Jammu-Kashmir : મહેબુબા મુફ્તીને સરકારે ન આપ્યો પાસપોર્ટ, જાણો શું કારણ આપ્યું

Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીર પોલીસના CID વિભાગના રીપોર્ટને આધારે મહેબુબા મુફ્તીની પાસપોર્ટ અરજી રદ્દ કરવામાં આવી છે.

Jammu-Kashmir : મહેબુબા મુફ્તીને સરકારે ન આપ્યો પાસપોર્ટ, જાણો શું કારણ આપ્યું
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તી

Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીની પાસપોર્ટ અરજી રદ્દ કરી સરકારે મોટો ઝટકો આપ્યો છે. મહેબુબા મુફ્તીએ સોમવારે દાવો કર્યો હતો કે તેમની પાસપોર્ટ અરજી નામંજૂર કરવામાં આવી છે.

મહેબુબા મુફ્તી – દેશ માટે ખતરો
મહેબૂબા મુફ્તીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શ્રીનગરના પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીનો એક પત્ર ટ્વીત કરીને મુક્યો છે. આ પત્રમાં પ્રાદેશિક પાસપોર્ટ કચેરી દ્વારા મહેબુબા મુફ્તીની પાસપોર્ટ અરજી રદ્દ કરવાનું કારણ જણાવવામાં આવ્યું છે. આ પત્રમાં લખ્યું છે કે જમ્મુ-કાશ્મીર પોલીસના CID વિભાગના રીપોર્ટને આધારે તેમની પાસપોર્ટ અરજી રદ્દ કરવામાં આવી છે. આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મહેબુબા મુફ્તી દેશ માટે ખતરો છે, માટે તેમને પાસપોર્ટ આપવામાં ન આવે.

અગાઉ હાઈકોર્ટમાં કરી હતી અપીલ
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તીએ અગાઉ શ્રીનગર હાઇકોર્ટમાં પાસપોર્ટ માટેના જરૂરી કાગળો માટે અપીલ કરી હતી. આ અપીલ પર 23 માર્ચના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરની પ્રાદેશિક પાસપોર્ટ કચેરીનું પ્રતિનિધિત્વ કરી રહેલા રાજ્યના સરકારી વકીલે આ મુદ્દે સમય માંગ્યો હતો. આ સુનાવણી પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસના CID વિભાગ દ્વારા 18 માર્ચે જ પોલીસ વેરિફિકેશન રીપોર્ટ પ્રાદેશિક પાસપોર્ટ કચેરીને આપવામાં આવ્યો હતો.

શું થશે અસર ?
ભારત સરકારે પાસપોર્ટની અરજી નકારી દેતા હવે મહેબુબા મુફ્તી વિદેશમાં જઈ શકશે નહિ. મહેબુબા મુફ્તી વિદેશમાં અને ખાસ કરીને પાકિસ્તાનમાં જઈને જમ્મુ-કાશ્મીરમાં 370 ની વાપસી માટેના સંભવિત આયોજનો પર પાણી ફરી વળ્યું છે. હવે મહેબુબા મુફ્તી પાસે પાસપોર્ટ માટે સુપ્રીમકોર્ટમાં અરજી કરવા સિવાય કોઈ માર્ગ નથી.

રાજ્યસભામાં બીલ પાસ થતા જ થઇ હતી ધરપકડ
જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 અને જમ્મુ કાશ્મીરનું બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજનનું બીલ પાસ થતા જ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાની ધરપકડ કરવામાં આવી હતી. બંને નેતાઓને તેમના ઘરમાંથી લઈ જઈને હરિ સિંહ પેલેસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. 4 ઓગસ્ટ 2019ની મોડી રાત્રે બંને નેતાઓને પોત-પોતાના ઘરમાં નજરકેદ કરી દેવાયા હતા. રાજ્યમાંથી આર્ટીકલ 370 દૂર થવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં પસાર થઈ ગયા પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. બંનેની શાંતિ ભંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ મહેબુબા મુફ્તી પર PSA એક્ટ લાગુ કરવામાં આવી તેમને નજરકેદ કરવામાં આવ્યાં હતા.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati