Uttarakhand : સીએમ બન્યા બાદ પ્રથમવાર દિલ્હી પહોંચ્યા પુષ્કરસિંહ ધામી, પીએમ મોદી સાથે કરી મુલાકાત

|

Jul 10, 2021 | 3:47 PM

ઉત્તરાખંડમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ધામી પાસે હવે 10 મહિના કરતા પણ ઓછા સમય બાકી છે. આવી સ્થિતિમાં તેમની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચૂંટણીની તૈયારી અને ભાવિ વ્યૂહરચના અંગે પણ ચર્ચા કરી શકે છે.

Uttarakhand : સીએમ બન્યા બાદ પ્રથમવાર દિલ્હી પહોંચ્યા પુષ્કરસિંહ ધામી, પીએમ મોદી સાથે કરી મુલાકાત
Uttarakhand CM Pushkar Singh Dhami meets PM Modi In Delhi

Follow us on

ઉત્તરાખંડ(Uttarakhand)ના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર દિલ્હી પહોંચેલા પુષ્કરસિંહ ધામી(Pushkar Singh Dhami)એ શનિવારે પીએમ મોદી(PM Modi)સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમ્યાન સીએમ ધામીએ પીએમ મોદીને રાજ્યની સ્થિતિ અને બાકી પ્રોજેક્ટ્સ વિશે માહિતગાર કર્યા હતા.

મુખ્ય પ્રધાન બન્યા બાદ સીએમ પુષ્કરસિંહ ધામી(Pushkar Singh Dhami)દિલ્હીની પ્રથમ મુલાકાતમાં તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાને પણ મળશે. આ સિવાય તેઓ રાજ્યના બાકી રહેલા પ્રોજેક્ટ્સના સંદર્ભમાં કેટલાક કેન્દ્રીય પ્રધાનોને પણ મળી શકે છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉત્તરાખંડના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર દિલ્હી પહોંચેલા મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ શુક્રવારે વહેલી સવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોશ્યારી સાથે ધામીની આ સૌજન્ય બેઠક દિલ્હીમાં મહારાષ્ટ્ર સદનમાં થઈ હતી. ધામી કોશ્યારીની નજીક માનવામાં આવે છે. ભગતસિંહ કોશ્યારી જ્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા ત્યારે ધામી તેમના ખાસ ફરજ પરના (OSD) અધિકારી હતા.

ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ધામી પાસે હવે 10 મહિના કરતા પણ ઓછા સમય બાકી છે. આવી સ્થિતિમાં તેમની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચૂંટણીની તૈયારી અને ભાવિ વ્યૂહરચના અંગે પણ ચર્ચા કરી શકે છે.

પુષ્કરસિંહ ધામીએ  ઉત્તરાખંડના 11 મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

પુષ્કરસિંહ ધામીએ 4 જુલાઈએ ઉત્તરાખંડના 11 મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.તેમણે ઉધમસિંહ નગરની ખટીમા બેઠક પરથી બે વાર ધારાસભ્ય બનેલા તીરથસિંહ રાવતનું સ્થાન લીધું છે. મુખ્યમંત્રી બન્યા બાદ તીરથસિંહ રાવતને છ મહિનામાં વિધાનસભાનું સભ્યપદ મેળવવું પડે તેવી બંધારણીય જોગવાઇ છે. જો કે આ શક્ય ન હોવાને કારણે તીરથસિંહ રાવતે સીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું તેમજ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તે પક્ષને મુસીબતના મૂકવા માંગતા નથી તેથી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.

આ પણ વાંચો : India China Border News: ભારતનાં સ્પેશ્યલ ફોર્સની તાકાતથી બઘવાયેલા ચીનાઓએ તિબેટનાં સૈનિકોને ખાસ તાલીમ આપવી શરૂ કરી

આ પણ વાંચો :  ENGW vs INDW: આશ્વર્ય ભરી રીતે હરલીન દેઓલે બાઉન્ડરી પર ઝડપ્યો મુશ્કેલ કેચ, જબરદસ્ત થયા વખાણ, જુઓ

Next Article