વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં કોણ હશે ભાજપના સંભવિત ચહેરા?

|

Sep 26, 2020 | 3:56 PM

પેટાચૂંટણીની વિધીવત તારીખોની જાહેરાત તો થઈ નથી, પરંતુ ભાજપ દ્વારા તૈયારીઓ અત્યારથી હાથ ધરી દેવામાં આવી છે. જો કે ભાજપ માટે આ વખતની પેટાચૂંટણીએ લીટમસ ટેસ્ટ કરતા પણ વધુ જવલંત છે કેમ કે ભાજપને ના માત્ર કોંગેસનો સામનો કરવાનો છે, પરંતુ ભાજપનો આંતરિક વિરોધનો પણ સામનો કરવો પડી શકે છે. જેનુ કારણ છે ભાજપની 8 […]

વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં કોણ હશે ભાજપના સંભવિત ચહેરા?

Follow us on

પેટાચૂંટણીની વિધીવત તારીખોની જાહેરાત તો થઈ નથી, પરંતુ ભાજપ દ્વારા તૈયારીઓ અત્યારથી હાથ ધરી દેવામાં આવી છે. જો કે ભાજપ માટે આ વખતની પેટાચૂંટણીએ લીટમસ ટેસ્ટ કરતા પણ વધુ જવલંત છે કેમ કે ભાજપને ના માત્ર કોંગેસનો સામનો કરવાનો છે, પરંતુ ભાજપનો આંતરિક વિરોધનો પણ સામનો કરવો પડી શકે છે. જેનુ કારણ છે ભાજપની 8 બેઠકો પર ઉમેદવારના ચહેરા તો નજર કરીએ 8 બેઠક પર ભાજપના સંભવિત ઉમેદવારોના નામ પર

રાજ્યસભાની ચૂંટણી દરમયાન કોંગ્રેસના 8 ધારાસભ્યોએ કોંગ્રેસનો હાથ છોડયો હતો. જેમાંથી 5 લોકોએ હમણા જ ભાજપનો ભગવો પણ ધારણ કર્યો છે. જો કે ચર્ચા એવી છે કે આ પેટાચૂંટણીમાં ભાજપમાં જોડાયેલા 5 ચહેરાઓને ભાજપ ચૂંટણીના મેદાને ઉતારશે. જેના કારણે વિવાદનો પણ મધપુડો છંછેડાયો છે. ત્યારે જાણો 8 બેઠકો પર કોણ છે ભાજપના ચહેરા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1. અબડાસા

આ બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજાને લડાવવાનું ભાજપે મન બનાવી લીધુ છે. ભૂતકાળમાં આ બેઠક પરથી ભાજપમાંથી છબિલ દાસ પટેલ લડ્યા હતા. જો કે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં તેમની વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે. આ બેઠક પર સૌથી વધુ મત ક્ષત્રિય, મુસ્લિમ તથા પાટીદાર સમાજના છે. જો કે આ બેઠક પર મોટાભાગે મતદારો રીપીટ થિયરી અપનાવે છે. આ બેઠક પરથી ભાજપ જિલ્લા પ્રમુખ કેશુ પટેલે પણ લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

2. લીમડી

આ બેઠક પરથી પાર્ટીનું મેન્ડેડ કિરીટસિંહ રાણાને મળે એવી શક્યતા છે. જો કે આ બેઠક પર વાઘજી ચૌહાણ તેમજ નાગજીભાઈ કોળી પણ રેસમાં છે. સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા બેઠક ખાલી થઈ હતી. જો કે સોમા પટેલ પણ આ બેઠક પરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ પાર્ટી હાલ તેમને ટીકીટ આપવાના મૂડમાં નથી. બેઠકના જાતિગત સમીકરણની વાત કરવામાં આવે તો 50 ટકા કોળી મતદાર છે. જ્યારે અન્ય 50 ટકામાં ઈતર જ્ઞાતીઓનો સમાવેશ થાય છે.

3. કરજણ

આ વિધાનસભા બેઠકમાં ભાજપ અક્ષય પટેલને ટીકીટ આપી શકે છે. અક્ષય પટેલ કોંગેસમાંથી ભાજપમાં આવ્યા છે. જો કે આ બેઠક પર સતિષ પટેલે પણ લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વર્ષ 2012-2017માં અક્ષય પટેલ સામે ભાજપ નેતા સતિષ પટેલે ચૂંટણી લડી હતી. જાતિગત સમીકરણ પ્રમાણે આ બેઠક પર પાટીદારની સંખ્યા સૌથી વધુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

4. ડાંગ

આ બેઠક ટ્રાઈબલ બેઠકમાં આવે છે. કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિતે રાજીનામું આપતા બેઠક ખાલી થઈ છે. હાલ મંગળ ગાવિતને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા નથી. બેઠક પર વિજય પટેલના નામની સૌથી વધુ ચર્ચા ચાલી રહી છે. વર્ષ 2007માં તેઓ કોંગ્રેસ સાથે જીત્યા હતા. પરંતુ 2012 અને 2017માં હારનો સામનો કરવો પડયો હતો. ફરી એકવાર આ બેઠક પરથી વિજય પટેલના નામની ચર્ચા છે.

5. કપરાડા

2012થી આ બેઠક અસ્તિત્વમાં આવી છે, એસટી રીઝર્વ બેઠક છે. 2012થી આ બેઠક કોંગ્રેસ શાસિત છે. જીતુભાઈ ચૌધરી આ બેઠક પરથી સતત 2 વાર જીત્યા છે. જો કે જીતુભાઈ ચૌધરીએ રાજીનામુ આપતા બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. સૂત્રોનું માનીએ તો જીતુ ચૌધરી ફરી આ વખતે ચૂંટણીના મેદાને ઉતરશે. જો કે આ વખતે પક્ષ ભાજપ રહેશે તો પ્રકાશ પટેલ અને મધુભાઈ રાઉત પણ આ બેઠક પરથી ભાજપ માટે ચૂંટણી લડી હતી. જેના કારણે આ બંને નામની પણ ચર્ચા છે.

6. મોરબી

આ બેઠક પર ભાજપ તરફથી બ્રિજેશ મેરઝાને ટીકીટ નક્કી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. સૌથી વધુ પાટીદાર મતદાર ધરાવતી આ બેઠક છે. બીજા ક્રમે મુસ્લિમ મતદારો આવે છે. આ બેઠક 1995 થી 2012 સુધી ભાજપ શાસિત રહી છે. 2017ના અનામત આંદોલનની અસર થતાં બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. જો કે આ બેઠક પર 1995 થી કાંતિલાલ અમૃતિયા જ ભાજપનો ચહેરો છે. બ્રિજેશ મેરઝાને ટીકીટ આપવામાં આવે તો આંતરિક અસંતોષ સર્જાય એવી સ્થિતિ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

7. ગઢડા

1980થી આ બેઠક એસસી રીઝર્વ બેઠકછે. વર્ષ 2017માં આ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. પ્રવિણ મારૂએ રાજીનામું આપતા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠક પર પૂર્વ મંત્રી આત્મારામ પરમારના નામની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે. જો કે સ્થાનિક આગેવાનો પણ આ બેઠક પર ટિકીટની માંગણી કરી રહ્યા છે.

8. ધારી

આ બેઠક મોટાભાગે કોંગ્રેસ શાસિત રહી છે. વર્ષ 2017માં ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સાંગાણીની પણ આ બેઠક પર હાર થઈ હતી.પાટીદાર મતદાર સૌથી વધારે છે. બેઠક પરથી જે.વી.કાકડીયાએ રાજીનામુ આપતા આ બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે. જો કે ભાજપ આ બેઠક પર જે.વી.કાકડીયાને મેદાને ઉતારે એવી ચર્ચા ચાલી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

આમ 8 બેઠક પરથી 5 બેઠકો એવી છે, જેમાં કોંગેસમાંથી જ ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્યોને તક આપવામાં આવશે. જ્યારે બાકીની 3 બેઠક પર મૂળ ભાજપના ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવશે.

Published On - 9:22 am, Thu, 2 July 20

Next Article