West Bengal Election 2021: નંદીગ્રામમાં આવતીકાલે અમિત શાહ અને મિથુન ચક્રવર્તી કરશે રોડ- શો

|

Mar 29, 2021 | 7:21 PM

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election)ના બીજા ચરણમાં 800 કંપની સેન્ટ્રલ ફોર્સ (Central Force)ની તૈનાતી હશે. 27 માર્ચે પ્રથમ તબક્કામાં 30 સીટો પર મતદાન થયું છે.

West Bengal Election 2021: નંદીગ્રામમાં આવતીકાલે અમિત શાહ અને મિથુન ચક્રવર્તી કરશે રોડ- શો

Follow us on

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election)ના બીજા ચરણમાં 800 કંપની સેન્ટ્રલ ફોર્સ (Central Force)ની તૈનાતી હશે. 27 માર્ચે પ્રથમ તબક્કામાં 30 સીટો પર મતદાન થયું છે. હવે 1 એપ્રિલે બીજા ચરણમાં કુલ 30 સીટો પર મતદાન થશે. આ સીટો દક્ષિણ 24 પરગના (4), પશ્ચિમ મેદિનીપુર (9), બાંકુડા (8) અને પૂર્વ મેદિનીપુર (9) જિલ્લામાં છે.

 

બીજા તબક્કામાં વિભિન્ન રાજકીય દળોના કુલ 171 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. તેમાંથી નંદીગ્રામ વિધાનસભા સીટથી રાજ્યના મુખ્યપ્રધાન અને ટીએમસીના સુપ્રીમો મમતા બેનર્જી (Mamata Banerjee) ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તેમની સામે ભાજપે શુભેન્દુ અધિકારી (Suvendu Adhikari)ને ઉમેદવાર બનાવ્યા છે. બીજા તબક્કામાં મતદાનમાં નંદીગ્રામમાં મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારીની વચ્ચે મહાસંગ્રામ ચાલી રહ્યો છે. સોમવારે મમતા બેનર્જીથી લઈ શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામના અલગ અલગ વિસ્તારોમાં સભા કરી અને એકબીજા પર હુમલા કર્યા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

આવતીકાલે નંદીગ્રામમાં અમિત શાહ અને મિથુન ચક્રવર્તી પણ કરશે રોડ શો

હવે આ મહાસંગ્રામમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ પોતાની તાકાત દેખાડશે. 30 માર્ચે ગૃહપ્રધાન અમિત શાહ નંદીગ્રામમાં સભા કરશે. જ્યારે ટોલીવુડ સ્ટાર મિથુન ચક્રવર્તી નંદીગ્રામમાં રોડ શો કરશે. અમિત શાહ બપોરે 12 વાગ્યે નંદીગ્રામમાં રોડ શો કરશે. ત્યારબાદ ડેબરા, પાંશકુડામાં રોડ શો કરશે અને ડાયમંડ હાર્બરમાં સભા કરશે.

30 માર્ચે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. તમને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ નંદિગ્રામમાં સભા કરી ચૂક્યા છે અને તેમને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર નિશાનો સાધતા કહ્યું હતું કે હવે મમતા બેનર્જીને ભગવાથી ડર લાગવા લાગ્યો છે.

 

આ પણ વાંચો: Jammu-Kashmir : મહેબુબા મુફ્તીને સરકારે ન આપ્યો પાસપોર્ટ, જાણો શું કારણ આપ્યું

Next Article