પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટી સફળતા, પ્રસિદ્ધ અભિનેતા યશ દાસગુપ્તા પાર્ટીમાં જોડાયા

|

Feb 17, 2021 | 9:39 PM

West Bengal વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ પોતાનું રાજકીય કદ વધારવામાં વ્યસ્ત છે અને જેમાં તેમને સફળતા મળી રહી છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટી સફળતા, પ્રસિદ્ધ અભિનેતા યશ દાસગુપ્તા પાર્ટીમાં જોડાયા

Follow us on

West Bengal વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ પોતાનું રાજકીય કદ વધારવામાં વ્યસ્ત છે અને જેમાં તેમને સફળતા મળી રહી છે. તેમજ West Bengal વિધાનસભા ચૂંટણી પૂર્વે તોડજોડનું રાજકારણ પણ હાલ ચરમ પર છે. જ્યારે હાલ ટોલિવૂડના જાણીતા અભિનેતા યશ દાસગુપ્તા ભાજપમાં જોડાયા છે.

 

West Bengalમાં આગામી મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તમામ પક્ષો પોતાની તૈયારીમાં વ્યસ્ત છે. તેમજ ભાજપ પશ્ચિમ બંગાળને લઈને ખૂબ ઉત્સાહિત છે. આની પાછળનું કારણ પણ સ્પષ્ટ છે કે કારણ કે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 42માંથી 18 બેઠકો પર જંગી વિજય મેળવ્યો હતો. તેની બાદ પાર્ટી રાજ્યમાં પોતાનો રાજકીય પ્રભાવ વધારવામાં વ્યસ્ત છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

જેમાં ભાજપ રાજયમાં રણનીતિ બનાવીને તેને સફળ બનાવવામાં વ્યસ્ત છે. તેમજ પીએમ મોદી રાજયમાં મુલાકાત માટે આવે તે પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિતશાહ પર રાજયની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમજ વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં મોટાપાયે પ્રચાર ઝુંબેશ માટે પણ ભાજપ રણનીતિ બનાવી રહી છે.

 

યશ દાસગુપ્તાની સાથે સૌમિની વિશ્વાસ, મલ્લિકા બંધ્યોપાધ્યાય, અશોક ભદ્ર, મિનાક્ષી ઘોષ, પાપિયા અધિકારી અને સૌમિલી ઘોષ વિશ્વાસ સહિત અનેક કલાકારો ભાજપમાં જોડાયા છે. ભાજપના બંગાળના પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે વિધિવત રીતે પાર્ટીમાં આવકાર્યા હતા.

 

આ પણ વાંચો: Big News: બેન્કિંગ ઈતિહાસમાં સૌથી મોટી ભૂલ, Citi Bankને 3,650 કરોડનું નુકસાન, જાણો શું છે મામલો

Next Article