઈકાલે રાત્રે, પશ્ચિમ મેદનીપુર જિલ્લાના કેશપુર વિસ્તારમાં ઉત્તમ ડોલુઇ નામના ટીએમસી કાર્યકરની છરીથી હત્યા કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં હાઈ પ્રોફાઇલ નંદીગ્રામ સહિત 30 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે

Published On - 5:09 pm, Thu, 1 April 21

Next Article