West Bengal: ચૂંટણી પહેલા મમતાને મોટો ઝટકો, TMCના 5 નેતા BJPમાં જોડાયા

|

Jan 31, 2021 | 1:25 PM

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મમતા બેનર્જીને વધુ એક ઝટકો લાગ્યો છે. રાજીવ બેનર્જી અને વૈશાલી દાલમિયા સહિત TMCના 5 નેતાઓએ કેસરિયા ધારણ કર્યા છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ પ્રધાન રાજીવ બેનર્જી અને ધારાસભ્ય વૈશાલી દાલમિયા શનિવારે ભાજપ સાથે જોડાઈ ગયા છે.

West Bengal: ચૂંટણી પહેલા મમતાને મોટો ઝટકો, TMCના 5 નેતા BJPમાં જોડાયા
Amit Shah & TMC Leaders

Follow us on

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મમતા બેનર્જીને વધુ એક ઝટકો લાગ્યો છે. રાજીવ બેનર્જી અને વૈશાલી દાલમિયા સહિત TMCના 5 નેતાઓએ કેસરિયા ધારણ કર્યા છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ પ્રધાન રાજીવ બેનર્જી અને ધારાસભ્ય વૈશાલી દાલમિયા શનિવારે ભાજપ સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે ધારાસભ્ય પ્રબીર ઘોષાલ, ભૂતપુર્વ મેયર રતિન ચક્રવર્તી, રાનાઘાટના ભૂતપૂર્વ મેયર પાર્થ સારથી ચેટર્જી ઉપરાંત એક્ટર રુદ્રનીલ ઘોષ પણ ભાજપ સાથે જોડાયા છે.

રાજીવે શુક્રવારે તૃણમુલ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાંખ્યો હતો, જ્યારે 26 જાન્યુઆરીએ ઉત્તરપાડાના TMC ધારાસભ્ય પ્રબીર ઘોષલે  હુગલીએ જિલ્લાની કોર કમિટી અને પ્રવક્તા પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. આ પહેલા 22 જાન્યુઆરીના રોજ TMCએ ધારાસભ્ય વૈશાલી દાલમિયાને બહારનો માર્ગ દેખાડ્યો હતો. આ અંગે TMCએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો આરોપ લગાવ્યો હતો. વૈશાલી બલ્લી વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. વૈશાલી BCCIના ભૂતપુર્વ જગમોહન દાલમિયાની દીકરી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ અગાઉ તેમણે ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. TMC છોડી ચૂકેલા પાંચ નેતા ભાજપના બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અને સાંસદ મુકુલ રોય સાથે દિલ્લી પહોંચ્યા હતા. કૈલાશ વિજયવર્ગિયએ પણ દાવો કર્યો છે કે સ્વામી વિવેકાનંદ અને રવિન્દ્રનાથ ટાગોરનું સોનાર બાંગ્લાનું સ્વપ્ન વડાપ્રધાન મોદી પૂર્ણ કરશે.

Published On - 1:24 pm, Sun, 31 January 21

Next Article