Congressના નવા અધ્યક્ષ માટે જોવી પડશે રાહ, 5 રાજ્યોની ચૂંટણી પછી થશે જાહેરાત

|

Jan 22, 2021 | 6:05 PM

નવી દિલ્હીમાં કોંગ્રેસ (Congress)ની વર્કિગ કમિટીની આજે બેઠક મળી હતી. જેમાં પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણીને ચર્ચા કરવામાં આવી હતી.

Congressના નવા અધ્યક્ષ માટે જોવી પડશે રાહ, 5 રાજ્યોની ચૂંટણી પછી થશે જાહેરાત

Follow us on

નવી દિલ્હીમાં કોંગ્રેસ (Congress)ની વર્કિગ કમિટીની આજે બેઠક મળી હતી. જેમાં પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણીને ચર્ચા કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ અને અસમ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને મે માસ સુધી કોંગ્રેસ પાર્ટીના સંગઠનની ચૂંટણીને મોકૂફ રાખવામાં આવી છે. ત્યાં સુધી સોનિયા ગાંધી જ પાર્ટીના પ્રમુખ રહેશે. આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 15થી 30 મે સુધી સંગઠન ચૂંટણી કરાવવાના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ત્યાં સુધી 5 રાજ્યોની ચૂંટણી પણ સંપન્ન થઈ જશે.

 

CWCની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે ‘અમે અનેક રાજયોમાં ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમ્યાન સંગઠનાત્મક ચૂંટણી કાર્યક્રમ માટે પણ સીડબલ્યુસીની મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત બેઠકમાં નવા અધ્યક્ષની ચૂંટણી ઉપરાંત કિસાન આંદોલન અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સોનિયા ગાંધીએ કહ્યું કે નવો મામલો જે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે તેની સાથે સમજૂતી કરવામાં આવી રહી છે. આ મુદ્દા પર સરકારનું મૌન અનેક સવાલ ઉભા કરે છે. જે લોકો રાષ્ટ્રવાદનું સર્ટિફિકેટ આપતા હતા તે સંપૂર્ણ રીતે ખુલ્લા પડી ગયા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

આ પણ વાંચો: CWCની બેઠકમાં પાસ કરાયા આ ત્રણ પ્રસ્તાવ, ગેહલોતે લગાવી આનંદ શર્મા અને ગુલામનબી આઝાદને ફટકાર

Next Article