West Bengal: લોકસભામાં બોલ્યા BJP સાંસદ લોકેટ ચેટરજી, “પશ્ચિમ બંગાળને નહી બનવા દઈએ ઇસ્ટ પાકિસ્તાન”

|

Feb 08, 2021 | 7:38 PM

BJP સાંસદ લોકેટ ચેટર્જીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રની મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને સાથે જ West Bengalની મમતા બેનર્જીની તૃણમુલ સરકાર પર પ્રહાર કર્યા.

West Bengal: લોકસભામાં બોલ્યા BJP સાંસદ લોકેટ ચેટરજી, પશ્ચિમ બંગાળને નહી બનવા દઈએ ઇસ્ટ પાકિસ્તાન

Follow us on

BJP સાંસદ લોકેટ ચેટર્જીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રની મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને સાથે જ West Bengalની મમતા બેનર્જીની તૃણમુલ સરકાર પર પ્રહાર કર્યા. લોકેટ ચેટર્જી પશ્ચિમ બંગાળના હુબલી લોકસભા મતવિસ્તારના ભાજપા સાંસદ છે.

કેન્દ્રની મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી
BJP સાંસદ લોકેટ ચેટર્જીએ લોકસભામાં કેન્દ્રની મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું એટલું સરળ હોત તો આઝાદીના 70 વર્ષ પછી પણ અમારી સરકારને આ કામ ન કરવું પડ્યું હોત. દરેક માટે બેંક ખાતા ખોલાવવાનું ખૂબ જ સરળ હોત તો આજે અમારી સરકારે આ કામ ન કરવું પડ્યું હોત. ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સુધારો લાવવા માટે દેશમાં ફાઇબર ઓપ્ટિક્સ લાવવામાં આવી રહ્યા છે. વડપ્રધાન મોદીએ દેશની મહિલાઓને સન્માન આપવા કામ કર્યું છે. ઉજ્જવલા યોજના દ્વારા ગેસ સિલિન્ડર આપ્યા તેમજ મહિલાઓને લગતા ગુનાઓ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પશ્ચિમ બંગાળને નહી બનવા દઈએ ઇસ્ટ પાકિસ્તાન
BJP સાંસદ લોકેટ ચેટર્જીએ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની તૃણમુલ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પશ્ચિમ બંગાળને ઇસ્ટ પાકિસ્તાન નહી બનવા દઈએ. પશ્ચિમ બંગાળમાં કોરોના વેક્સિનની ચોરી થઈ રહી છે. રાજ્ય સરકાર ઘરે ઘરે એક પત્ર મોકલી રહી છે કે રાજ્ય સરકાર વેક્સિન મફતમાં અપાઈ રહી છે. પણ પશ્ચિમ બંગાળમાં કોરોના વેક્સિન પહોંચતા જ વેક્સિનના વાહનોને તૃણમુલના કાર્યકરો દ્વારા અટકાવવામાં આવ્યા હતા. મમતા સરકાર ‘રસી ચોર, કોલસો ચોર, મમતા સરકાર’ છે. તૃણમુલ નેતાઓએ પશ્ચિમ બંગાળમાં રામ-સીતાનું અપમાન કર્યું છે.કેટ ચેટર્જીએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા.

Next Article