AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Violence in Bengal : TMC સમર્થકોના હુમલાથી રાજ્ય છોડવા મજબુર બન્યા BJP કાર્યકરો

Violence in Bengal : ભાજપના કાર્યકર ગણેશ ઘોષે જીવ બચાવવા પરિવાર સહિત રાજ્યમાંથી ભાગવુ પડ્યું હતું.

Violence in Bengal : TMC સમર્થકોના હુમલાથી રાજ્ય છોડવા મજબુર બન્યા BJP કાર્યકરો
Violence in Bengal
| Updated on: May 04, 2021 | 2:33 PM
Share

Violence in Bengal : પશ્ચિમ બંગાળમાં TMC ની જીત સાથે ભાજપના સમર્થકો પર સતત હુમલાઓ થઈ રહ્યો છે. ભાજપના સમર્થકોનો આરોપ છે કે TMCના ગુંડાઓ તેમના પર સતત હુમલાઓ કરી રહ્યા છે. તેમના મકાનોમાં તોડફોડ કરવામાં આવી રહી છે અને આગ લગાડવામાં આવી રહી છે. હવે સ્થિતિ એવી છે કે ભાજપના કાર્યકરોને પરિવાર સહિત રાજ્ય છોડવાની ફરજ પડી રહી છે.

બંગાળના પરિણામો બાદ હિંસાની શરૂઆત થઈ 2જી મે રવિવારે ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદપશ્ચિમ બંગાળનાં જુદા જુદા વિસ્તારોમાં હિંસા (Violence in Bengal)ના સમાચાર મળી રહ્યા છે. રવિવારે બંગાળના દુર્ગાપુરમાં ભાજપ કાર્યાલયને આગ ચાંપવામાં આવી હતી. દુર્ગાપુર પશ્ચિમના ભાજપના વિજેતા ઉમેદવાર લખને આરોપ લગાવ્યો છે કે ટીએમસી કાર્યકરો આખી રાત બાઇક પર ફરતા હતા અને ભાજપના કાર્યકરોને નુકસાન પહોંચાડતા હતા.

રવિવારે જ હુગલીના અરમબાગમાં હિંસા જોવા મળી હતી. અહીં તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ ભાજપના કાર્યકરોના ઘરો, દુકાનો ઉપર હુમલો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ લૂંટ અને તોડફોડ કરવામાં આવી હતી. ભાજપનો આક્ષેપ છે કે તેમના કાર્યકરોની બે મોબાઇલ શોપ, કપડાની દુકાન નષ્ટ કરવામાં આવી હતી.

પરિવાર સહીત રાજ્ય છોડવાની ફરજ પડી પશ્ચિમ બંગાળમાં હવે સ્થિતિ એવી છે કે ભાજપના કાર્યકરોને પરિવાર સહિત રાજ્ય છોડવાની ફરજ પડી રહી છે. આવું જ કંઈક ભાજપના કાર્યકર ગણેશ ઘોષ સાથે થયું હતું. વિશ્વ ભારતી શાંતિનિકેતનથી પાંચેક મિનિટ દૂર ખોઇ હાટમાં તેમના શકુંતલા ગામ રિસોર્ટ પર ટીએમસી સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી. ભાજપના કાર્યકર ગણેશ ઘોષે જીવ બચાવવા પરિવાર સહિત રાજ્યમાંથી ભાગવુ પડ્યું હતું.

ભાજપે હિંસાના અમુક વિડીયો શેર કર્યો BJP એ પાર્ટી ઓફિસમાં આગ ચાપ્યાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં વાંસની લાકડાઓ અને છત સળગતા જોવા મળે છે અને ગભરાયેલા લોકો ચીસો પાડીને ભાગતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દુકાનમાંથી કપડા લૂંટીને નાસી ગયેલા લોકોના ફોટા અને ફુટેજ વાયરલ થઈ રહ્યા છે. ભાજપ આ માટે તૃણમૂલને દોષી ઠેરવી રહ્યું છે. ભાજપે પત્રકારો સાથે એક વીડિયો શેર કર્યો છે જેમાં નંદીગ્રામમાં કેટલાક શખ્સો BJP પાર્ટી ઓફિસમાં તોડફોડ કરતા દેખાઈ રહ્યાં છે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">