West Bengal Assembly Elections 2021 : નંદીગ્રામ જીતવા મમતા અને શુભેંદુ વચ્ચે જુબાની જંગ

|

Mar 30, 2021 | 11:09 AM

West Bengal Assembly Elections 2021 : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સંગ્રામ દિવસેને દિવસે વધારે તેજ થઇ રહ્યો છે. નિવેદનોની ગર્મી રાજકીયા તાપમાન વધારે વધારી રહી છે. નંદીગ્રામ સીટ પર તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર મમતા બેનર્જી અને ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારીના પિતા વચ્ચે સોમવારે જુબાની જંગ થયો. પૂર્વ મેદિનીપુર જિલ્લાની પ્રતિષ્ઠિત સીટ પર જબરદસ્ત પ્રચાર ચાલી રહ્યો છે. મંગળવારે સાંજે થંભી જશે. કારણ કે ત્યાં બીજા ચરણ અંતર્ગત એપ્રિલમાં વોટિંગ થશે. 

West Bengal Assembly Elections 2021 : નંદીગ્રામ જીતવા મમતા અને શુભેંદુ વચ્ચે જુબાની જંગ
Suvendu Adhikari and Mamata Banerjee

Follow us on

West Bengal Assembly Elections 2021 : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સંગ્રામ દિવસેને દિવસે વધારે તેજ થઇ રહ્યો છે. નિવેદનોની ગર્મી રાજકીય તાપમાન વધારે વધારી રહી છે. નંદીગ્રામ સીટ પર તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર મમતા બેનર્જી અને ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારીના પિતા વચ્ચે સોમવારે જુબાની જંગ થયો. પૂર્વ મેદિનીપુર જિલ્લાની પ્રતિષ્ઠિત સીટ પર જબરદસ્ત પ્રચાર ચાલી રહ્યો છે.  જે મંગળવારે સાંજે થંભી જશે. કારણ કે ત્યાં બીજા ચરણ અંતર્ગત એપ્રિલમાં વોટિંગ થશે.

 

શુભેંદુનો મમતા પર નિશાન 

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

શુભેંદુ અધિકારીએ મમતા પર નિશાન સાધતા કહ્યું કે ટીએમસી પ્રાઇવેટ લિમિટેડના માલિક પોતાના પગમાં પટ્ટી સાથે નંદીગ્રામમાં છે. કંપનીના  તેમના કર્મચારી નાના-મોટા ચોર છે.  તેમણે કહ્યું કે હું મમતા બેનર્જીને જવાબ નહી આપુ. એ ખોટી ભાષાનો ઉપયોગ કરે છે. તેમના ભાષણની અહીં કોઇ અસર નથી. એમને જવાબ મળશે. તેઓ અહીંથી હારીને ભાગશે અને ઇતિહાસ બનાવશે.

 

મમતા બેનર્જીએ તાક્યુ અધિકારી પરિવાર પર નિશાન 

બીજી તરફ મમતાએ અધિકારી અને તેમના પિતા શિશિર અધિકારી પર નિશાન સાધતા મુખ્યમંત્રી બેનર્જીએ આરોપ લગાવ્યો કે કૃષિ અધિગ્રહણના વિરુધ્ધ ઐતિહાસિક આંદોલન દરમ્યાન 14 માર્ચ 2007ના રોજ પિતા-પુત્રની જાણકારી વિના પોલીસ નંદીગ્રામમાં નહીં આવી શકે. મમતા બેનર્જીએ કહ્યું કે પિતા-પુત્રની જાણકારી વિના પોલીસ નંદીગ્રામમાં ઘુસી નહી શકે. આ મારી ભૂલ છે કે મે આટલો પ્રેમ આપ્યો.

 

મહત્વપૂર્ણ છે કે શુભેંદુ અધિકારી તેમના પિતા શિશિર અધિકારી અને ભાઇ સોમેંદુએ તૃણમુલ છોડી ભાજપનો છેડો પકડ્યો. બેનર્જી તેમને ગદ્દાર કહી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે મે તેમના માટે શું નથી કર્યુ. મેં તેમને પરિવહન , પર્યાવરણ અને સિંચાઇ મંત્રી બનાવ્યા છે. મે તેમને હુગલી રિવર બ્રિજ કમિશનના અધ્યક્ષ બનાવ્યા હતા. મે તેમના પિતાને દીધા વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ બનાવ્યા. મેં તેમના ભાઇ સોમેંદુ અધિકારીને હલ્દિયા વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ બનાવ્યા. મેં તેમના ભાઇને કોંટોઇ નગરપાલિકાના અધ્યક્ષ બનાવ્યા.

 

સીએમ બેનર્જીએ કહ્યું કે મેં એક જ પરિવારને ઓછામાં ઓછા 10 પદ આપ્યા અને તેમણે આ રીતે તેનું પ્રતિફળ આપ્યું . તેમણે ઝેરીલા ગદ્દારોની જેમ વિશ્વાસઘાત કર્યો.મમતાના ઓરોપ પર શિશિર અધિકારીએ કહ્યું કે તેઓ નિરર્થક વાતો કરી રહ્યા છે કારણ કે તે સમજી  ચૂક્યા છે તેઓ નંદીગ્રામથી હારી રહ્યા છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ શુભેંદુના કારણે નંદીગ્રામ આંદોલનનો લાભ ઉઠાવ્યો જેમણે માકપાના આતંક વિરુધ્ધ લડાઇમાં પોતાનો જીવ જોખમમાં નાખ્યો અને મુખ્યમંત્રી બનવા માટે તેમનો (શુભેંદુ ) અને મારો ઉપયોગ કર્યો. તેઓ હવે અમારી વિરુધ્ધ બોલી રહ્યા છે કારણ કે અમે તેમના કામ કરવાની રીતનો વિરોધ કર્યો. તેમનો નંદીગ્રામ અને બંગાળના લોકો સામે પર્દાફાશ થશે.

 

 

Next Article