મમતા બેનર્જી 21 જુલાઈએ શહીદ દિવસે, બંગાળી વડાપ્રધાનની માંગ કરશે, ગુજરાત સહીત વિવિધ રાજ્યોમાં પ્રસારીત થશે દીદીનું ભાષણ

|

Jul 18, 2021 | 7:43 PM

ભાજપમાંથી ટીએમસીમાં ગયેલા મુકુલ રોયે કહ્યુ કે “નરેન્દ્ર મોદી અને અમિત  શાહે પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન ભાજપના પ્રચારનો હવાલો સંભાળ્યો હતો. હવે અમારો વારો છે કે ગુજરાત અને અન્ય રાજ્યોમાં દિદીનો સંદેશો પ્રસરાવવા અમારી પાર્ટી તૈયાર છે.

મમતા બેનર્જી 21 જુલાઈએ શહીદ દિવસે, બંગાળી વડાપ્રધાનની માંગ કરશે, ગુજરાત સહીત વિવિધ રાજ્યોમાં પ્રસારીત થશે દીદીનું ભાષણ
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી 21મી જુલાઈએ કરશે સંબોધન

Follow us on

આ વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં (West Bengal Assembly Election) જંગી જીત મેળવ્યા બાદ, તૃણમુલ કોંગ્રેસ (Trinamool Congress) 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 21 જુલાઈએ શહીદ દિન ( Shahid Diwas) તરીકે કાર્યક્રમની ઉજવણી કરશે. આ કાર્યક્રમ થકી, તૃણમુલ કોગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee), સમગ્ર દેશના લોકો સુધી પહોચવાની યોજના બનાવી રહ્યાં છે. આ કાર્યક્રમ થકી, મમતા બેનર્જી બંગાળના વડાપ્રધાન હોવા જોઈએની માંગ કરશે.

ટીએમસીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે મમતા બેનર્જીનું ભાષણ પશ્ચિમ બંગાળમાં અને પ્રથમ વખત તમિળનાડુ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, ગુજરાત અને ઉત્તરપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં મોટા પડદા પર પ્રસારિત કરવામાં આવશે. રાજ્યોની સ્થાનિક ભાષામાં આ ભાષણ પ્રસારિત કરવામાં આવશે. પચિમ બંગાળના મુખ્ય પ્રધાન કોવિડ -19 રોગચાળાને કારણે સતત બીજા વર્ષે લોકોને વર્ચુઅલ રીતે સંબોધન કરશે.

તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ભાષણ બંગાળી ભાષામાં પ્રસારિત કરવામાં આવશે, જ્યારે વિવિધ રાજ્યોમાં, ભાષાંતર કરેલ ભાષણ સ્થાનિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. ટીએમસીએ મમતા બેનર્જીના ભાષણને મોટા પડદે પ્રસારિત કરવાની યોજના બનાવી છે અને લોકોને માહિતી આપવા માટે ગુજરાતીમાં પત્રિકાઓનું વિતરણ શરૂ કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

2022 માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. મુકુલ રોયને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે, તેમણે કહ્યું કે, “નરેન્દ્ર મોદી અને અમિત  શાહે પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન ભાજપના પ્રચારનો હવાલો સંભાળ્યો હતો. હવે અમારો વારો છે કે ગુજરાત અને અન્ય રાજ્યોમાં દિદીનો સંદેશો પ્રસરાવવા અમારી પાર્ટી તૈયાર છે, ટીએમસી, ઉત્તરપ્રદેશમાં પણ આવા જ કાર્યક્રમો યોજવાની યોજના બનાવી રહી છે. આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં પણ ચૂંટણી યોજાવાની છે મુખ્યમંત્રીના ભત્રીજા અને ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જીએ અન્ય રાજ્યોમાં પણ ટીએમસીની પહોંચ વધારવા હાકલ કરી હતી.

ભાજપમાંથી ટીએમસીમાં પરત આવેલા મુકુલ રોયને દેશભરમાં પાર્ટીની હાજરી વધારવાનું કામ સોંપવામાં આવ્યું છે. જયલલિતાની જેમ, મમતા બેનર્જીને કહેવામાં આવ્યું છે જેમ કે એઆઈએડીએમકેના નેતા જયલલિતાની જેમ, ચેન્નઇમાં મમતા બેનર્જીને ગણાવતા પોસ્ટરો લગાવાયા છે. ટીએમસી દક્ષિણ રાજ્યોમાં પણ પ્રવેશ મેળવવા પ્રયાસ કરી રહી છે. રાષ્ટ્રીય રાજકારણનો અનુભવ ધરાવતા મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તેઓ 21 જુલાઇના કાર્યક્રમ બાદ નવી દિલ્હીની મુલાકાત લેશે, જ્યાં તે વરિષ્ઠ અને અન્ય રાજકીય મિત્રોને મળશે. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓને પણ મળવાની સંભાવના છે.

મમતા બેનર્જીએ કહ્યું હતું કે, જો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો સમય મળે તો તે પણ તેઓને મળી શકશે. 1993 માં કોલકાતામાં યુથ કોંગ્રેસની રેલીમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા 13 લોકોની યાદમાં ટીએમસી શહીદ દિવસ મનાવે છે.

Next Article