દિલ્હીના શિક્ષણ નિયામકનો વીડિયો વાયરલ, કહ્યું ‘કંઇ ના આવડે તો જવાબમાં પ્રશ્નો લખો, માર્ક મળશે’

|

Feb 19, 2021 | 2:37 PM

દિલ્હીના શિક્ષણ નિયામકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ વિદ્યાર્થીઓને જવાબમાં પ્રશ્નો લખી દેવાનું કહી રહ્યા છે. અને એમ પણ કહી રહ્યા છે કે આના માર્ક્સ મળશે.

દિલ્હીના શિક્ષણ નિયામકનો વીડિયો વાયરલ, કહ્યું કંઇ ના આવડે તો જવાબમાં પ્રશ્નો લખો, માર્ક મળશે
વિડીયો થયો વાયરલ

Follow us on

દિલ્હીના (Delhi) એજ્યુકેશન ડિરેક્ટર તેના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. દિલ્હીના શિક્ષણ નિયામક ઉદિત રાયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ વિદ્યાર્થીઓને કહી રહ્યા છે કે ‘ના આવડે તો જવાબમાં કંઈ પણ લખી દો’. 12 માં ધોરણના વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન દિલ્હીના શિક્ષણ નિયામક ઉદિત રાયે કહ્યું કે “જો પ્રશ્નપત્રમાં કંઈ આવડે નહીં તો જવાબમાં પ્રશ્નો જ લખી દો. મેં મેમ સાથે વાત કરી છે, જો કંઇ પણ લખ્યું હશે તો અમે નંબર આપી દઈશું. અને અમે સીબીએસઈ સાથે પણ વાત કરી છે. ”

શિક્ષણ નિયામકના આ નિવેદન બાદ ભાજપે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. શિક્ષણ નિયામકના નિવેદનને ગેરકાયદે ગણાવતા ભાજપના પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ શિક્ષણ વિભાગની પ્રવૃત્તિઓની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે નાયબ રાજ્યપાલને કહ્યું છે. આ ઉપરાંત શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાના રાજીનામાની માંગ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

 

આદેશ ગુપ્તાએ આરોપ લગાવ્યો કે દિલ્હીની શિક્ષણ પ્રણાલી સંપૂર્ણ ખોખલી થઈ ગઈ છે. અહીંનાં બાળકો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને પાસ થઇ શકાહે એ શંકાનો વિષય છે.

આ સાથે જ દિલ્હી કોંગ્રેસે પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે. દિલ્હી કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું છે કે, “કેજરીવાલ જી આ તમારું કેવું શિક્ષણ મોડેલ છે? દિલ્હીના શિક્ષણ નિયામક ઉદિત પ્રકાશ બાળકોને જણાવી રહ્યા છે કે પેપરમાં કંઈ ના આવડે તો જવાબોને બદલે પ્રશ્નો જ લખો, અમે સીબીએસઈ સાથે વાત કરી છે. તમને નંબર મળી જશે. બાળકોના ભવિષ્ય સાથે રમવાનું કરવાનું બંધ કરો. “

Next Article